________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૩]
૨૦૫
છે. ને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભભાવ પણ વિકાર છે, આત્માના સ્વભાવભાવ નથી, તેથી તેય ૫૨ છે. તેવી જ રીતે હિંસા, જૂઠ, ચોરી, વિષય-વાસનાના ભાવ ઇત્યાદિ પણ પાપભાવ હોવાથી અનાત્મભાવ છે, આત્માનો સ્વભાવ નથી, તેથી તેય ૫૨ છે. વળી, આત્માની એક સમયની વર્તમાન જે પ્રગટ જ્ઞાનની દશા છે તે પણ પૂરો આત્મા નથી.
પ્રશ્નઃ આ વળી શું? આત્મા પણ પૂરો ને અધૂરો ?
સમાધાનઃ હા, આ જાણવા-દેખવાની જે એક સમયની અવસ્થા છે તે કાંઈ પૂરો આત્મા નથી; કેમકે એ તો એક સમયની વર્તમાન દશામાત્ર છે, ને ભગવાન આત્મા તો અખંડ એકરૂપ ત્રિકાળ છે. અહા ! દયા, દાન આદિના વિકલ્પ તો વિકાર હોવાથી તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી, અને તેથી તે આત્માના કલ્યાણનું કારણ પણ નથી. પરંતુ, અહીં તો એક સમયની જે વર્તમાન દશા છે તે દશા પણ આખી ચીજ નથી એમ કહે છે. ભારે વાતુ ભાઈ! અહા! આખી ચીજ તો અંદર ત્રિકાળ વસ્તુ છે જે સહજ દર્શનોપયોગ, સહજ જ્ઞાનોપયોગ, સહજ શ્રદ્ધા, પરમશુદ્ધચારિત્ર ને સુખામૃત અર્થાત્ પરમ આનંદામૃત એવા સ્વભાવભાવરૂપ ત્રિકાળ એકરૂપ છે. અહા! આ આખી અખંડ એકરૂપ વસ્તુ જે આત્મા છે તેનો આશ્રય કરે ત્યારે ધર્મ પ્રગટ થાય છે. આવી ઝીણી વાતુ છે બાપુ! એને જાણવી તો પડશે હોં.
અહાહા...! અંતરમાં કેવાં કેવાં નિધાન ભર્યાં છે તે એણે જાણવું જોઈશે. અહાહા...! અનંત આનંદ, અનંત વીતરાગતા, અનંત જ્ઞાનોપયોગ, અનંત દર્શનોપયોગ અને ત્રિકાળી શ્રદ્ધા-અહા ! એવા એવા સ્વભાવોથી ભરપૂર ભરેલો એનો સામાન્ય એકરૂપ ચૈતન્યસ્વભાવ છે.
પ્રશ્નઃ સામાન્ય એટલે શું? એકરૂપ એટલે શું? આ તો બધું કઠિન ગ્રીક-લેટિન જેવું લાગે છે?
સમાધાનઃ અરે ભાઈ ! અનંતકાળમાં અંદર પોતાની ચીજ શું છે તેને જાણવાની તેં દરકાર જ કરી નથી, અને તેથી તે કઠિન થઈ પડી છે. અનંતકાળથી પ્રભુ! તું પુણ્ય-પાપના ચક્રમાં રોકાયેલો રહ્યો છો. અહા! પણ એ પુણ્ય-પાપના ભાવ તો વિકારી છે, દુઃખદાયક છે, એ કાંઈ ધર્મ નથી. વળી એક સમયની પ્રગટ જાણવા-દેખવાની દશા–બસ એ જ હું છું, એટલામાત્ર જ હું છું એમ માનીને તું રોકાણો છો, પણ એય વિપરીત ભાવ છે. (કેમકે એક સમયની પર્યાયના આશ્રયે કાંઈ ધર્મ થતો નથી.) વાસ્તવમાં સમ્યગ્દર્શન-કે જે ધર્મની પહેલી દશા છે તે શેમાંય થાય છે, કોના આશ્રયે થાય છે એ જાણવાનો અનંતકાળમાં તે ઉદ્યમ કર્યો નથી. અહા! એમ તો અનંતવા૨ હજારો રાણીઓને છોડી તું નગ્ન મુનિ-સાધુ થયો છો, એ કાંઈ નવું નથી, પણ અંતરમાં પોતાની ત્રિકાળી ચીજ છે તેનું લક્ષ કર્યા વિના, માત્ર ક્રિયાના (વ્રતાદિના ) વિકલ્પ જે છે તેનાથી મને લાભ (ધર્મ) થાય છે એવી જે તારી માન્યતા હતી તે મિથ્યા હતી, દષ્ટિ મિથ્યા હતી.
પ્રશ્ન: તો,
સૌ પ્રથમ માન્યતા સુધારવી?
સમાધાનઃ હા, કારણ કે માન્યતા સમ્યક્ થયા વિના, શ્રદ્ધા સાચી કર્યા વિના સમ્યજ્ઞાન ને સમ્યક્ચારિત્ર હોઈ શકે જ નહિ. આ તો બાપુ! ઓધ્વનિમાં આવેલી વાત છે. આકરી તો છે, પણ આ સત્ય છે. અહા! અનંતકાળમાં એણે અનંત આનંદ, અનંત શાન્તિ, અનંત જ્ઞાન-દર્શન ને અનંત શ્રદ્ધાના સ્વભાવથી ભરપુર ભરેલી પોતાની ચીજ છે, અહા ! આવી સામાન્ય એકરૂપ પોતાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com