________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
[ નિયમસાર પ્રવચન સ્વભાવમાં અતીન્દ્રિય આનંદમય છે, તો પણ જે ચીજ પોતામાં નથી એવાં શરીર, મન, વાણી, ઈન્દ્રિય મારાં છે, ને પુણ્ય-પાપના વિકલ્પ થાય તે મારા છે એમ અનાદિથી એની માન્યતા હોવાથી તેનો આનંદનો ભાવ પર્યાયમાં સંકોચાઈ ગયો છે, બીડાઈ ગયો છે. અહા ! પોતે નિત્યાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદના સ્વભાવે ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં, પોતાનો ઈનકાર કરવાથી એની દશામાં આનંદનો ભાવ બીડાઈ ગયો છે, અને અનાદિથી એને દુ:ખરૂપ દશા પ્રગટી છે. ભલે તે મોટો રાજા થયો હો કે મોટો દેવા થયો હો, પણ અજ્ઞાનદશામાં તે અનાદિથી દુઃખના દરિયામાં જ ડૂબેલો રહ્યો છે. સમજાય છે કાંઈ?
અહીં કહે છે-અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે એમ ભાન થતાં, નિજ કારણપરમાત્માને પામીને, અંતર એકાગ્રતા-લીનતા દ્વારા જ્યારે તે સિદ્ધપદને પામે છે, મોક્ષદશાને પ્રાપ્ત થાય છે ત્યારે તે દશાનો આનંદમાં-અતીન્દ્રિય આનંદમાં ફેલાવ થાય છે; અહાહા...! ત્યારે આત્માની દશામાં, જેવો અતીન્દ્રિય આનંદ અંદર સ્વભાવરૂપ છે તેવો ખીલી પ્રગટ ફેલાવરૂપ-વિસ્તારરૂપ થાય છે. આવો મોક્ષ, પૂર્ણ ખીલેલા કમળની જેમ, અતીન્દ્રિય આનંદના ફેલાવથી ભરપૂર હોય છે.
વળી, “જે અવ્યાબાધ (બાધા રહિત ) છે...'
અહાહા...! ભગવાન આત્માની મોક્ષદશામાં જે પરમાનંદ, અનંત આનંદનો ફેલાવ થયો છે તે અવ્યાબાધ છે, બાધારહિત છે. જુઓ, આ સંસારમાં તો ક્ષણે ને પળે, ડગલે ને પગલે બાધા જ બાધા છે, વિધ્ર જ છે; કેમકે પુણ્ય-પાપના ભાવો ઉત્પન્ન થાય તે જ વિધ્ર છે. અહા! શુભાશુભ ભાવો આત્માની શાન્તિને બાધા કરનારા છે. જ્યારે ભગવાન આત્માની જે મુક્તિ થાય તેમાં કોઈ વિદ્ઘ કે વિરોધ હોય નહિ. એવી એ અવ્યાબાધ છે. આવી દશાને મોક્ષ કહીએ.
' અરે! વિષય-વાસનામાં ડુબેલા જગતને મોક્ષતત્ત્વ શું છે એની ખબર નથી. બાપુ! આ જે વિષય-ભોગની વાસના છે તે દુઃખ છે, અને એથીય વિશેષ, તે મને સુખરૂપ છે એવી તારી માન્યતા છે તે અનંત દુઃખનું મૂળ છે. એ શું કહ્યું? કે જે રાગની, વિષયની, ભોગની કે માન આદિની વાસના ઊઠે છે એ પાપ છે, દુઃખ છે; પણ એના કરતાં પણ, તેમાં મને ઠીક પડે છે. મઝા પડે છે એવી જે માન્યતા છે તે મિથ્યાત્વનું અનંતુ પાપ છે, અને તે અનંતા દુઃખનું મૂળ છે. મોક્ષમાં એકલા નિરાબાધ પરમાનંદના ફેલાવની સામે આ સંસારમાં એકલા દુઃખના ફેલાવની વાત કહી. અરે ભગવાન! સંસારમાં એને કેટલું દુઃખ છે એની એને ખબરુ નથી !
અહા ! “અવ્યાબાધ” એટલે શું? અતીન્દ્રિય આનંદના સ્વભાવમાં કલ્લોલ કરતો આત્મા પર્યાયમાં પૂર્ણ ભાવથી ખીલી ઉઠયો ત્યાં તેનો પૂર્ણ આનંદમાં ફેલાવે છે, અને તે વિધ્રરહિત અવ્યાબાધ છે, એની પૂર્ણ એકાંત આનંદની દશામાં કોઈ વિઘ્ર-બાધા-અંતરાય-વિરોધ હોતો નથી. જ્યારે સંસારમાં તો પ્રતિપળ એની શાન્તિમાં બાધા હોવાથી એકલું દુ:ખ જ છે. અહીં સંસારમાં એકલું દુ:ખ છે એની સામે મોક્ષમાં પરમ આનંદ છે પૂર્ણ આનંદ છે. એકલો આનંદ છે એમ લેવું છે. તો, કહે છે-પર પદાર્થથી મને સુખ છે, પણ-પાપના વિકારી ભાવોથી મને આનંદ-મઝા પડે છે, ને વિષય-ભોગની વાસનાની કલ્પનામાં મને ઠીક પડે છે એવો જે ભાવ છે તે મહા મિથ્યાત્વ છે, ને તે અનંતા તીવ્ર દુઃખથી ફેલાએલો ભાવ છે. અહા ! તે મિથ્યાત્વના ભાવમાં આને પ્રતિક્ષણ વિધ્ર-બાધા જ છે. જ્યારે આત્માની મોક્ષદશામાં એને કોઈ બાધા કે વિરોધ છે નહિ. લ્યો, આવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com