________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬
[નિયમસાર પ્રવચન
ચૈતન્યવસ્તુ છે તેની ઉપ૨ નજ૨ ન કરી. અરે! એને સમજવાની દરકાર જ ન કરી! ને એમ ને એમ સંપ્રદાયની બુદ્ધિ વડે વ્રતાદિના વિકલ્પોમાં ધર્મ માની રોકાયો. સંપ્રદાયમાં તો વ્રતાદિ પાળો, ને ધર્મ થઈ જશે એવું બધું ખૂબ આવે છે. પણ એથી શું? એવું તો અનંતવા૨ એણે કર્યું, પણ એનાથી કાંઈ કલ્યાણ ન થયું.
પ્રશ્નઃ અમે તો જેવો ઉપદેશ મળ્યો તેવું કર્યું ?
સમાધાન: પણ, જેમ એવો (-ખોટો ) ઉપદેશ મળ્યો હતો તેમ ભગવાનના સમોસરણમાં પણ તે અનંતવા૨ ગયો છે કે નહિ? ગયો છે. તો, ત્યાં તો સાચો ઉપદેશ મળ્યો હતો ને? તો પછી કેવળી પરમાત્માએ કહ્યું તેમ કેમ ન કર્યું? અહા! ત્રિલોકનાથ તીર્થંકરદેવના સમોસરણમાં તે અનંતવા૨ ગયો છે. જુઓ, વર્તમાનમાં ભગવાન શ્રી સીમંધર પરમાત્મા મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. તો, ત્યાં મહાવિદેક્ષેત્રમાં પણ તે અનંતવાર જન્મ્યો છે, અને સમોસરણમાં તે અનંતવાર ગયો છે પરંતુ તેણે, આત્મા શું ચીજ છે એ વાત અંદર અડવા દીધી નથી.
અરે ભાઈ ! આ બધા ક્રિયાકાંડ–વ્રત પાળવાં, ઉપવાસ કરવા, પૂજા કરવી, ને જાત્રા કરવી ઇત્યાદિ બધું તો વૃત્તિઓની–વિકલ્પોની વાસના છે, પુણ્યભાવ છે, અને તેનાથી બંધન થાય છે, એ કાંઈ બંધનરહિત થવાનો ઉપાય નથી. એ તો પાપનો ભાવ જેમ લોઢાની બેડી છે, તેમ પુણ્યનો ભાવ સોનાની બેડી છે; છે તો બેય બેડી-બંધન. આમ વીતરાગ પરમેશ્વર તીર્થંકરદેવની વાણીમાં આવ્યું છે અહા ! સર્વજ્ઞ વીતરાગ તીર્થંકરદેવને ઇચ્છા વિના જ ધ્વનિ છૂટે છે, ને એ' ધ્વનિમાં આ આવ્યું છે. સમજાણું કાંઈ ?
અહા! પ્રભુ! તું કોણ છો ? પ૨માત્મા કહે છે-ભગવાન! તું બેહદ-અનંત ચૈતન્ય..ચૈતન્ય..ચૈતન્ય એવું ચૈતન્યસામાન્ય જેનું સ્વરૂપ છે એવું આત્મતત્ત્વ છો. અહા! જે ધર્મના કાર્યનું અંદ૨માં કારણ છે એવો તું ભગવાન! ચૈતન્યસામાન્યસ્વરૂપ આત્મા છો. અહા! ધર્મનું કાર્ય થાય તે વિશેષ છે, અને એ વિશેષનું અંદર કારણ ત્રિકાળ વિદ્યમાન છે તે ચૈતન્યસામાન્યસ્વરૂપ છે. અરે! પણ પોતાના કાર્યના કારણસ્વરૂપને એણે કોઈ દિ' દષ્ટિમાં-લક્ષમાં લીધું નહિ! ચાર ગતિના ભવ કરી-કરીને ભગવાન ! તારા સોથા નીકળી ગયા છે. અને તો પણ હજીય અંદર જવાનું તને સૂઝતું નથી ?
અહીં કહે છે–ભગવાન! તારા સુખના કાર્યનું કારણ, કેવળજ્ઞાનના કાર્યનું કારણ અંદર ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસામાન્યરૂપ વિધમાન છે તો તેનો આશ્રય કર. ભાઈ, ચાર ગતિના દુઃખથી મુકાવું હોય તો આ ઉપાય છે.
અહા! આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, ધનસંપત્તિ ઇત્યાદિ બધી ૫૨ વસ્તુ છે. તેથી તેમાં આત્મા નથી ને તે આત્માનું કાર્ય પણ નથી. તેમ જ પુણ્ય-પાપના જે ભાવ થાય છે તેય કાંઈ આત્માનું ધર્મરૂપ કાર્ય નથી; ઉલટું એ તો બંધનનું કાર્ય છે. વળી, એક સમયની જે પ્રગટ દશા છે તે પણ કાંઈ આત્માનું પૂર્ણ સ્વરૂપ નથી. તેથી તે પણ આશ્રયયોગ્ય નથી, અર્થાત્ તેના આશ્રયે પણ ધર્મરૂપ કાર્ય પ્રગટતું નથી. તેથી અહીં કહે છે-જ્યાં અંદર ત્રિકાળી સ્વરૂપશ્રદ્ધાનો સ્વભાવ ભર્યો છે, અહાહા...! એવા અખંડ એકરૂપ ચૈતન્યસામાન્યસ્વરૂપનો આશ્રય કરવો, કેમકે તેના આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. આ
સમ્યગ્દર્શન જે ધર્મની પહેલી સીડી છે તે અંદર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com