________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૩]
૧૯૩ સહજદર્શનોપયોગ પણ છે. (દર્શન દેખવું.) હવે તેને (દષ્ટિને) શ્રદ્ધાના અર્થમાં લઈએ તો આત્મામાં ત્રિકાળી સહજશ્રદ્ધાનો ભાવ પણ છે. એટલે કે કારણદષ્ટિને ત્રિકાળી દર્શનોપયોગ પણ કહે છે, ને ત્રિકાળી ધ્રુવ શ્રદ્ધા પણ કહે છે. ઝીણી વાતુ ભાઈ !
અહા ! કદી એ ધર્મને પગથિયે ચઢ્યો જ નથી એટલે એને એમ લાગે છે કે શું આવો તે ધર્મ હોય? જાણવું...જાણવું બસ એ જ શું ધર્મ છે?
હા, ભાઈ ! બીજું શું હોય ત્યારે? ભગવાન! તું જાણનારો-જાણનારસ્વરૂપ જ છો. તો જાણવા સિવાય બીજું શું કરે? શું બીજા કોઈની દયા પાળે? જો તું તારી દયા પાળ તો તેનું નામ જ્ઞાન છે. બાકી પરની દયા કોણ પાળે ? બીજો પદાર્થ તો સ્વતંત્ર છે બાપુ! તેની અવસ્થાનું થયું તો તેનાથી તેના કારણે છે. શું તેની અવસ્થા બીજો કરી દે ? ભાઈ, આત્માથી જુદા જે પર પદાર્થો-આ શરીર, મન, વાણી, સ્ત્રી, કુટુંબ આદિ છે તે બધા જગતના સ્વત:સિદ્ધ તત્ત્વો છે, અને તે તત્ત્વો પોતાની વર્તમાન દશાના કાર્ય વિના ખાલી નથી. અહા ! તે પ્રત્યેકનું વર્તમાન કાર્ય તેનાથી થઈ જ રહ્યું છે, ત્યાં તું તેમાં શું કરે? અહા ! આ શરીર ચાલે છે ને? તે જડની અવસ્થા છે, અને તેને જડ કરે છે, પણ આત્મા નહિ. જડની ને પરની ક્રિયામાં આત્માનો અધિકાર નથી. અરે! પણ એને ક્યાં ભાન છે કે હું (પોતે ) કોણ છું? ને આ બધું શું છે? ભાઈ, આ જે વાણી નીકળે છે તેય જડની અવસ્થા છે, ને તે જડથી થાય છે, પણ આત્માથી નહીં.
અહાઅંદર વસ્તુ ભગવાન આત્મામાં કારણદષ્ટિ નામ એક ત્રિકાળી સ્વભાવરૂપ કારણસ્વભાવદર્શનોપયોગ છે, અને બીજી ત્રિકાળી સ્વરૂપની પ્રતીતિ-શ્રદ્ધારૂપ કારણસ્વભાવશ્રદ્ધા છે. અહા! આવી શ્રદ્ધા પણ આત્મામાં ત્રિકાળ વિધમાન છે. જેમ દેખવારૂપ કારણસ્વભાવ ત્રિકાળ છે, તેમ શ્રદ્ધારૂપ કારણસ્વભાવ પણ ત્રિકાળ વિધમાન છે.
પ્રશ્ન: બધું આત્મામાં જ પડ્યું છે?
સમાધાન: હા, ભાઈ, બાકી બીજે ક્યાં હોય? આત્મા વસ્તુ છે કે નહિ? છે ને. તો, એ તો અનંત સ્વભાવનો અક્ષય ભંડાર છે. અહાહા...! અનંતાનંત ગુણનો અપરિમેય ભંડાર ભગવાન આત્મા છે. ભાઈ, અનંતલક્ષ્મી તો લોકમાં કોઈનેય ન હોય. હા, અનંતો લોભ હોય, પણ અનંતુ ધન કોની પાસે હોય? કોઈનેય ન હોય. (કેમકે લોકમાં એવું કોઈ પુણ્ય જ હોતું નથી). વળી એ તો જડ છે, તે તારું કેમ થાય? છતાં, અરે ! એને લોભ અનંત છે. અહા ! પોતે અનંત ગુણમય હોવાછતાં પોતે પરની તૃષ્ણામાં ને તૃષ્ણામાં ગુલાંટ ખાય છે તો તેને અનંતી તૃષ્ણા થઈ જાય છે.
ભાઈ, આ દેહ છે તે પર છે, ને મન, વાણી, ઈન્દ્રિય પણ પર છે. જ્યારે ભગવાન આત્માનું અસ્તિત્વ-સત્તા તો જ્ઞાન-દર્શનમય છે. એ જ આગળ કહે છે કે-આત્મા નિજ સ્વભાવસત્તામાત્ર છે. લ્યો, આ પાનું ૩૩ પર બીજી લીટી છે. અહાહા....! વસ્તુ ભગવાન આત્મા સ્વભાવવાની છે, તો તેનો સ્વભાવ શું છે? કે દર્શન અને જ્ઞાનનો ઉપયોગ એ આત્માનો સ્વભાવ છે. અહીં એ દર્શન-ઉપયોગરૂપ જે ત્રિકાળી સ્વભાવ છે તેને કારણસ્વભાવદર્શનોપયોગ કહ્યો છે; અથવા (દર્શન શ્રદ્ધા એમ લઈએ તો) એ ત્રિકાળી ભાવ છે તેને કારણદષ્ટિ, કારણસ્વભાવશ્રદ્ધા કે કારણમાન્યતા કહે છે. જુઓ, પર્યાયમાં સમ્યગ્દર્શન થયું-શ્રદ્ધા થઈ કે “આ આત્મા છે' , તો તે શ્રદ્ધાની પર્યાય કોઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com