________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
[ નિયમસાર પ્રવચન સત્યનાં સ્વરૂપ તો આવાં છે, આખી દુનિયા માને છે એનાથી ઊંધાં-જુદાં છે; પણ એ એવાં જ હોય ને?
અહા! નિગોદમાં જ્ઞાન અત્યંત અલ્પ-અક્ષરના અનંતમા ભાગે-થઈ ગયું હતું. જ્યારે સિદ્ધદશામાં જ્ઞાન (સર્વ અનંતી કળાએ) પૂર્ણ ખીલી નીકળ્યું છે. અહા ! આવી મોક્ષદશા એ આત્માની એક સમયની અવસ્થા છે હોં. અહા ! આવી અનંતી અવસ્થાઓ જેમાંથી નીકળે છે એવું જ્ઞાન તારું સામ્રાજ્ય છે. અહાહા! અનંત અનંત જ્ઞાન, આનંદાદિ ગુણોથી શોભાયમાન જ્ઞાનઘનપિંડ એવો તું રાજા છો, ને જ્ઞાન તારું સામ્રાજ્ય છે. પણ આ લોકો મારી પ્રજા છે ને હું રાજા-નૃપતિ છું એમ કોઈ માને તો એમ ધૂળેય નથી, સાંભળને! જડનો ને પરનો પતિ તું ક્યાંથી થયો? અહા! આ પૃથ્વીપતિ, ને લક્ષ્મીપતિ, ને ઉદ્યોગપતિ, ને સ્ત્રીનો પતિ હું છું એમ જો તું માનતા હો તો તું મૂઢ, પાગલ છો.
અહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનની મૂર્તિ છે. જેમ સાકર ગળપણના સ્વભાવરૂપ છે, તેમ આત્મા જ્ઞાનસ્વભાવરૂપ છે; અને તે તેનું સામ્રાજ્ય છે. ભાઈ, આ બાગ-બંગલા ને બગીચા એ તારું સામ્રાજ્ય નથી, પણ જેમાં આખું લોકાલોક જણાય એવું જે પોતાનું જ્ઞાનસ્વરૂપ છે અહાહા..! તે જ્ઞાન પોતાનું સામ્રાજ્ય છે.
એકવાર જામનગરના દરબારને કહ્યું હતું કે-જુઓ, આ બધાં ધૂળનાં સામ્રાજ્ય છે, તે કાંઈ આત્માનાં (પોતાનાં) સામ્રાજ્ય નથી. આ તો બધી બહારની નાશવાન ચીજ પ્રભુ! એ તમારી ક્યાંથી થઈ ગઈ ? તમારું સામ્રાજ્ય તો અનંત ગુણથી ભરેલો જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. આ ધૂળના સામ્રાજ્ય તમારા નહિ. અહાહા...! “નિતે-શોમતે રૂતિ રોના' . અહા! જે જ્ઞાન ને આનંદના સ્વભાવથી શોભે તે આત્મા રાજા છે, અને જ્ઞાન એનું સામ્રાજ્ય છે. અહાહા! આત્માની અંદર જે આ બધું જાણવાનો સ્વભાવ છે એવું અપરિમિત જ્ઞાન તે એનું સામ્રાજ્ય છે. અહાહા..“જીવરાત્ર”—એમ સમયસારમાં (૧૭-૧૮ ગાથામાં) આવે છે ને? તો, જીવ રાજા છે, જ્ઞાન અને રાજ્ય-સામ્રાજ્ય છે, ને એ તેનું સર્વસ્વ છે. સમજાણું કાંઈ?
અહાહા...શું કીધું? જુઓ, અંદર “સર્વસ્વ' એમ શબ્દ છે. તો, ભગવાન આત્માનું જે સહજ જ્ઞાનસ્વરૂપ છે, જે એનો સ્વભાવ છે, તે તેનું સર્વસ્વ છે. અર્થાત્ પોતે જ પોતાના જ્ઞાનસ્વભાવનો સ્વામી એવો ચક્રવર્તી છે. અહા ! આવો રાજા-ચક્રવર્તી આત્મા છે.
હવે કહે છે- “. એવો શુદ્ધચૈતન્યમય મારા આત્માને જાણીને હું આ નિર્વિકલ્પ થાઉં.
મુનિરાજ હવે પોતે પોતાની વાત નાખે છે. શું? કે અહો ! આ આત્મા એક જ્ઞાનસ્વભાવમય છે, અર્થાત્ અંદર હું આવો છું, અહા ! એક જ્ઞાન મારું રાજ્ય છે, મારી શોભા-સુંદરતા છે, મારું સર્વસ્વ છેએમ અંતરમાં શુદ્ધચૈતન્યમય પોતાના આત્માને જાણીને, કહે છે, હું આ નિર્વિકલ્પ થાઉં છું, અર્થાત્ વિકલ્પરહિત વીતરાગી શાન્તિની દશાને હું પ્રાપ્ત કરું છું. અહાહા..! મુનિરાજ કહે છે-હું અંદર એકલા જ્ઞાનનો પૂંજ છું, પૂર્ણ સ્વભાવનો રસકંદ છું. અહા ! આવા અભેદ એક જ્ઞાનમય, જ્ઞાનવાળો એમ નહિ, પણ અભેદ એક જ્ઞાનમય નિજ આત્માને જાણીને હું નિર્વિકલ્પ થાઉં છું, અર્થાત્ અંતર-એકાગ્રતા કરીને સ્થિરતા પામું છું. લ્યો, આનું નામ ધર્મ છે. આ તો આનંદના ભોજનની-જમણની વાતું ભાઈ ! આ સુખનો પંથ ને મુક્તિનો ઉપાય છે. આ સિવાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com