________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૧-૧૨]
૧૮૩ અહા! કહે છે-મિથ્યાત્વનો તેમ જ રાગ-દ્વેષનો નાશ કરીને સ્વસ્વરૂપે લીન-સ્થિત થતાં અંદર શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર ને આનંદની પરમ પવિત્ર દશા પ્રગટ થાય છે. અહા! આવું જે આ ભેદજ્ઞાનનું સલ્ફળ છે તે જગતને મંગળરૂપ છે. લ્યો, આ માંગલિક ! બાકી કાંઈ પાંચ-પચાસ લાખ પેદા થાય કે ઘેર દીકરાનાં લગ્ન થાય તે માંગલિક નથી. એ તો પાપની-સંસારની હોળી બાપા! અંદર સ્વરૂપનાં શ્રદ્ધા–જ્ઞાન કરીને તેનું ફળ પરમ પવિત્રતા પ્રાપ્ત થાય તે જગતમાં મંગળરૂપ છે. પહેલાં મોહાદિ પાપનો નાશ કરવો કહ્યો ને? તો તેમાં જ માંગલિકનો અર્થ આવી ગયો; કેમકે પાપનો નાશ કરે તે માંગલિક છે. મંત્રપાપ, ને ગળ=ગાળે તે. પાપને ગાળે તે દશા મંગળ છે. અથવા મંગ-પવિત્રતા, ને લ=પ્રાપ્ત કરવું અહા ! પાપનો નાશ કરી પવિત્રતાને પ્રાપ્ત કરે એવી દશા તે માંગલિક છે. તો એવું ભેદજ્ઞાનનું ફળ માંગલિક છે ને તે બંધ છે. આ પ્રમાણે માંગલિક કીધું.
શ્લોક ૨૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ અહાહા! ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ જ્ઞાનસ્વભાવમય શુદ્ધ ચૈતન્યવસ્તુ છે. અહા ! પોતાની ચીજ અંદર આવી છે કે જેનું સર્વસ્વ એક જ્ઞાનસ્વભાવ છે. અહા ! તેને અહીં (૧૧-૧ર ગાથામાં) સહજજ્ઞાન વા કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેલ છે. તો, આવા નિજ કારણસ્વભાવઉપયોગમાં એકાગ્ર થઈને તેનું ધ્યાન કરવામાં આવતાં અર્થાત્ તેને ધ્યેય બનાવતાં શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે, અને તેના ફળમાં મોક્ષ થાય છે. તો તે મોક્ષ કેવો છે તેની અહીં વ્યાખ્યા છે.
પણ અરે! અનંતકાળમાં એણે આ વાત કદી સાંભળી નથી, અને તેથી તેને પોતાની ચીજ દુર્લભ થઈ પડી છે, જાણે પોતે અલભ્ય હોય એમ એને લાગે છે. પણ પ્રભુ! આ તો તારા ઘરની ચીજ છે માટે તે પ્રાપ્ત ન થાય એમ કેમ બને? અહા ! એક સમયની દશાથી પણ ભિન્ન ત્રિકાળ જ્ઞાનમૂર્તિ પ્રભુ આત્માનું સર્વસ્વ જ્ઞાનસ્વભાવ છે. તો તેમાં એકાગ્રતા કરી લીન થા જેથી સમ્યગ્દર્શન-જ્ઞાન-અને શાન્તિની પ્રાપ્તિ થશે. આ મોક્ષમાર્ગ છે, ને એનાથી મોક્ષ થાય છે. અહા! મોક્ષના સ્વરૂપની અહીં વ્યાખ્યા છે.
તો, કહે છે- “આનંદમાં જેનો ફેલાવ છે..' અહાહા ! શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્મા આવી છે. કેવો? કે જેમાં આનંદનો ફેલાવ છે. માટે, તેની જે દશા પ્રગટ થાય તે પણ આનંદમય પ્રગટ થાય છે અહા ! આત્માની પૂરણ એકાગ્રતાથી મુક્તિની જે પર્યાય થાય છે તેનો આનંદમાં વિસ્તાર છે, ત્યાં આનંદ ફળે છે એમ કહે છે. જ્યારે આ સંસારની દશા તો એકલા દુઃખનો જ વિસ્તાર છે. પુણ્ય-પાપનું ફળ આ એકલા દુઃખના વિસ્તારરૂપ છે. માટે પુણ્ય-પાપથી ખસી એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મામાં એકાગ્રતા કરવાથી તેના ફળમાં નિરાકુળ આનંદનો ફેલાવ થાય છે, અર્થાત્ જેમાં પૂર્ણ અતીન્દ્રિય આનંદ ફળે તે મુક્તિ છે. -આમ આ શ્લોકમાં મુક્ત પર્યાયની વાત છે.
જેમ ગુલાબનું ફૂલ સંકોચરૂપ હોય ત્યારે બહારમાં બીડાયેલી કળીરૂપે દેખાય છે. પણ જ્યારે તે વિકસિત થાય છે ત્યારે તે ખીલી ઊઠે છે. તેમ ભગવાન આત્મા ચિત્રમત્કાર પ્રભુ જો કે અંતરના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com