________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪
[નિયમસાર પ્રવચન છે તેમ તેની સાથે નિજ સ્વરૂપસ્થિત પરમ શુદ્ધચારિત્રનો સ્વભાવ પણ રહેલો છે. અહાહા..! નિજ કારણસમયસારસ્વરૂપમાં પરમ શુદ્ધવીતરાગસ્વભાવ ત્રિકાળ રહેલો છે. અહો ! શું દિગંબર સંતોની કથનશૈલી! અજબ-ગજબ વાત કરી છે! દિગંબર મુનિવરોએ તો જાણે કેવળીનાં પેટ ખોલ્યાં છે. કહે છેભગવાન! તું આવો પરમવીતરાગસ્વભાવી જ છો. અહા ! આવો મોટો પ્રભુ! તું છો. હું હીણો છું એ વાત જવા દે પ્રભુ! હીણો માનીને તો તે તારી મોટપ મારી નાખી છે.
અહા! આ કારણદર્શનની વ્યાખ્યા ચાલે છે. તો તેમાં દર્શનની સાથે ભેગું જ્ઞાન પણ નાખે છે. તો, કહે છે-“જે નિત્ય-શુદ્ધ-નિરંજનજ્ઞાનસ્વરૂપ છે...”
અહા ! એ કારણદષ્ટિ-ત્રિકાળી દર્શનોપયોગ ને સ્વરૂપશ્રદ્ધા જેનું સ્વરૂપ છે તે વસ્તુ કેવી છે? કે નિત્ય-શ્રદ્ધ-નિરંજન જ્ઞાનસ્વરૂપ છે. અહાહા...અંજન વિનાનો ત્રિકાળ નિરાવર તેમાં રહેલો છે. અહા ! આવી નિજ સત્તાનો અંતરમાં સ્વીકાર કરે એટલે એ સખના 1 ત્યારે એને દુઃખના પંથનો નાશ થઈ જાય છે. આવી વાત છે.
હવે કહે છે-“અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે.'
રાજા લડવા જાય ત્યારે તેની ધજા ઉપર હોય છે. તે ધજાને કોઈ નીચે પાડે-નષ્ટ કરે એટલે તે રાજા હાર્યો કહેવાય. તો અહીં કહે છે-દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની ધજાને હણનારો એવો ભગવાન આત્મા છે. અહા! અનાદિથી જીવને મિથ્યાત્વાદિ મહાપાપરૂપ દુર દુશ્મનો છે. તેઓએ વીરતાપૂર્વક જીવની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. અહા ! એવા દુષ્ટ પાપોરૂપ દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ એવો ભગવાન આત્મા છે. એટલે શું? કે જો તે અંદર ભગવાન આત્માનો-કે જેની અંદર દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, શ્રદ્ધા ને સ્વરૂપસ્થિત સુખ-ચારિત્ર સ્વભાવ છે તેનો-આશ્રય કરે તો તેના મિથ્યાત્વાદિ મહાપાપોનો નાશ થાય છે. આ રાગ મારો છે, ને પુણ્ય ભલું છે, જે શરીર મારું છે ઇત્યાદિ માન્યતારૂપ મિથ્યાત્વ એનો અનાદિકાલીન દુષ્ટ પાપરૂપ દુશ્મન છે, ને પુણ્ય-પાપના ભાવો તેની સેના છે. અહીં કહે છે–સમસ્ત પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાનો નાશ કરવાના કારણસ્વરૂપ એવો ભગવાન આત્મા અંદર છે. અહા ! આવા નિજ સ્વરૂપની પ્રતીતિ ને એકાગ્રતા કરનાર તે સમસ્ત પાપની સેનાનો નાશ કરી નાખે છે. સમજાણું કાંઈ...?
અહા ! “એવા આત્માના ખરેખર સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે.'
અહા! “કારણદષ્ટિ તો...' એમ ઉપાડયું હતું ને? તો અંદર નિજ ત્રિકાળી સ્વરૂપમાં એની જે ત્રિકાળી દષ્ટિ છે તે ત્રિકાળી શક્તિ સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે. અહાહા....! ખરેખર સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ અંતઃસ્થિત કારણદષ્ટિ છે,-એ કારણદર્શનની વ્યાખ્યા થઈ. અહા ! જેમાંથી પરમાર્થ સુખ ને શાન્તિનું કાર્ય આવે છે તે કારણ અંદર આવું છે તે સ્પષ્ટ કર્યું.
અત્યાર સુધી શું કહ્યું? જરા ફરીથી. અહાહા..! નિત્ય, ધ્રુવ, શુદ્ધચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે. ત્રિકાળી દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ એ તેનો સહજ ત્રિકાળ અકૃત્રિમ સ્વભાવ છે. તથા તેમાં એક કારણદષ્ટિ એટલે કે ત્રિકાળ શક્તિરૂપ એક શ્રદ્ધાનો સ્વભાવ છે. અહા ! આવો ભગવાન આત્મા કારણસમયસાર અર્થાત્ કારણપરમાત્મા છે. ભાઈ, આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઇત્યાદિ તો પર છે, ભગવાન આત્માથી અત્યંત ભિન્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com