________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
[નિયમસાર પ્રવચન ગુણમાંથી આવી છે કે ક્યાંય અદ્ધરથી આવી છે? એ શ્રદ્ધાની પર્યાય અંદર જે ત્રિકાળી કારણસ્વભાવશ્રદ્ધા છે તેમાંથી આવી છે એમ અહીં કહે છે. તો ભગવાન આત્માનો જે દર્શનોપયોગ–દેખવાનો જે ત્રિકાળી ભાવ છે તેને કારણસ્વભાવદર્શનોપયોગ કહીએ, ને અંદર જે સ્વસ્વરૂપની ત્રિકાળી શ્રદ્ધા છે તેને કારણદષ્ટિ, કારણદર્શન વા કારણ શ્રદ્ધા કહીએ.
પણ અરે! એનામાં જે છે તેની વાત કહેવા છતાં તેને બેસતી નથી અને એનામાં જે નથી તેને મારાં (પોતાનાં) માનીને અજ્ઞાની થઈ રહ્યો છે. અરે, એ બધું આંધળે–બહેરું કૂટે છે; પોતાની કાંઈ ખબર ન મળે તે માને છે કે હું ડાહ્યો છું. અહા! કોઈ સાચે જ સૂતો હોય તો તેને જગાડવામાં કાંઈ કઠિનાઈ–મુશ્કેલી ન પડે, પણ જે જાગતો હોય (ઊંઘવાનો ડોળ કરતો હોય ને ન જાગવું હોય) તેને જગાડવો શી રીતે? તેમ અજ્ઞાની મૂઢ થઈને પડ્યો હોય તેને તો જગાડાય, પણ આ તો મૂઢ છે છતાં માને છે કે હું ડાહ્યો ને હોશિયાર છું. હવે એને શી રીતે સમજાવવો? (પણ ભાઈ ! આ તારો જાગવાનો અવસર છે હોં. )
તો, અહીં કહે છે ત્યાં કારણદષ્ટિ તો, સદા પાવનરૂપ અને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ પરભાવોને અગોચર...'
અહા ! વીતરાગ પરમેશ્વરનું મૂળસ્વરૂપ અને એમણે કહેલા આત્માનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે પ્રભુ! કહે છે-કારણદષ્ટિ અર્થાત્ ત્રિકાળી દર્શનોપયોગ વા ત્રિકાળી શ્રદ્ધા સદા પાવન-પવિત્ર છે અને તે બંને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ પરભાવોને અગોચર છે; અગમ્ય છે. ધીમે ધીમે દરેક શબ્દનો અર્થ થશે હોં બાપુ! આ કાંઈ દુનિયા કલ્પી બેઠી છે એવી ચીજ નથી.
અહા! આત્માનો જે ત્રિકાળી દર્શનોપયોગ છે, ને જે સ્વરૂપસ્થિત ત્રિકાળી શ્રદ્ધા છે તે ઔદયિકાદિ ઔદયિક એટલે? કે પુણ્ય-પાપના વિકલ્પો, અને આ વિકલ્પોથી, કહે છે, ત્રિકાળી દર્શનોપયોગ ને ત્રિકાળી શ્રદ્ધા જણાવાયોગ્ય નથી. અહા ! પુણ્ય-પાપના વિકલ્પથી એ અંતરની ચીજ અગમ્ય છે. અંદર ટીકામાં ઔદયિકાદિ ચાર ભાવ કીધા છે ને? તો, એક ઔદયિકભાવ, બીજો ઔપથમિકભાવ, ત્રીજો ક્ષાયોપથમિકભાવ ને ચોથો ક્ષાયિકભાવ-એમ એ ચાર ભાવ છે અને પાંચમો પારિણામિકભાવ છે. આમ કુલ પાંચ ભાવ છે. તો, અહીં કહે છે-ત્રિકાળી પરમ પારિણામિકભાવરૂપ જે દર્શનોપયોગ અને ત્રિકાળી શ્રદ્ધાનો ભાવ છે તે, ઔદયિકાદિ વર્તમાન પર્યાયના આશ્રયે જણાય એવો નથી.
જુઓ, નીચે ફૂટનોટમાં અર્થ છે કે
વિભાવ= વિશેષ ભાવ; અપેક્ષિત ભાવ. ઔદયિક, પથમિક, લાયોપથમિક અને ક્ષાયિક એ ચાર ભાવો અપેક્ષિત ભાવો હોવાથી તેમને વિભાવસ્વભાવ પરભાવો કહ્યા છે.'
અહા! ઔદયિક એટલે પુણ્ય-પાપના પરિણામ. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ને હિંસાદિના વિકલ્પોને ઔદયિકભાવ કહીએ, અને તેને આ ત્રિકાળી ભાવ ગમ્ય નથી, તથા તેના આશ્રયે પણ એ ત્રિકાળી વસ્તુ ગમ્ય નથી.હવે ઔપશમિકભાવ અર્થાત્ સમ્યગ્દર્શનની પર્યાય. તો, તે ઔપથમિકભાવના આશ્રયે પણ આત્મા ગમ્ય નથી. ક્ષાયોપથમિકભાવ એટલે જે આ વર્તમાનમાં જ્ઞાનનો અંશ ઉઘાડવિકાસરૂપ છે તે. આ વકીલાત, ડોકટર ને જજના જ્ઞાનનો જે વર્તમાનમાં ઉઘાડ છે તે અજ્ઞાનનો ક્ષાયોપથમિકભાવ છે અને તેનાથી આત્મા ગમ્ય નથી. અરે! કદાચિત સાચા જ્ઞાનનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com