________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯O
[નિયમસાર પ્રવચન
ગાથા – ૧૩ तह दंसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो। केवलमिंदियरहियं असहायं तं सहावमिदि भणिदं ।।१३।। ઉપયોગ દર્શનનો સ્વભાવ-વિભાવરૂપ દ્વિવિધ છે;
અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવ કહેલ છે. ૧૩. અન્વયાર્થ- [ તથા] તેવી રીતે [ રર્શનોપયોT:] દર્શનોપયોગ [સ્વસ્વમાવેતરવિન્યત:] સ્વભાવ અને વિભાવના ભેદથી [ ફિવિય:] બે પ્રકારનો છે. [વેત] જે કેવળ, [ન્દ્રિયરહિત ] ઇન્દ્રિયરહિત અને [સાય] અસહાય છે, [ તત્] તે [સ્વભાવ: $તિ મળત:] સ્વભાવદર્શનોપયોગ કહ્યો છે.
ટીકાઃ- આ, દર્શનોપયોગના સ્વરૂપનું કથન છે.
જેમ જ્ઞાનોપયોગ બહુવિધ ભેદોવાળો છે, તેમ દર્શનોપયોગ પણ તેવો છે. (ત્યાં પ્રથમ, તેના બે ભેદ છે.) સ્વભાવદર્શનોપયોગ અને વિભાવદર્શનોપયોગ. સ્વભાવદર્શનોપયોગ પણ બે પ્રકારનો છે: કારણસ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવદર્શનોપયોગ.
ત્યાં “કારણદષ્ટિ તો, સદા પાવનરૂપ અને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ પરભાવોને અગોચર એવો સહજ-પરમપારિણામિકભાવરૂપ જેનો સ્વભાવ છે, જે કારણસમયસારસ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવસત્તામાત્ર છે, જે પરમચૈતન્યસામાન્યસ્વરૂપ છે, જે અકૃત્રિમ પરમ સ્વસ્વરૂપમાં અવિચળસ્થિતિમય શુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે નિત્ય-શુદ્ધ-નિરંજન જ્ઞાનસ્વરૂપ છે અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે એવા આત્માના ખરેખર સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે ( અર્થાત્ કારણદષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપશ્રદ્ધામાત્ર જ છે).
બીજી કાર્યદષ્ટિ દર્શનાવરણીય-જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક જીવને-જેણે સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે, નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે, જે યથાખ્યાત નામના કાર્યશુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે સાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા *શુદ્ધસભૂતવ્યવહારનયાત્મક છે, અને જે
૧. દષ્ટિ = દર્શન, [ દર્શન અથવા દષ્ટિના બે અર્થ છેઃ (૧) સામાન્ય પ્રતિભાસ, અને (૨) શ્રદ્ધા, જ્યાં જે અર્થ
ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બન્ને અર્થો ગર્ભિત હોય ત્યાં બન્ને સમજવા.) ૨. વિભાવ = વિશેષ ભાવ; અપેક્ષિત ભાવ. [ ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ ચાર ભાવો
અપેક્ષિત ભાવો હોવાથી તેમને વિભાવસ્વભાવ પરભાવો કહ્યા છે. એક સહજપરમપરિણામિક ભાવને જ સદા-પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો છે. ચાર વિભાવભાવોનો આશ્રય કરવાથી પરમપરિણામિકભાવનો આશ્રય થતો નથી. પરમપરિણામિકભાવનો આશ્રય કરવાથી જ સમ્યકત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે.) ૩. સ્વરૂપશ્રદ્ધાન સ્વરૂપ-અપેક્ષાએ શ્રદ્ધાન. [ જેમ કારણસ્વભાવજ્ઞાન અર્થાત સહજજ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ છે, તેમ
કારણસ્વભાવદષ્ટિ અર્થાત્ સહજદર્શન સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે.). ૪. તીર્થંકર પરમદેવ શુદ્ધસદભૂતવ્યવહારનયસ્વરૂપ છે, કે જે શુદ્ધસદભૂતવ્યવહારનય સાદિ-અનંત, અમૂર્તિક અને
અતીન્દ્રિયસ્વભાવવાળો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com