________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૫
ગાથા-૧૩]
ક્ષાયોપમિકભાવ હોય તોય તેના આશ્રયે આત્મા ગમ્ય નથી એમ કહે છે. ક્ષાયિકભાવ એટલે ક્ષાયિક સમકિત, જ્ઞાન, દર્શન આદિની પૂર્ણ અવસ્થા-પર્યાય. તો, આવી જે ક્ષાયિદશા થાય છે તેના આશ્રયે પણ આત્મા ગમ્ય નથી. અહા ! એ પરમસ્વભાવમય એવો આત્મા તો તેના પોતાના આશ્રયે જ જણાય તેવો છે.
ત્યારે કોઈ કહે છે-શું આવો માર્ગ? આવો ધર્મ? આમાં છકાયની દયા પાળવી, વ્રત પાળવાં, બ્રહ્મચર્ય પાળવું, સામાયિક કરવી, પ્રૌષધ કરવું ઇત્યાદિ ધર્મ જેને કહે છે એની વાત તો આવી નહીં ?
ભાઈ, એ તો બધી વિકલ્પની વાતો પ્રભુ! એ બધી મંદ રાગની ક્રિયાઓની વાતો છે. એ તો ઔદિયકભાવરૂપ છે, એનાથી કાંઈ આત્મા જણાય નહીં. માટે એ કાંઈ ધર્મની ક્રિયા છે એમ નથી. અહા! ઔદિયાદ ચા૨ ભાવો વિભાવસ્વભાવ ૫૨ભાવો છે. તેમના આશ્રયે આત્મા જણાતો નથી. જુઓ, આ ફૂટનોટમાં શું વાત છે? કે
‘એક સહજપરમપારિણામિક ભાવને જ સદા પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો છે. ચાર વિભાવભાવોનો આશ્રય કરવાથી પરમપારિણામિકભાવનો આશ્રય થતો નથી. પરમપારિણામિકભાવનો આશ્રય કરવાથી જ સમ્યક્ત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે.’
અહાહા....! ત્રિકાળી ધ્રુવ સહજ એક પરમપારિણામિકભાવ જ સદા પવિત્ર એવો નિજ ૫૨મસ્વભાવ છે. અને બાકીના ઔદિયાદ ચાર ભાવો છે તે તો અપેક્ષિત ભાવો છે, અને તેથી વિભાવસ્વભાવ ૫૨ભાવો છે. વળી, તે પર્યાયભાવો છે, ને તેથી તે પર્યાયભાવોનો આશ્રય કરવાથી ધ્રુવ દ્રવ્યનો આશ્રય થતો નથી. અર્થાત્ ધ્રુવ દ્રવ્યસ્વભાવ પર્યાયના આશ્રયે જણાવાયોગ્ય નથી, અગમ્ય છે. અહાહા...! ત્રિકાળી ધ્રુવ આનંદકંદરૂપ એક પરમસ્વભાવરૂપ આત્મા છે, તેનો એકનો જ આશ્રય કરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર, કેવળજ્ઞાન અને મોક્ષ ઇત્યાદિ મોક્ષ પર્યંતની નિર્મળ અવસ્થાઓ થાય છે. પરંતુ ઔયિકાદિ વર્તમાન વર્તતી પર્યાયના આશ્રયે કાંઈ નિર્મળ પર્યાય થતી નથી. અહા! આ ઝીણી વાત છે, ભારે સૂક્ષ્મ !
અહા ! ‘ઔદિયાદિ ચાર વિભાવસ્વભાવ પરભાવોને અગોચર...' એટલે શું? કે વિકારનીઔદિયકની, ઔપશિમકની, ક્ષાયોપમિકની અને ક્ષાયિકની જે ચાર પર્યાયો છે, તે પર્યાયોના આશ્રયે ત્રિકાળીનાં-ધ્રુવ દ્રવ્યનાં દર્શન ન થાય, પણ એનો ત્રિકાળી ધ્રુવ દર્શનમય એવો જે સ્વભાવ છે તેના આશ્રયે તેનું ભાન થાય છે. માટે ત્રિકાળી દ્રવ્યભાવ ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવોને અગોચર છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ ?
અહા! નિયમસાર સિદ્ધાંતશાસ્ત્ર છે. નિયમસારનો અર્થ છે મોક્ષનો માર્ગ. દુઃખના પંથે તો એ અનાદિથી ચઢેલો છે. તો, દુઃખનો નાશ કરીને આત્માની શાન્તિ ને સુખનો માર્ગ કેમ પ્રાપ્ત થાય તેની અહીં વાત છે. અરે! અનંતકાળથી ૮૪ ના અવતારોમાં એણેઅનંતા દુ:ખો સહન કર્યાં છે. અનંતવા૨ એ મનુષ્ય થયો, ને નરકમાં પણ એ અનંતવા૨ ગયો છે. દેવ પણ અનંતવા૨ થયો ને તિર્યંચ પણ અનંતવાર થયો છે.. આત્મા અનાદિનો છે ને? તો મનુષ્યપણાના એણે અનંત ભવ કર્યા છે. ત્યાં અનંતકાળ ગાળ્યો છે તેના કરતાં અસંખ્યગુણો અનંતકાળ નરકમાં ગાળ્યો છે. અહા! નીચે નકગતિ છે ત્યાં તેનો વાસ અનંતકાળનો છે અને દેવમાં પણ એના કરતાં અસંખ્યગુણો અનંતકાળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com