________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
[નિયમસાર પ્રવચન મિથ્યાત્વ-૮૪ના અવતારનું મૂળિયું છે. અરે ભગવાન! તું શું કરે છે? એ પરનું કાર્ય થાય તેને હું કરું છું એવું તારું અભિમાન એ શું છે (કવો મિથ્યાભાવ છે) એની તને ખબર નથી.
સાંભળ, બાપુ! સાંભળ. અહીં કહે છે–અંદર ભગવાન આત્મા છે તે અતિ-સત્તા છે ને? ત્રિકાળ હોવાપણાવાળો પદાર્થ છે ને? તો તે હોવાવાળા પદાર્થમાં શું છે? કે સહજ દર્શન-દેખવું છે, સહજ જ્ઞાનજાણવું છે, સહજ શ્રદ્ધા-ત્રિકાળી સ્વરૂપસ્થિતિ શ્રદ્ધા છે. અહાહા..! આવો દર્શનોપયોગ, જ્ઞાનોપયોગ ને શ્રદ્ધા તારામાં ત્રિકાળ કારણપણે પડ્યાં છે. તે તારા કાર્યરૂપ સુખનાં કારણ છે. ભારે આકરું કામ ભાઈ ! હવે કોઈ દિ' આ સાંભળ્યું નહિ હોય ? બિચારો સુખને માટે બહાર ઝાવાં નાખે ને એકલાં પાપનાં કામ કર્યા કરે, ત્યાં હવે સાંભળવાની નવરાશ ક્યાંથી મળે ?
ભગવાન! તારા આત્મામાં, તારા સ્વરૂપમાં, તારા ભાવમાં, તારી શક્તિમાં અંદર એક જ્ઞાનઉપયોગ. એક દર્શન-ઉપયોગ ને એક સ્વરૂપશ્રદ્ધા કારણપણે -શક્તિપણે ત્રિકાળ પડેલાં છે. અહા ! આ અમૃત છે. ભાઈ, આ સિવાય બહારમાં ઘણા દાન ને તપ કર્યા હોય તો પણ એમાં ધૂળેય ધર્મ નથી.
અહા! આ શરીર તો જડ રજકણ, માટી–ધૂળ, અજીવ છે; તે કાંઈ આત્મા નથી, અને આત્માનું થઈને રહેલ નથી. આત્મા અરૂપી, ને એ જડ રૂપી–બંનેને કોઈ મેળ જ નથી. તો ત્રણે કાળ આત્માનું શું થઈને રહેલ છે? તો, કહે છે ભગવાન! તું વસ્તુ આત્મા સત્તારૂપ છો તો તારી સત્તામાં-અસ્તિત્વમાં, તારા હોવાપણામાં કાયમી જ્ઞાન-ઉપયોગ, કાયમી દર્શન-ઉપયોગ અને કાયમી શ્રદ્ધા-કારણદષ્ટિ ત્રિકાળ રહેલાં છે, અને તે તારાં અક્ષય નિધાન-પૂજી-લક્ષ્મી છે. અહા ! આવું ઝીણું આવ્યું છે! પણ એ તો ભાઈ ! અંદર જે હોય તે જ આવે ને?
ભાઈ, આ પૈસા ને સ્ત્રી વગેરે મારાં છે એમ બહાર બધે બાચકાં ભરે છે પણ, એ તો ધૂમાડાનાં બાચકાં પ્રભુ! એમાં તારે હાથ કાંઈ ન આવે. અહા ! જે ચીજ પર છે, જે ચીજ તારામાં નથી, અને જે ચીજ તારી થઈને રહી નથી, હવે તે ચીજ મારી છે એમ હું માને એ તો નરી મૂઢતા છે, પાખંડ છે, અનંત સંસારમાં રખડવાનું એ બીજડું છે. ભાઈ, આ ત્રિલોકીનાથ તીર્થંકરદેવે કહેલું છે, ને ન્યાયથી સમજવા માગે તો સમજાય એવું છે.
અહા! આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, કર્મ, સ્ત્રી-કુટુંબ વગેરે વસ્તુ તો પરમાં રહી છે, એ કાંઈ તારી થઈને તારામાં આવી નથી. છતાં એને તું પોતાની માને એ મહા વિપરીતતા છે, ચોરી છે, મિથ્યાત્વ ને મૂઢતા છે. અહા! એ પરવસ્તુ તો તારામાં નથી, પણ આ જે પુણ્ય-પાપની વૃત્તિના વિકલ્પો ઊઠે છે તેય ખરેખર તારી ચીજ નથી. એ તો આસ્રવ તત્ત્વ બાપુ! તને દુઃખદાયક છે, અને તે અજ્ઞાનવશ નવા ઊભા થયેલા છે. તે તારી વસ્તુમાં-ત્રિકાળી આત્મવસ્તુમાં ક્યાં છે?
અહા! તેની ત્રિકાળી આત્મવસ્તુમાં, જે વર્તમાન દશા છે તેય નથી. શું કીધું એ?
અહાહા..! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યવહુ ત્રિકાળ અનાદિ-અનંત સત્તાસ્વરૂપ છે. એ અનાદિ છે; છે, છે ને છે. શું તે નવો થાય છે? શું કોઈ નવી ચીજ ઉત્પન્ન થાય? અને જે ચીજ છે તેનો શું નાશ થાય? ના, તો જે ચીજ-આત્મા છે તે ત્રિકાળ છે. અહા ! એ ત્રિકાળી અનાદિ-અનંત વસ્તુમાં પરવસ્તુ ને ક્ષણિક પુણ્ય-પાપના વિકલ્પોનું હોવાપણું તો દૂર રહો, એનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com