________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
[નિયમસાર પ્રવચન
હવે કહે છે– જેમ જ્ઞાનોપયોગ બહુવિધ ભેદોવાળો છે, તેમ દર્શનોપયોગ પણ તેવો છે. (ત્યાં પ્રથમ, તેના બે ભેદ છેઃ ) સ્વભાવદર્શનોપયોગ અને વિભાવદર્શનોપયોગ.’
એ શું કહ્યું ? દર્શન-દેખવું એવો જે અંત૨માં ઉપયોગ તેના બે પ્રકાર છે: એક સહજ સ્વભાવદર્શનોપયોગ–સ્વાભાવિક દેખવાનો વ્યાપાર-સહજ દેખવાનો વ્યાપાર (હજી એના પણ બે ભેદ પાડયા) અને બીજો વિભાવદર્શનોપયોગ (આનો પણ પછી ખુલાસો કરશે.) અહા! આ તો મોક્ષમાર્ગની વાતો છે! અહા! સંસારથી ખસીને જે અંતરમાં આવ્યા-પહોંચ્યા ને તેનાં ફળ તેમણે જે અનુભવ્યાં તેની વાતુ છે આ. તો કહે છે–
‘સ્વભાવદર્શનોપયોગ પણ બે પ્રકારનો છેઃ કારણસ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવ
દર્શનોપયોગ.’
અહા ! ભગવાન આત્માનો અંતરમાં જે દર્શન-ઉપયોગ છે, તેનો જે દેખવાનો ત્રિકાળી સ્વભાવભાવ છે તેને અહીં કારણસ્વભાવદર્શનોપયોગ કહ્યો છે. અહા! ભગવાન આત્માનો જે સહજ ત્રિકાળી દેખવાના ભાવવાળો ઉપયોગ છે તેને કારણસ્વભાવદર્શનોપયોગ કહે છે.
પ્રશ્નઃ તો શું ધર્મની આવી વાતો છે?
સમાધાનઃ હા, ભાઈ; વીતરાગનો ધર્મ જગતથી તદ્દન જુદી જાતનો છે. અરે! વીતરાગ પરમેશ્વર શું કહે છે તે વાત જગતે સાંભળી નથી. અહા ! ત્રિલોકનાથ તીર્થંકરદેવની ઓમધ્વનિમાં-આગમમાં-એમ આવ્યું છે કે–ભગવાન! તું આત્મા છો ને? તો, તારો એક સહજ જ્ઞાનભાવ છે તેના બે ભેદ છેઃ (૧) કારણસ્વભાવજ્ઞાન જે ત્રિકાળી છે ને (૨) કાર્યસ્વભાવજ્ઞાન જે વર્તમાન પર્યાયરૂપ છે. બીજા પણ જ્ઞાનના મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યયજ્ઞાન એમ ભેદ કહ્યા.
-આમ આ ભેદોનું કથન છે.
અહા! જેમ જ્ઞાનના-જાણવાના ભાવના-બે ભેદ કહ્યાઃ (૧) ત્રિકાળી જાણવાનો ઉપયોગ અને (૨) વર્તમાન કાર્યરૂપ જાણવાનો ઉપયોગ; તેમ દર્શનોપયોગમાં પણ કારણસ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવદર્શનોપયોગ એવા ભેદ છે. તેમાં દેખવાના ત્રિકાળી કારણસ્વભાવને કારણસ્વભાવદર્શનોપયોગ કહે છે, અને વર્તમાન પર્યાયમાં કેવળદર્શન થાય તેને કાર્યસ્વભાવદર્શનોપયોગ કહે છે. અહા ! કેવળજ્ઞાનની સાથે પ્રગટેલા કેવળદર્શનરૂપ કાર્યને કાર્યસ્વભાવદર્શનોપયોગ કહે છે.
6
ત્યાં કારણદિષ્ટ તો... '
હવે શ્રદ્ધા ને દર્શન બંને ભેગા-સાથે કહેવા છે ને ? દર્શનની સાથે શ્રદ્ધા પણ કહેવી છે. તેથી કહે છે ‘ કારણદષ્ટિ તો...’ નીચે ફૂટનોટમાં ખુલાસો કર્યો છે. જુઓઃ
‘દષ્ટિ=દર્શન; દર્શન અથવા ષ્ટિના બે અર્થ છેઃ (૧) સામાન્ય પ્રતિભાસ, અને (૨) શ્રદ્ધા. જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બન્ને અર્થો ગર્ભિત હોય ત્યાં બન્ને સમજવા.
દર્શનના અથવા દષ્ટિના આ ગાથામાં સામાન્ય દેખવું અને શ્રદ્ધા એમ બંને અર્થો ગર્ભિત છે. ભાઈ, આ તો ધીરજ અને શાંતિથી સમજવાની ચીજ છે; કેમકે આ તો અંતરની વાતુ બાપુ !
તો, શું કહે છે? કે આત્મામાં જેમ ત્રિકાળ સહજજ્ઞાનોપયોગ છે તેમ તેની સાથે ત્રિકાળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com