________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૩]
વર્તમાન જાણવાનો જે ક્ષયોપશમ છે, જ્ઞાનની વર્તમાન દશા-પ્રગટ અંશ છે એય ત્રિકાળી આત્મવસ્તુમાં નથી. ભાઈ, આ તારા ત્રિકાળી સ્વરૂપમાં તારી પર્યાય પણ નથી એમ અહીં કહે છે. અહા! ગજબ વાત કરી છે. જુઓ અંદર (પાઠમાં) આવો ભાવ છે કે નહિ? અહા! હવે જગતને આ આકરું કામ લાગે છે, પણ શું થાય ? ભાઈ ! આ જ વસ્તુ-સ્થિતિ છે.
૧૯૯
પ્રશ્નઃ તો શું આવું સમજવું પડશે ?
સમાધાનઃ હા, સમજવું પડશે, કેમકે આ સમજ્યા વિના એ સુખી નહિ થાય, અને દુઃખી થઈને ૮૪ ના અવતારમાં ક્યાંય રઝળી મરશે. અહા! જેમ વંટોળિયે ચઢેલું તણખલું ક્યાં જઈને પડશે એ નક્કી નહિ, તેમ આ સમજ્યા વિના એ ૮૪ના અવતારમાં કયાં રઝળી મરશે એ નક્કી નહિ. અહા ! પોતે આત્મા શું ચીજ છે એનું ભાન કર્યા વિના, સમ્યગ્દર્શન-જ્ઞાન વિના એણે બધી પરની માંડી છે, પણ આ આંખ મીંચાશે ત્યારે એ ચોરાસીના અવતારમાં-ચાર ગતિમાં ક્યાંય રઝળી મરશે. ત્યાં અહીં આવ-એમ આવકા૨ દેનારા કોઈ સગા નહિ હોય બાપુ !
અહા ! ભગવાન! તું અનાદિથી રઝળી–૨ખડી મર્યો છો, તો આ કારણષ્ટિની વાત બહુ શાંતિથી સમજવી બાપુ! એ સિવાય આ બધા કરોડપતિ ને અબજોપતિ છે તેય બિચારા દુઃખી છે. સંસારમાં તો બધા દુઃખના પંથમાં જ પડેલા છે.
પ્રશ્ન: પણ દુનિયા તેમને સુખી કહે છે?
સમાધાનઃ મૂર્ખ-પાગલ હોય તે ગમે તે કહે, બહારમાં તો બધે હોળી–દુ:ખ જ છે. એક આત્મામાં જ સુખ ને આનંદ છે, પણ એની એને ખબર નથી, ને જ્યાં આનંદ નથી ત્યાં આનંદ માને છે. એની મૂર્ખાઈનો કાંઈ પાર છે?
અહા ! કહે છે-આત્મામાં એક દર્શન ઉપયોગ-દેખવાના વેપારરૂપ શક્તિ ત્રિકાળ છે, અને એક સમ્યગ્દર્શન થવાના કારણરૂપ એવી સ્વરૂપશ્રદ્ધા ત્રિકાળ વિધમાન છે, અને તે સદા પાવનરૂપ એટલે કે પવિત્ર છે. વળી તે ઔદયિકાદિ ચા૨ વિભાવસ્વભાવ ૫૨ભાવોને અગોચર છે. આ ઝીણું આવ્યું !
શું કહે છે? કે અંતરસ્વરૂપમાં દર્શન ઉપયોગ ને સ્વરૂપશ્રદ્ધાનો જે ત્રિકાળી સ્વભાવ છે તે પોતાની નિત્ય ચીજ છે, અને તે રાગ-દ્વેષ ને પુણ્ય-પાપના ભાવથી ગમ્ય નથી, અર્થાત્ એનાથી તે પ્રાપ્ત થતી નથી. અહા! અહીં ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ લીધા છે ને? તેમાં પહેલો ઔદિયકભાવ લીધો છે. તો દયા-દાન, વ્રત, પૂજા, ભક્તિ ને કામ-ક્રોધાદિરૂપ જે પુણ્ય-પાપના ભાવ છે તે બધાને ઔદિયકભાવ કહે છે. કેમકે તેઓ ત્રિકાળીમાં ( આત્મસ્વરૂપમાં) નથી, અને નવા વિકારીભાવપણે ઉત્પન્ન થયા છે, માટે તેને ઔયિકભાવ કહે છે. અહા! આ ઔદિયકભાવને કારણદષ્ટિ ગમ્ય નથી. કારણ-ઉપયોગ ને કારણદિષ્ટ એવો જે આત્માનો સ્વભાવ છે તે શુભાશુભ રાગથી ગમ્ય નથી. ભારે આકરું કામ બાપા! શુભરાગથી-પ્રશસ્તરાગથી ધર્મ થાય એમ કેટલાક કહે છે ને? અહીં કહે છે-પ્રશસ્તરાગથી અંદર કારણદષ્ટિમય જે સ્વભાવ છે તે જણાય એવો નથી. ભાઈ, સુખનો મારગ તો અંતરમાં છે, ને તે કાંઈ શુભ કે અશુભ રાગથી પ્રાપ્ત થાય એમ નથી. આવી વાતુ છે!
હવે એક ધર્મરૂપ ઔપશ્િમક ભાવ થાય છે. તે ઔપમિક ભાવના આશ્રયે પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com