________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૩]
૨૦૭ સ્વરૂપશ્રદ્ધાનો સ્વભાવ જેમાં ભર્યો છે તે ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થાય છે.
પ્રશ્ન: “સ્વરૂપશ્રદ્ધા' એવો શબ્દ આવ્યો, તો તેનો અર્થ શું છે?
સમાધાન: અંતરંગમાં જે ત્રિકાળ પૂર્ણ જ્ઞાનાનંદધનસ્વરૂપ ભગવાન આત્મા છે તેની અંદર એક ત્રિકાળી શ્રદ્ધાનો સ્વભાવ ભર્યો પડ્યો છે, ને તે સ્વરૂપશ્રદ્ધા છે. અહા ! તેનું પ્રગટ કાર્ય આવે તે સમ્યગ્દર્શન છે. આવી વાત છે. અહા ! અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, પરમેશ્વરતા ઇત્યાદિસ્વરૂપ જે ભગવાન આત્માનો નિત્ય ધ્રુવ સ્વભાવ છે તે નિત્ય સ્વભાવમાં એક ત્રિકાળી શ્રદ્ધાનો ભાવ પણ પડ્યો છે, અને તે સ્વરૂપશ્રદ્ધા છે. ભાઈ, આ વાત તો લોજિકથી છે, પણ હવે વાતને પકડવી (-સમજવી) તો એને છે ને?
અહા! બહારમાં રખડવા આડે ભગવાન! તે તારા ઘરની વાત સાંભળી નથી. પરારની વાતો સાંભળીને પરઘરમાં-વ્યભિચારમાં જ તું રોકાણો છો.
પ્રશ્ન: તો શું અનાદિથી આમ જ છે?
ઉત્તર: હા, અનાદિથી આમ જ છે. નિગોદથી માંડીને બધા જ અજ્ઞાની સંસારીઓએ આમ જ કર્યું છે. અહા ! સક્કરકંદમાં પણ તે અનંતવાર જન્મ્યો ને મર્યો છે, પણ માળો ભૂલી ગયો છે. જ્યાં મનુષ્ય થયો, શરીર કાંઈક ઠીક મળ્યું, પૈસા મળ્યા, પુત્ર-પરિવાર ઠીક મળ્યો ત્યાં એ બધું (દુ:ખની દશાઓ) ભૂલી ગયો છે. પણ પછી. જેમ કરોળિયો તેની જ જાળમાં ગુંચાઈને મરી જાય છે. તેમ અજ્ઞાની જીવો પણ આમાં (શરીર, પૈસા આદિની મમતામાં) ગુંચાઈને મરી જાય છે.
જુઓ, માણસને બે પગ હોય છે. પછી સ્ત્રી પરણે એટલે ચાર પગ થાય છે ને તેથી એ ઢોર થાય છે. ઢોરને ચાર પગ હોય છે ને? પછી તેને બાળક થાય એટલે છ પગ થાય છે ને ત્યારે તે ભમરો થાય છે; કેમકે ભમરાને છ પગ હોય છે. પછી તે ભમરાની જેમ આ બધા પર પદાર્થો મારા છે એમ ગુણગુણાયા કરે છે. પછી છોકરાનાં લગ્ન કરે ત્યારે આઠ પગ થાય છે, કરોળિયાને આઠ પગ હોય છે. તો, આ કરું, તે કરું-એમ મમતાની લાળ કાઢી તેમાં જ ફસાય છે, ને ત્યાં જ મરી જાય છે. પણ અરે! પોતે અંદર ભગવાન સ્વરૂપ છે એની દરકાર કરતો નથી. અહા ! બહારમાં પુણ્ય-પાપની પીંજણ પીંજીને તેમાં જ તે ગુંચાઈ ગયો છે. અનંતવાર સાધુ થયો તો પણ તે ત્યાં (પુણ્યમાં) જ ગુંચાઈ ગયો છે. ભાઈ ! આ બહારના જે નામ સાધુ કહેવાય છે તે સાધુ નથી. એ તો પુણ્યમાં બિચારા ગુંચાઈ ગયા છે. અરે ! સાધુ તો શું-સમકિત કોને કહીએ એની પણ તેમને ખબર નથી. બહુ ફેર બાપા!
જુઓ, શ્રેણીક રાજા સંસારમાં હતા. તેમને રાણીઓ હતી, ને મોટું રાજ્ય હતું. તો પણ તેઓ સમકિત પામેલા. અહા! સમકિત એટલે શું? કે અંદર ધ્રુવ ત્રિકાળી શ્રદ્ધાથી ભરેલો ચૈતન્યસામાન્યસ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં એકાગ્ર થઈને તેનો અનુભવ કરતાં અંદરમાં તેની નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે તે સમકિત અર્થાત્ સમ્યગ્દર્શન છે, અને તે ધર્મની પહેલી શ્રેણી છે. તો, શ્રેણીક રાજાને ભલે ચારિત્ર નહોતું, મુનિને લાયક સ્વરૂપની રમણતા નહોતી, તો પણ અંશે સ્વરૂપ-રમણતા હતી. અહા! આવી ધર્મની પહેલી શ્રેણી તો તેમને હતી. અહા ! હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું, ને પરચીજ ને પુણ્ય-પાપના ભાવ જે થાય તે હું નથી એમ અંદર તેમને ભિન્નતાનો વિવેક થઈ ગયો હતો. લ્યો, આનું નામ સમ્યગ્દષ્ટિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com