________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨
[નિયમસાર પ્રવચન (પર્યાયરૂપ થતો નથી) એવો છે એમ કહે છે. આવું ઝીણું છે ભાઈ ! અહા ! જેને હજી નિજસ્વભાવનીનિજનિધિની ખબર પણ નથી તે અંતરનો વેપાર કરે ક્યારે અને ક્યારે સુખના પંથે જાય?
વળી, કહે છે-“જે કારણસમયસારસ્વરૂપ છે.'
અહા ! આ તો શબ્દો જ બધા સાવ અજાણ્યા ને ગ્રીક-લેટિન જેવા લાગે; કેમકે એને ( આત્માને ) પગથિયે એ કદી આવ્યો જ નથી. અહાહા...! શું કહે છે? કે ભગવાન આત્માનો ત્રિકાળ શક્તિરૂપ જે શ્રદ્ધા, જ્ઞાન ને દર્શનનો સ્વભાવ છે તે કારણસમયસારસ્વરૂપ છે. એટલે શું? કે પૂર્ણ શાન્તિ ને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ સુખના કારણસ્વરૂપ એવા ભગવાન આત્માનો એ ત્રિકાળી ભાવ છે. માટે સુખ જોઈતું હોય તો ત્યાં એકાગ્ર થતા પ્રાપ્ત થાય એમ છે, બાકી સુખનું કારણ ક્યાંય બહારમાં નથી, બહારની ચીજમાંથી સુખ મળે એમ નથી. અહા! અંતરમાં જે શ્રદ્ધા, જ્ઞાન, દર્શન, આનંદનો કારણ સમયસારસ્વરૂપ નિજસ્વભાવ છે તેના આશ્રય સિવાય સખનો કોઈ બીજો મારગ ભગવાને જોયો નથી, અને છે પણ નહિ.
હવે કહે છે-“નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવસત્તામાત્ર છે...”
અહાહા.! આમાં તો બધી ભાષા જ નવી છે. કહે છે-અંદર ભગવાન આત્મામાં જે જ્ઞાન અને કારણદષ્ટિ એવો દર્શન ને શ્રદ્ધાનો ત્રિકાળી સ્વભાવ છે તે આવરણરહિત નિરાવરણ છે. અહા ! આવરણ તો પર્યાયમાં હોય, પણ પર્યાયનિરપેક્ષ ત્રિકાળી સ્વભાવને આવરણ શું? ત્રિકાળી સ્વભાવને આવરણ હોય નહિ.
વળી, જાણવું, દેખવું ને શ્રદ્ધવું-એવો જે સ્વરૂપસ્થિત ત્રિકાળી નિજ સ્વભાવ છે તેના સત્તામાત્ર-હોવાપણામાત્ર નિજ વસ્તુ છે. લ્યો, આ કારણદષ્ટિના અર્થાત્ દર્શન ને શ્રદ્ધારૂપ ત્રિકાળી ભાવના હોવામાત્રપણે વસ્તુ છે. ભારે વાતુ ભાઈ ! હવે હુજી પાપથી નિવૃત્તિ ન હોય ને પુણ્યાનાંય કાંઈ ઠેકાણાં ન હોય એને વસ્તુતત્વની આવી સૂક્ષ્મ વાત કરવી? પણ બાપુ! આ સમજ્યા વિના તારા આરા નહિ આવે હોં, એ વિના તું મરી જઈશ તોય (ગમે તેટલા ક્રિયાકાંડ કરીશ તોય) તું દુ:ખી થઈને ચોરાસીમાં રખડી મરીશ. ભાઈ, દયા, દાન, વ્રતાદિ તો તે અનંતવાર કર્યા છે પણ એ કાંઈ ધર્મ નથી. અને રાગની મંદતા કરીને જ્ઞાનના ક્ષયોપશમની અવસ્થા પણ તને અનંતવાર પ્રગટ થઈ છે. પણ એમાં શું છે? એય કાંઈ નથી (આત્માનું સત્ત્વ નથી.) પ્રભુ ! માલ તો બધો અંદર ભર્યો છે. અહા! અંદર સહજ આનંદ, સહુજ દર્શન, સહજ શ્રદ્ધા ને સહજ જ્ઞાનના સ્વભાવનો ભરપુર અનંતો ખજાનો ભર્યો છે. પણ એને કેમ બેસે ?
અહા! બેસે કે ન બેસે, અંદર વસ્તુ છે તે નિજ સ્વભાવસત્તામાત્ર છે. અર્થાત્ અંદર દર્શન, આનંદ ને શ્રદ્ધા-એવો જે ત્રિકાળી સ્વભાવ છે તે સ્વભાવના હોવાપણામાત્ર એ વસ્તુ છે. બહુ ઝીણું ભાઈ ! પણ વસ્તુ તો એણે સમજવી પડશે ને?
વળી, કહે છે-“જે પરમચૈતન્યસામાન્યરૂપ છે...'
શું કહે છે? કે આત્મામાં સામાન્ય..સામાન્ય....સામાન્ય-એવો સદાય એકરૂપ જે દર્શન, જ્ઞાનનો ઉપયોગ ને શ્રદ્ધાનો ભાવ છે તે પરમચૈતન્યનું સામાન્યસ્વરૂપ છે. મતલબ કે વિશેષ-અવસ્થા એ તેનું સ્વરૂપ નથી. અહા! સદા એકસદશ રહે એવું એનું ત્રિકાળ ચૈતન્ય...ચૈતન્ય...ચૈતન્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com