________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા–૧૧–૧૨ ]
૧૮૭
મોક્ષાર્થીએ જાણવું જોઈએ ) અહા ! નવતત્ત્વમાં મોક્ષતત્ત્વ આવે છે કે નહિ? તો, મોક્ષતત્ત્વ કેવું છે તે એણે જાણવું પડશે કે નહિ? (તો મોક્ષનું સ્વરૂપ અહીં વર્ણવ્યું છે તે યથાસ્થિત જાણવું ).
શ્લોક ૨૨: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
‘સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે... '
અહાહા! શું કીધું? કે આ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો જે જ્ઞાનસ્વભાવ છે તે તેનું રાજ્યસામ્રાજ્ય છે; ને તે તેનું સર્વસ્વ છે. હવે આવું કાંઈ તમારા વેપારમાં ન આવે હોં. ત્યાં તો દોડા-દોડ ને ધમાધમ હોય.
પ્રશ્ન:- પણ ધમાધમ વિના કાંઈ રૂપિયા આવે ?
સમાધાનઃ હવે રૂપિયા આવે કે ન આવે-એ તો એના કા૨ણે છે. શું તે ધમાધમથી આવે છે? એ તો પૂર્વના પુણ્યના ૫૨માણુ પડયા હોય તો દેખાય ( –આવે ).
પ્રશ્ન:- પણ પૈસા તો એની પાસે આવે છે ને?
સમાધાનઃ- એની ( આત્માની ) પાસે શું આવે? શું ધૂળ આવે? એ જડ શું આત્માની પાસે (-આત્મામાં) આવે ? ન આવે; પણ એ (–પૈસા ) મારા છે એવી મમતા એની પાસે આવે છે.
પ્રશ્નઃ તો તો, બધી મમતાની જ દુકાનો થઈ ?
સમાધાનઃ તો બીજું શું છે? બધા અજ્ઞાનીઓએ મમતાની જ દુકાનો માંડી છે. અહા! જે પદાર્થ એના નથી તેને મારા (–પોતાના ) માનીને તે મમતા જ કરે છે. પર ચીજો મારી છે એમ માનવું એનું નામ મમતા છે. અરે! હું જે (ચિન્માત્રસ્વરૂપે) છું તે મારો નહિ એમ માનીને એણે પોતાને અનંતકાળથી છોડી દીધો છે. અહા! અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદમય સદા સિદ્ધસ્વરૂપ છે, પોતે સદાય ત્રિકાળી ભગવાનસ્વરૂપ છે. અહા ! દેવાધિદેવ તીર્થંકરદેવે આત્માને આવો જોયો છે. તો, તેને છોડી દઈને, બાળક જેમ ‘મમ’ ખાવા માગે છે તેમ અજ્ઞાની ‘મમ' નામ જે એનું સ્વરૂપ નથી એવા રાગદ્વેષને અને તેના ફ્ળને (હરખ-શોકને ) મારાં માનીને ભોગવે છે. જુઓ અજ્ઞાની જીવો આમ ‘મમ’ અર્થાત્ રાગ-દ્વેષની મમતાને ભોગવે છે, જ્યારે ધર્માત્મા આત્માના અતીન્દ્રિય આનંદનો ભોગ કરે છે. સમજાણું કાંઈ...?
અહા ! અંદર નિર્મળાનંદનો નાથ અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે. તેમાં ‘આ હું છું' એવી દષ્ટિ થતાં અતીન્દ્રિય આનંદનો અનુભવ ને ભોગવટો થાય છે; અને આ ધર્મીનો અનુભવ ને ભોગવટો છે. જ્યારે અજ્ઞાનીને રાગ-દ્વેષનો અનુભવ છે, બસ તે રાગાદિ ફેરનો અનુભવ ને ભોગવટો છે. બાકી આ સ્ત્રી, પુત્ર કે પૈસાને (જ્ઞાની કે અજ્ઞાની) કોઈ અનુભવતા નથી હોં; કેમકે એ બધાં તો જડ ને ૫૨ છે અને જડને શું આત્મા ભોગવે ? કેવી રીતે ભોગવે?
પ્રશ્નઃ પણ તેની (સ્ત્રી-પુત્રાદિની ) સેવા તો કરે ને?
સમાધાનઃ ધૂળેય સેવા ન કરે સાંભળને? સેવા કોની કરે? શું આ માંસ ને હાડકાની સેવા કરે? આ (−શ૨ી૨) તો માંસ-હાડકાં છે, ને તેની હું સેવા કરું છું એમ માને એ તો મહાપાપ છે; કેમકે શરીર તો જડ અનાત્મા છે, એ કાંઈ આત્મા નથી. આવી વાત! ભાઈ, આકરી લાગે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com