________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૦૮
[નિયમસાર પ્રવચન
અહા ! આવા સમ્યગ્દષ્ટિ શ્રેણીક રાજા હતા. પરંતુ પૂર્વે સાધુની-સાચા ભાલિંગી સંતનીઅશાતના કરેલી એટલે તેમને નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયેલું અને તેથી તેઓ નરકમાં ગયા છે. અત્યારે ૮૪ હજાર વર્ષની સ્થિતિએ તેઓ પહેલી નરકમાં છે. ત્યાંથી નીકળીને તેઓ આવતી ચોવીસીના ભરતક્ષેત્રમાં પહેલા તીર્થંકર થવાના છે. જેમ આ ચોવીસીના છેલ્લા તીર્થંકર મહાવીર થયા તેમ આવતી ચોવીસીના તેઓ પહેલા તીર્થંકર થશે. અહા! આ સમ્યગ્દર્શનનું બળ છે, પ્રભાવ છે. શ્રેણીક રાજા પહેલાં બૌદ્ધમાર્ગી હતા. તેઓ જૈનધર્મને માનતા ન હતા. પરંતુ તેમની રાણી ચેલણા સમકિતી હતાં. રાણી ચેલણા જૈનધર્મમાં દૃઢ શ્રદ્ધાની સમકિતી હતાં હોં. સ્ત્રીનો દેહ હોવા છતાં, ૫૨વસ્તુ હું નહિ, ૫૨ની ક્રિયા કરનાર હું નહિ તેમ જ રાગાદિ હું નહિ, હું તો એક જ્ઞાનથન આત્મા છું-એમ અંતરમાં રાણીને ભાન હતું, વિવેક હતો. અને રાજાને પણ સમકિત પમાડવા માટે ઉદ્યમશીલ હતાં.
તો, એકવાર જૈન મુનિવર-નગ્ન સંત ધ્યાનસ્થ હતા ત્યારે શ્રેણીક રાજાએ તેમની ડોકમાં મરેલો સર્પ નાખ્યો. તેથી લાખો-કરોડો કીડીઓ ત્યાં શરીર પર ઉભરાઈ હતી. અહા! આવો ભારે ઉપસર્ગ કર્યો. ઘેર આવીને રાજાએ ચેલણાને વાત કરી ને કહ્યું-અરે રાણી! આજ તારા એક મુનિની ડોકમાં સર્પ નાખી આવ્યો છું. પણ એ સર્પ તો એમણે ક્યારનોય દૂર કર્યો હશે. ચેલણા કહેસ્વામીન! અમારા સંત-મુનિવર ઉપસર્ગ-કાળમાં ધ્યાનસ્થ રહે પણ એ સર્પને દૂર ન કરે. અહા! તેઓ તો અંતરમાં આનંદના ધ્યાનમાં લવલીન હશે. ત્યારે રાજા કહે-એમ ન હોય. એવા તે કાંઈ સાધુ હોતા હશે ? ચાલો, આપણે નજરે જોવા જઈએ. બંને મુનિરાજની પાસે ગયાં. જુએ છે તો મુનિરાજ, અતીન્દ્રિય આનંદના વેદનમાં લવલીન! અતીન્દ્રિય આનંદરૂપી અમૃતના સાગરમાં ઝૂલતા હતા. ચેલણા કહે-સ્વામીનાથ ! મુનિ પોતે ઉપસર્ગને કદી ન ટાળે. શ્રેણીક રાજા જોઈને આશ્ચર્ય પામ્યા. બંનેએ ઉપસર્ગ દૂર કર્યો, ને મુનિરાજની વંદના કરી. પછી મુનિરાજે ધર્મોપદેશ કર્યો, ને ત્યાં જ શ્રેણીક રાજા સમ્યગ્દર્શન-આત્માનુભવ પામ્યા. અહા! અમે તો ભગવાન આત્મા, પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદના સ્વામી! આ રાજ્ય ને રાગના સ્વામી અમે નહિ, અહા! આવો તેમને અંદરમાં વિવેક જાગ્રત થયો. પછી તો તેમણે ભગવાન મહાવીરસ્વામીના સમોસરણમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું, અને આવતી ચોવીસીમાં અહીં તો પહેલા તીર્થંકર થશે.
અહા ! તે શ્રેણીક રાજાએ મુનિને ઉપસર્ગ કરેલો એટલે સાતમી નરકનું ૩૩ સાગરનું આયુષ્ય બંધાઈ ગયેલું. પણ સમકિત થતાં ફડાક તે આયુસ્થિતિ ઘટી ગઈ, ને ૮૪ હજા૨ વર્ષનું પહેલી નરકનું આયુષ્ય રહી ગયું. જેમ એકવાર લાડવો બંધાયા પછી તેમાંથી ઘી કાઢીને પૂરી ન તળાય, કે તેમાંથી લોટ કાઢીને રોટલી ન થાય. એ તો લાડવો ખાધે છૂટકો. તે નાનો-મોટો થાય, પણ લાડવો ખાધે છૂટકો. તેમ એકવાર જે ભવિષ્યની ગતિનું આયુષ્ય બંધાયું તેનો અભાવ ન થાય. હા, સ્થિતિ વધે કાં ઘટે, પણ તે ગતિના આયુષ્યનો અભાવ ન થાય. જેમ લાડવો નાનો-મોટો થાય, પણ તેમાંથી પૂરી થાય એમ બને નહિ, તેમ નરકના આયુનો જે લાડવો શ્રેણીક રાજાને બંધાયો હતો તે સમકિત થતાં છૂટયો નહીં, એમ ને એમ રહ્યો, પણ તેની સ્થિતિ ઘટી ગઈ, ને ૮૪ હજા૨ વર્ષની સ્થિતિ રહી ગઈ. તો, તેઓ પહેલી નરકમાં ગયા છે. પરંતુ અત્યારે ત્યાં પણ તેઓ આનંદમાં જ છે.
પ્રશ્નઃ પણ વગર પૈસે આનંદમાં છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com