________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૩]
૨૦૧
હતું, તે પણ દુ:ખી હતો. અહા! આવી સાહ્યબીવાળો ને હીરાના ઢોલીએ સુનારો પણ મરીને સાતમી નરકની પીડામાં ગયો. ગજબ વાત બાપા! તને તારી ઊંધાઈની ને સવળાઈની પણ ખબર નથી.
અહા! એ બ્રહ્મદત્તનું આયુષ્ય ૭૦૦ વર્ષનું હતું. તો, તે ૭૦૦ વર્ષના જેટલા શ્વાસ થયા તે એકએક શ્વાસના માનેલા સુખના ફળમાં-માનેલું સુખ હોં, બાકી સુખ ક્યાં હતું? ધૂળમાંય સુખ નહોતું. અહા! એવા માનેલા સુખના ફળમાં ૧૧, ૫૬, ૯૨૫ પલ્યોપમનું સાતમી નરકનું અત્યારે દુઃખ ભોગવે છે. એક પલ્યોપમના અસંખ્યમા ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય છે. ગજબ વાત છે! અરે ! છતાં તું પૈસામાં, ને બંગલામાં ને સ્ત્રીના ભોગમાં સ્વર્ગનું સુખ માને છે! મૂઢ છો ને? ભગવાન તને ખબર નથી હોં! અરે, તું ક્યાં છો ને ક્યાં જા છો એની તને ખબર નથી. અરે! એણે ઊંચું માથું કરીને કદી જોયું નથી !
પ્રશ્ન: પણ અત્યારે તો દુઃખ લાગતું નથી ?
સમાધાન: હા, લાગતું નથી, કેમકે એને અજ્ઞાનપણું છે એટલે બેભાનપણામાં ( અજ્ઞાનપણામાં ) કાંઈ ખબર નથી. એ તો ચુડાના સર્પનો દાખલો નહોતો આપ્યો? ચુડામાં એક કંદોઈ તેલના તાવડામાં કાંઈક તળતો હતો. ત્યાં તેનો ધુમાડો લાગ્યો એટલે છાપા ઉપર કોઈ સર્પ નીકળ્યો હશે તે નીચે અડધો તાવડામાં ને અડધો બહાર પડયો. હવે જેવો તેને તાવેથાથી બહાર કાઢયો તેવો જ ભાન ન રહ્યું એટલે ચૂલામાં ચાલ્યો ગયો, ને તેની રાખ થઈ ગઈ. તેમ અજ્ઞાની દુઃખમાં તો છે જ, પણ ભાન વિનાનો હોવાથી પાછો દુ:ખની ચૂલમાં જાય છે. નિજ સ્વરૂપની ખબર વિના બધું દુ:ખ જ દુ:ખ છે.
અહીં કહે છે-આત્મા ઔયિકભાવને ગમ્ય નથી. તેમ જ ઔપશમિકભાવના આશ્રયે પણ તે ગમ્ય
નથી, અર્થાત્ ધર્મની પર્યાયનો આશ્રય કરવા જાય તો આ ત્રિકાળી આત્મવસ્તુ ગમ્ય ન થાય. ચાર ભાવોને અગોચર છે એમ કહ્યું ને? તો, ઔયિક, ઔપમિક, ક્ષાયોપશમિક, ને ક્ષાયિક-એમ ચાર ભાવ છે. તેમાં એક ઔદિયકભાવ વિકા૨ી પર્યાય છે, ને બીજા ત્રણ ભાવ નિર્વિકારી પર્યાય છે. અહા ! એનો આશ્રય કરતાં, કહે છે, સ્વભાવસ્થિત આ કારણશ્રદ્ધા ને કારણ-ઉપયોગ દૃષ્ટિમાં આવતો નથી; તેની સત્તાનો સ્વીકાર થઈ શકતો નથી.
હવે આ આત્માની નિધિ શું છે તે કહે છે:
કે-‘કારણદર્દષ્ટિ તો સદા પાવનરૂપ અને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ પરભાવોને અગોચર એવો સહજ-૫૨મપારિણામિકભાવરૂપ જેનો સ્વભાવ છે,...’
અહા! ભગવાન ! અંદર નિધિરૂપ જે કારણદર્શન અને સહજ કારણશ્રદ્ધાનો ત્રિકાળી ભાવ છે તે સહજ-૫૨મારિણામિકભાવરૂપ સ્વભાવ છે કે જેને વર્તમાન પર્યાયની અપેક્ષા નથી. અહા! વર્તમાન જે અવસ્થા છે તેનાથી નિરપેક્ષ એ પરમભાવ છે.
પ્રશ્ન: આમાં શું સમજવું ?
સમાધાનઃ ભાઈ! તું ત્રિકાળી છો કે નહીં? કે નવો થયો છો? ત્રિકાળી છો ને પ્રભુ! તો, તારો જે સ્વભાવ છે અર્થાત્ અંતરમાં આત્માનો જે ત્રિકાળી દર્શનોપયોગ, ત્રિકાળી જ્ઞાનોપયોગ ને ત્રિકાળી શ્રદ્ધામાત્ર સ્વરૂપ છે તે પરમસ્વભાવભાવે રહેલ છે, અને તે પર્યાયમાં આવતો નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com