________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO
[ નિયમસાર પ્રવચન અંતરસ્વભાવની આ વસ્તુ ગમ્ય નથી. એટલે કે એક સમયની જે નિર્મળ ધર્મની દશા છે તે ધર્મદશાના આશ્રયે પણ કારણદષ્ટિમય સ્વભાવ ગમ્ય નથી. અહા ! આમાં આવું આવ્યું છે! પણ એ તો જે હોય તે જ આવે ને? કૂવામાં હોય તે અવેડામાં આવે ને? તેમ અંદર માલ હોય તે બહાર આવે ને? તને બેસે કે ન બેસે, મારગ તો આ છે ભગવાન!
અરે ભગવાન! તને તારી કરુણા નથી! આત્માને તે અનંતકાળથી મારી નાખ્યો છે! આ પુણપાપના ભાવ મારા છે, ને પુણ્યભાવ ભલો છે, ને આ બધું મારું છે–એમ માનીને તે પોતાના આત્માનો ઈન્કાર કરીને તેને હણી નાખ્યો છે. અહા ! એ તે પોતાની મહા હિંસા કરી છે.
ક્યારે? હમણાં જ તો. ક્યારે એટલે શું આ કોઈ બીજા સમયની વાત છે? પ્રશ્ન: એણે શું એક વાર કે વધારે વાર હિંસા કરી છે?
સમાધાન: અનંતવાર કરી છે, ને અત્યારે પણ કરે છે. હિંસા ચાલુ જ છે. પૈસા મારા છે. ને શરીર મારું છે-એમ જ્યાં લગી માને ત્યાં લગી એ મૂઢ આત્માનો હિંસા કરનારો મહા હિંસક જ છે.
પ્રશ્નઃ પણ આ બાગ-બંગલામાં તો એને સ્વર્ગ જેવું સુખ છે?
સમાધાનઃ ધૂળ સુખ છે? નરકના દુઃખ છે, સાંભળને હવે! ધર્મી સાધારણ ઝૂંપડામાં રહેતો હોય તો અજ્ઞાની એમ માને કે તે દુઃખી છે, ને અમે બાગ-બંગલામાં સુખી છીએ; પણ ભાઈ ! તું દુઃખના દરિયામાં ડૂબેલો છો. અહા ! ખડના કૂબામાં રહેતો હોય, ને માંડ રોટલા-આજીવિકા મળતી હોય તો પણ અંદર હું આનંદનું ધામ છું એમ જેની અંતર્દષ્ટિ થઈ છે તે ત્યાં પણ સુખી છે. નિજ સુખધામમાં જેની અંતર્દષ્ટિ છે તે સુખી છે ને બહારમાં જેની દષ્ટિ છે તે કરોડોના બંગલામાંય દુઃખી છે. બંગલો તો જડનો છે, તેમાં સુખ ક્યાંથી આવ્યું? અહા! અજ્ઞાની મહેલોમાં રહે તોય દુઃખી છે, ને જ્ઞાની નરકના સંજોગમાં હોય તોય સુખી છે.
અહા ! નીચે સાત નરક છે. તે દરેકમાં આ જીવ અનંતવાર જઈ આવ્યો છે. અને હજુ પણ જ્યાં સુધી મિથ્યાત્વભાવ છે ત્યાં સુધી નરકના અનંતા ભાવ કરે એવી એનામાં તાકાત છે. તો, કોઈ સાતમી નરકનો નારકી સમકિતી પણ હોય છે અને તે નરકના સંજોગમાં પણ સુખી છે. એમ તો ત્યાં રૌવ-રીવ પીડા છે. આ બધું છે હોં. આ કાંઈ એમ ને એમ માની લેવાની વાત નથી. અહા ! ભગવાન કેવળીએ જે કહ્યું છે તે બધું યુક્તિથી, તર્કથી-લોજિકથી સિદ્ધ થઈ શકે છે. તો, એ સાતમી નરકના નારકીને ખાવાને દાણો નથી, પીવાનું પાણી નથી, ને ભૂખ-તરસ પારાવાર અનંતી છે. વળી રહેવા ઘર નથી, પહેરવા
ઓઢવા કપડું નથી, અને શરીરમાં સોળ-સોળ રોગ છે. અહા ! પીડાનો કાંઈ પાર નથી એવી નરકભૂમિ છે. છતાં પણ કોઈ જીવે અંતરમાં આ હું આનંદસ્વરૂપી ચિમૂર્તિ ભગવાન છું એવી અંતર્દષ્ટિ કરીને જો મિથ્યાત્વનો નાશ કર્યો છે તો, એવો સાતમી નરકનો સમકિતી નારકી પણ સુખી છે. સમજાણું કાંઈ?
અહા! અહીં તો જગતથી સાવ જુદી જ સુખ-દુઃખની વ્યાખ્યા છે. અહા ! સમકિતી જ્ઞાની જ્યાં હોય ત્યાં સુખી છે, ને મૂઢ અજ્ઞાની જ્યાં હોય ત્યાં દુઃખી જ છે. સાતમી નરકનો સમકિતી નારકી સુખી છે, જ્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તી કે જેને ૯૬ હજાર રાણીઓ હતી ને ૯૬ કરોડનું પાયદળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com