________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૩
ગાથા-૧૩]
સામાન્યરૂપ છે. ગજબ વાતુ છે ભાઈ! પણ અરે! એને આનો કાંઈ અભ્યાસ ન મળે, ને ઊંધાનો ઊંડો અભ્યાસ છે! પણ બાપુ! આ સમજ્યા વિના આંખ મીંચાશે તો ક્યાંય તું ચોરાસીના અવતારમાં ચાલ્યો જઈશ ને ત્યાં કોઈ ધણી-ધોરી પણ નહિ હોય. તેથી કહે છે-પ્રભુ! તું ચૈતન્યસામાન્યસ્વરૂપ ત્રિકાળ છો, તો તેના શરણમાં જા, તેનો આશ્રય કર, તેમાં એકાગ્ર થા. બસ, આ એક જ સુખનો ઉપાય છે. બાકી બીજો કોઈ સુખનો ઉપાય નથી, ને બીજે ક્યાંય સુખ મળે એમ નથી. સમજાણું કાંઈ ?
કહે છે-તું જ તારો ધણી-ધોરી, ને તારું નિજ ઘર અંદરમાં છે ને પ્રભુ! અહાહા..! અંદરમાં એક સમયની પર્યાયથી પાર સામાન્ય... સામાન્ય એવા પરમચૈતન્યસ્વરૂપે તું બિરાજે છે ને પ્રભુ? અહા! આવું નિજ ઘર છે તો ત્યાં અંદરમાં જા. તેથી તું પરમ સુખી થઈશ. અહો! આવી અલૌકિક વાતુ છે!
હવે કહે છે– જે અકૃત્રિમ પરમ સ્વ-સ્વરૂપમાં અવિચળસ્થિતિમય શુદ્ધચારિત્રસ્વરૂપ છે,...’
જુઓ, ચારિત્ર પણ સાથે નાખ્યું છે. અહાહા...! કેવી છે અંદરની ચીજ? કે અકૃત્રિમ અર્થાત્ જેમાં નવું કાંઈ કરવું નથી એવા નિજ ચૈતન્યસ્વરૂપમાં અવિચળસ્થિતિમય શુદ્ધચારિત્રસ્વરૂપ છે. અહા! આ વર્તમાન ચારિત્રપર્યાયની વાત નથી. એ તો નવી થાય છે. આ તો નિજ સ્વરૂપમાં સદાય સ્થિત ૫૨મ શુદ્ધ ચારિત્રસ્વભાવની વાત છે. અહા ! વર્તમાનમાં શુદ્ધ ચારિત્રની વીતરાગી દશા જે પ્રગટ થાય એનું મૂળ કારણ સ્વ-સ્વરૂપસ્થિત જે અવિચલ સ્વભાવ છે તેની આ વાત છે.
અહા! બહારની જે ક્રિયા છે તે ચારિત્ર નથી, અને પુણ્ય-પાપના ભાવ પણ ચારિત્રથી વિપરીત દશાનો ભાવ હોવાથી ચારિત્ર નથી. પરંતુ જે પરમ વીતરાગી દશા પ્રગટ થાય તે ચારિત્ર છે, અને એ શુદ્ધ ચારિત્રની પર્યાયનું મૂળ કારણ, ત્રિકાળમાં જે શુદ્ધ અવિચળસ્થિતિરૂપ ચારિત્રનો સ્વભાવ છે તે છે. એટલે કે આ પરમ શુદ્ધચારિત્રસ્વભાવના અવલંબને ચારિત્ર-વીતરાગી દશા પ્રગટ થાય છે. લ્યો, ત્રિલોકીનાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ ૫રમાત્માના જ્ઞાનમાં આમ આવ્યું છે; અને ઇન્દ્રો ને ગણધરોની ઉપસ્થિતિમાં ૫રમાત્મા આમ વર્ણન કરતાહતા. અહા! અર્ધલોકના સ્વામી દેવો પણ તેમની પાસે આ સાંભળતા હતા, અને તેમની સાથે અમે પણ ધર્મસભામાં સાંભળતાં હતા. (તાળીઓ )
અહા ! પહેલાં દર્શન, જ્ઞાન-ઉપયોગ ને સ્વરૂપસ્થિત શ્રદ્ધાભાવ કહ્યો, ને હવે ભગવાન આત્મામાં અકૃત્રિમ ૫૨મસ્વરૂપસ્થિત અવિચળ શુદ્ધચારિત્રનો ભાવ ભર્યો પડયો છે એમ કહે છે. અહાહા... ! ભગવાન! તું ત્રિકાળ શુદ્ધ પરમવીતરાગસ્વભાવી આત્મા-પરમાત્મા છો. વીતરાગભાવ વર્તમાન પ્રગટ થાય એ તો પર્યાયની વાત છે. અહીં તો અંદર ત્રિકાળ વીતરાગસ્વભાવી વસ્તુ આત્મા છે એની વાત છે. અહાહા..! ભગવાન આત્મા સદાય જિનબિંબસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે. પણ આવો મહાન હું છું એમ એને કેમ બેસે ? નાની નાની વાતમાં વેચાઈ જાય-એક સિગારેટ-બીડીમાં રાજી થઈ જાય એવાં જેનાં
અપલકખણ તેને હવે આવી વાત ગળે કેમ ઉતરે? પણ બાપુ! આ વિના તારા આરા નહિ આવે હોં. એટલે તો આ સાદી ભાષામાં કહેવાય છે. ભલે તત્ત્વ છે સૂક્ષ્મ, ઊંડું પણ સાદી ભાષામાં અહીં કહેવાય છે, તો ન સમજાય એ વાત જવા
પ્રભુ !
અરે ! ભગવાન ! તારામાં શક્તિરૂપ જેમ ત્રિકાળી દર્શન-ઉપયોગ ને ત્રિકાળી સહજ શ્રદ્ધાભાવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com