________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
[નિયમસાર પ્રવચન અહાહા...! ભગવાન આત્મા અંદર ત્રિકાળ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ છે. અહાહા.! જ્ઞાનની ઝળહળ જ્યોતિર્મય એવા અપરિમિત સ્વભાવનો સાગર પ્રભુ આત્મા છે. તો, તેના ભાન અને ધ્યાન દ્વારા એણે તમોવૃત્તિનો-અજ્ઞાન-અંધકારનો નાશ કર્યો છે. અહા ! રાગ હું છું ને રાગમાં મઝા છે, પુણ્ય હું છું ને તેમાં મઝા છે, સ્ત્રીનો હું પતિ છું ને તેમાં મઝા છે–એ બધો મિથ્યાત્વભાવરૂપ તમોભાવ છે, તમોવૃત્તિ છે, અજ્ઞાનભાવ છે; અને તેને, અહીં કહે છે, નિજ જ્યોતિથી-પ્રગટ નિજ સહજજ્ઞાન વડે નષ્ટ કરી દીધો છે.
અહાહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર પૂર્ણ જ્ઞાનનો ઘનપિંડ છે. પરંતુ તેનો અસ્વીકાર કરીને, તેનાથી પરાભુખ રહીને સંસારદશામાં આ અલ્પજ્ઞતા તે મારું સ્વરૂપ છે, અને આ દયા-દાન આદિના વિકલ્પ અને તેનું ફળ જે આ પૈસા-ધૂળ વગેરે છે તે મારાં છે એવી માન્યતારૂપ મોહાંધકાર વડે તેણે જ્ઞાનજ્યોતિનો અનાદર કર્યો છે. અહા ! આ વીતરાગના મારગડા જગતથી જુદા છે પ્રભુ! આ જગતથી નિરાળો માર્ગ છે.
તો, કહે છે-હું ચિન્માત્રજ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છું એમ ભાન કરીને, તેમાં જ અંતર્લીન થઈ પ્રગટ નિજ જ્ઞાનજ્યોતિરૂપ સહજજ્ઞાન વડે ભગવાને સમસ્ત મોહાંધકારનોઅજ્ઞાન-અંધકારનો પૂર્ણ નાશ કરી દીધો છે. અહાહા...! ચૈતન્યના નૂરનું પૂર પ્રભુ આત્મા છે; તો, એવા અંદરના જ્ઞાનાનંદના ધ્રુવ પ્રવાહમાં મગ્ન થઈનિમગ્ર થઈને ભગવાને સર્વ અજ્ઞાનરૂપી અંધકારનો સંપૂર્ણ નાશ કર્યો છે. અહાહા..! આત્માની સ્વાધીન, પરમસુખરૂપ, અંતર્લીન એવી પૂર્ણ સહજજ્ઞાન ને આનંદની દશા એનું નામ મોક્ષ છે. સમજાય છે કાંઈ...?
વળી, “અને જે નિત્ય અભિરામ (સદા સુંદર) છે...'
અહા! નિજ આત્માના અંતર સ્વભાવમાંથી પરમ વિકાસરૂપ પામેલી જ્ઞાન ને આનંદની દશા નિત્ય અભિરામ છે, સદા સુંદર છે, અતિશય સુંદર છે, પરમ શોભનીક છે. જ્યારે સંસારદશા તો રાગદ્વષ-મોહ વડે મહા અંધકારમય હોવાથી અસુંદર છે, અશોભનીક છે.
પ્રશ્ન- હવે આવો વીતરાગનો મારગ કેવો ?
સમાધાન - ભાઈ ! તેં (અંતરમાં પ્રમોદ લાવીને) એની વાત સાંભળી નથી પ્રભુ! ને એટલે તને એમાં નવાઈ (નવું) લાગે છે. પણ અહીં કહે છે-ભગવાન સિદ્ધને પરમ વિકાસરૂપ પ્રગટેલી મોક્ષની દશા-સર્વોત્કૃષ્ટ આનંદની દશા-નિત્ય સુંદર છે. જ્યારે સંસારીને તો સદાય દુઃખ જ છે. અહા ! અજ્ઞાની તો દુ:ખમય એવા મોહાંધકારના વિસ્તારમય ઘેરામાં પડયો છે!
હવે કહે છે-“એવું સહજજ્ઞાન સંપૂર્ણ મોક્ષમાં જયવંત વર્તે છે.”
અહા! ત્રિકાળી જ્ઞાનાનંદસ્વરૂપ તો જયવંત છે જ, પણ તેની દશા કે જે હવે પૂર્ણ વિકાસરૂપ થઈ છે તેય જયવંત વર્તે છે એમ વાત છે. એટલે શું? એટલે કે એ દશા જેમને પ્રગટ થઈ છે તે સિદ્ધ પરમાત્મા હવે ફરીને અવતાર-જન્મ લે એમ નહીં બને. મોક્ષમાં ગયા પછી, અહીં ભક્તોને ભીડ પડી માટે રાક્ષસોનો સંહાર કરવા (લૌકિકમાં માને છે તેમ ) ભગવાનને નવો અવતાર લેવો પડે એવું આ મોક્ષનું સ્વરૂપ નથી. અહા ! અનંતજ્ઞાન ને અનંત-આનંદની જે દશા ભગવાનને પ્રગટી છે તે હવે જયવંત વર્તે છે, અર્થાત્ એમ ને એમ તે સાદિ-અનંતકાળ રહેશે. અહા! જ્યારથી તે શરૂ થઈ ત્યારથી માંડીને અનંતકાળ પર્યત એવી ને એવી રહેશે. લ્યો, આવું મોક્ષનું સ્વરૂપ છે (જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com