________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
ગાથા–૧૧–૧૨ ]
અવ્યાબાધ સુખની દશા તે મોક્ષ છે. સમજાય છે કાંઈ...?
૧૮૫
હવે ત્રીજો બોલ: ‘ જેની સહજ અવસ્થા ખીલી નીકળી છે... '
અહા ! જેણે આત્મસ્વભાવનું આરાધન, સેવન કરીને મુક્તિ પ્રાપ્ત કરી છે તેને એ મુક્તદશામાંસિદ્ધપદમાં જ્ઞાન, આનંદ આદિ સહજ દશાઓ ખીલી નીકળી છે. જ્યારે તે નિગોદમાં હતો ત્યારે એ બધી અવસ્થાઓ સંકોચાઈ-બીડાઈ ગઈ હતી.
અહા! આ સક્કરકંદની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરી૨ છે; અને તે એક-એક શરીરમાં, અત્યાર સુધીમાં જે અનંત સિદ્ધ ભગવાન થઈ ગયા તેનાથી અનંતગુણા નિગોદના જીવો છે. અહા! તે નિગોદના જીવની જ્ઞાન ને આનંદ આદિ દશા અત્યંત સંકોચાઈ ગઈ હોય છે. ભાઈ, આવી નિગોદની દશામાં તે અનંતવાર રહ્યો છે; અને જ્યાં સુધી મિથ્યાત્વભાવ છે-આ શરીર મારું, ને સ્ત્રી મારી, ને કુટુંબ મારું, આ દેશ મારો ને પુણ્ય-પાપના ભાવ મારાં ને એમાં મને ઠીક પડે છે એવો મિથ્યાત્વભાવ છે-ત્યાં સુધી એમાં ન૨૬-નિગોદના ભવ કરવાની તાકાત છે. આવી વાત બાપા!
અહીં તો સિદ્ધપદની વાત છે ને? તો એની સામે આ નિગોદની વાત કહી. સિદ્ધપદમાં તો સહજદશા ખીલી નીકળી છે; અર્થાત્ અંદરમાં જે સહજજ્ઞાન ને સહજઆનંદમય સ્વરૂપ ત્રિકાળ છે તે ત્યારે પૂર્ણ વ્યક્ત થઈ પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. અહા ! જેમ લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશનો ૨સ અંદર શક્તિરૂપે ભર્યો છે, તો તેને ઘૂંટતાં બહારમાં વ્યક્તરૂપે તેની ૬૪ પહોરી તીખાશરૂપ સહજદશા પ્રગટ થાય છે; તેમ ભગવાન આત્મામાં અંદર અતીન્દ્રિય આનંદનો-પૂર્ણ આનંદનો રસ ભર્યો પડયો છે, તો તેની એકાગ્રતા દ્વારા તે અવસ્થામાં વ્યક્ત થઈ પૂર્ણ ખીલી નીકળે છે.
પ્રશ્ન:- આવો ધર્મ ?-આ તો ભારે આકરી વાતો છે?
સમાધાનઃ- આ તો તારી મૂળ ચીજ શું છે? એની વાતો છે. અરે ! અનંતકાળમાં તેં આ સાંભળી નથી. જે તારી વાત નથી તેને પોતાની માની છે, અને જે તારી પોતાની વાત છે તેને તેં ઉડાવી દીધી છે.
હવે કહે છે–‘જે અંતર્મુખ છે...’
શું કીધું ?..કે મોક્ષદશાની પર્યાય અંતર્મુખ છે, સિદ્ધપદ અંતર્મુખ છે, જ્યારે સંસારદશાની વિકારી અવસ્થા બહિર્મુખ છે. સમજાણું કાંઈ...? એ જ વિશેષ કહે છેઃ
‘જે પોતામાં–સહજ વિલસતા (ખેલતા, પરિણમતા ) ચિત્ચમત્કારમાત્રમાં-લીન છે..' અહાહા...! શબ્દો થોડાં પડે છે! ‘ જે’ અર્થાત્ ભગવાન આત્માનું-નિજ સહજજ્ઞાનાનંદસ્વભાવનું-આરાધન કરતાં જે સિદ્ધપદ પ્રગટ થયું, જે મોક્ષદા પ્રગટ થઈ તે મોક્ષદશા પોતામાં એટલે કે સહજ વિલસતા-આનંદાદિ અનંત અવસ્થાને પરિણમતા-ખીલતા ચિત્ચમત્કારમાં લીન છે. અહાહા...! અંદર ભગવાન આત્મા ચિત્ચમત્કારમાત્ર વસ્તુ છે, ને તેના આશ્રયમાં રહેતાં જે સિદ્ધપદ-મોક્ષપદ પ્રગટ થયું તે, કહે છે, તેમાં જ તલ્લીન છે, સહજ શુદ્ધ ચિદાનંદરસમાં લીન છે, બીજે બહા૨માં લીન નથી.
હવે કહે છે–‘ જેણે નિજ જ્યોતિથી તમોવૃત્તિને (–અંધકારદશાને, અજ્ઞાનપરિણતિને ) નષ્ટ કરી છે.’
Please inform us of any errors on rajesh@AtmaDharma.com