________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૩]
૧૯૧ જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદનાયોગ્ય છે, એવા તીર્થંકર પરમદેવને-કેવળજ્ઞાનની માફક આ (કાર્યદષ્ટિ) પણ યુગપ૬ લોકાલોકમાં વ્યાપનારી છે.
આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવદર્શનોપયોગ કહ્યો. વિભાવદર્શનોપયોગ હવે પછીના સૂત્રમાં (૧૪ મી ગાથામાં) હોવાથી ત્યાં જ દર્શાવવામાં આવશે.
[ હવે ૧૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ]
(રૂન્દ્રવજ્ઞા) दृग्ज्ञप्तिवृत्त्यात्म कमेकमेव चैतन्यसामान्य निजात्मतत्त्वम्। मुक्तिस्पृहाणामयनं तदुच्चै
रेतेन मार्गेण विना न मोक्षः।। २३।। [ શ્લોકાર્ચ- ] દશિ-શતિ-વૃત્તિસ્વરૂપ (દર્શનશાનચારિત્રરૂપે પરિણમતું) એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપ નિજ આત્મતત્ત્વ, તે મોક્ષેચ્છુઓને (મોક્ષનો) પ્રસિદ્ધ માર્ગ છે; આ માર્ગ વિના મોક્ષ નથી. ૨૩.
ગાથા ૧૩ઃ ટીકા ઉપરનું પ્રવચન: અંદર પાઠમાં (ગાથામાં) “ત૬' શબ્દ છે. તો, “ત૬' એટલે શું? કે પહેલાં (૧૧-૧૨ ગાથામાં) જ્ઞાનનું સ્વરૂપ કહ્યું હતું, ત્યાં જ્ઞાનોપયોગના ભેદ પાડીને જ્ઞાનને સમજાવ્યું હતું. તો હવે, “ત૬' અર્થાત્ તેમ ” કહીને અહીં સંધિ કરે છે.
અહા! ત્રિકાળ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા તે કારણસ્વભાવજ્ઞાન છે, અને તેની કેવળજ્ઞાનમય વર્તમાન પર્યાય પ્રગટ થાય તે કાર્યસ્વભાવજ્ઞાન છે. શું કીધું? કે ત્રિકાળી જ્ઞાન તે કારણસ્વભાવજ્ઞાન છે, ને તેમાં લીન થઈ તેનું ધ્યાન કરવાથી કાર્યસ્વભાવજ્ઞાન પ્રગટ થાય છે. તો “ત' “તેમ' મતલબ કે જેમ જ્ઞાન આવે છે તેમ દર્શન પણ..., લ્યો, આમ કહીને સંધિ કરી છે. અને “મણિવં' શબ્દ છે ને? મતલબ કે ત્રિલોકીનાથ તીર્થંકરદેવે આ કહ્યું છે. સમજાણું કાંઈ ?
તો, કહે છે-આ, દર્શનોપયોગના સ્વરૂપનું કથન છે.'
શું કહે છે? કે પહેલાં જ્ઞાનનો જાણવું...જાણવું...જાણવું એવો જે ભાવ છે તેનું કારણ ને કાર્ય આદિ ભેદોથી વર્ણન કર્યું. હવે એની સાથે રહેલો દર્શન-દેખવાનો ભાવ-કેવો છે તેનું વર્ણન કરે છે. ત્યાં જ્ઞાનનો સ્વભાવ તો પ્રત્યેક ચીજને ભિન્ન-ભિન્ન કરીને જાણવાનો છે. જ્યારે દર્શનનો સ્વભાવ એવો છે કે તે કોઈ પણ ચીજને ભિન્ન-ભિન્ન કરીને ન દેખે, પરંતુ સામાન્યપણે જ દેખવાનું કામ કરે. તો, અહીં આ જ્ઞાનની સાથે રહેલા દર્શનોપયોગના-દેખવાના વ્યાપારના સ્વરૂપનું કથન છે. (ઉપયોગ-વ્યાપાર). અહા ! આવી વાત છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com