________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૩]
૧૯૭ ઉત્તરઃ બેખબરો અર્થાત્ ભાન વિનાનો. પોતાના સ્વરૂપના ભાન વિના એ ચતુર્ગતિમાં રખડે છે. અહા! ભગવાન ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ તીર્થંકર પરમાત્માની-કે જેમણે એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોકને જોયા છે તેમની–વાણીમાં સંસારદશાનું આવું વર્ણન આવ્યું છે અને અહીં તેમની વાણીમાં મોક્ષમાર્ગનું-સુખના પંથનું-વર્ણન કેવું આવ્યું હતું તે કહે છે.
તો, એને સુખ કેમ થાય એની વાત ચાલે છે. અધિકાર જરા ઝીણો-સૂક્ષ્મ છે એટલે હળવે હળવે કહીએ છીએ તો જરા ધીરજથી ને શાંતિથી સમજવું. આ બધું કોઈ દિ' એણે અંતરથી સાંભળ્યું નથી એટલે આમાં નવાઈ (નવું) લાગશે. પણ ભાઈ, ન્યાલ થવાના રસ્તા આ છે, બહારમાં નથી. બહારમાં તો ધમાધમ-દુ:ખી થવાના વિકલ્પો ને સંકલ્પો છે. તો, કહે છે-“કારણદષ્ટિ તો....'
પ્રશ્ન: ભગવાન જાણે કારણદષ્ટિ કોને કહેવી ?
સમાધાન: ભાઈ, ભગવાન તો જાણે જ છે. પણ આ તો અહીં તને જણાવે છે. ભગવાન! તું આત્મા છો, અને તારા સ્વરૂપમાં એક કારણદર્શનોપયોગ છે, અને એક કારણ શ્રદ્ધા છે, અર્થાત્ કારણદર્શનરૂપ અને કારણ શ્રદ્ધારૂપ એવી શક્તિ ત્રિકાળ તારામાં વિદ્યમાન છે.
પ્રશ્નઃ તું કોનું કારણ છે?
સમાધાન અહા! તે વર્તમાન સુખના કાર્યનું કારણ છે. અહા ! આવા તારા કાર્યના કારણરૂપ ત્રિકાળી શ્રદ્ધા ને દર્શન તારામાં નિત્ય સ્થિત-રહેલાં છે. અને તે, અહીં કહે છે, સદા પાવનરૂપ છે, નિત્ય પવિત્ર છે. ભગવાન આત્મામાં આનંદનું-સુખનું કારણ એવો દર્શનોપયોગ અને એવી કારણદષ્ટિ-શ્રદ્ધા ત્રિકાળ સ્થિત છે અને તે સદાય પવિત્ર છે. હવે અજાણ્યા માણસને તો આ ગ્રીક અને લેટિન જેવું લાગે. એમ કે આ શું હશે? કોણ જાણે શું આવો આત્મા હશે?
અરે ભાઈ ! તું કોણ છો ને કેવડો છો તેની તને ખબર નથી. નિજ તત્ત્વ શું છે? ને નિજ તત્ત્વના સ્વભાવની સ્થિતિ શું છે? તેની ખબર વિના જ્યાં તું નથી ત્યાં પોતાને હોવાપણે માને છે, ને જ્યાં તું છે ત્યાં પોતાની અતિ માનતો નથી. અહા! આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, સ્ત્રી-પરિવાર ને ધન-સંપત્તિ ઇત્યાદિમાં ભગવાન! તું નથી, ને તારામાં એ ચીજ નથી. તેમ પુણ્ય-પાપના વિકલ્પમાં-દયા, દાન, હિંસા, વિષયવાસના ન રળવાના ભાવ થાય છે તેમાંતું નથી, અને એ ભાવો તારામાં નથી. અહાહા! આ ભારે વાતો છે ભગવાન! ભાઈ, અહીં તો આત્માને ભગવાન તરીકે ન બોલાવે છે હોં, કેમકે એના સ્વરૂપમાં ‘ભગ’ નામ જ્ઞાનાનંદસ્વભાવની ને દર્શન-જ્ઞાનસ્વભાવની અનંતી લક્ષ્મી પડી છે. અહીં ! લક્ષ્મી એટલે
આ ધૂળ-પૈસા નહિ હોં. એ ધૂળ-પૈસા તો જડ છે, માટી છે, ને એ ઝેરનાં-દુ:ખનાં નિમિત્ત છે. જ્યારે આ નિજ સ્વરૂપમાં સ્થિત જ્ઞાન, દર્શન ને શ્રદ્ધાની લક્ષ્મી તો તારા સુખના કાર્યના કારણપણે નિત્ય સ્થિત છે. અહા! તેનો આશ્રય લેતાં જ વર્તમાન સુખનું કાર્ય પ્રગટ થાય છે. સમજાણું કાંઈ ?
અહા! આવું ભારે આકરું લાગે એટલે કાંઈક પાળવાનું, ને દાન દેવાનું કહો જેથી ધર્મ થાય એમ અજ્ઞાની કહે છે. પણ ભાઈ, એમાં ધૂળમાંય ધર્મ ન થાય સાંભળને કેમકે એ પૈસા-બે-પાંચ કરોડ રૂપિયા
ક્યાં તારા છે? એ તો જડના છે. અહા ! એ જડ મારા છે એવી તારી માન્યતા જ મિથ્યા ભ્રમ અને અજ્ઞાન છે. વળી, હું પૈસાને દાનમાં દઉં છું એમ તેનો સ્વામી તું થા એય મહા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com