________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
[ નિયમસાર પ્રવચન
છે. તે શુભાશુભ રાગનો નાશ કરવો એમ કહે છે. વળી પ્રતિકૂળતા લાગતાં અંદર મનમાં જે અણગમો લાગે છે તે દ્વેષ છે. અહા ! એવા દ્વષરૂપી જળથી ભરેલા મનરૂપી ઘડાનો નાશ કરવો એમ વાત કરે છે. અહા ! પહેલાં મોહ નિર્મૂળ કરવાની વાત કરી ને હવે શુભાશુભ રાગ ને દ્વેષનો નાશ કરવાનું કહે છે.
શરીરમાં રોગ આવે, વીંછી કરડે, શ્વાસ સરખો ચાલે નહિ ને મૂંઝવણ થાય, કોઈ અપશબ્દ કહે ને અપમાન કરે-ઇત્યાદિ પ્રસંગમાં મનમાં જે અણગમો લાગે છે તે દ્વષ છે; ને તેનાથી મન ભરેલું છે. તો કહે છે, તેનો નાશ કરવો કેમ? તો કહે છે
..નાશ કરવાથી, પવિત્ર, અનુત્તમ, નિરુપધિ અને નિત્ય-ઉદિત (સદા પ્રકાશમાન ) એવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે.'
અહાહા....! ભગવાન આત્મા અંદર ઝળહળ ચૈતન્યજ્યોતિસ્વરૂપ ત્રિકાળ છે. તો, મોહને છોડી, શુભાશુભભાવને તોડી, ને હૈષના જળથી ભરેલા મનરૂપી ઘડાને ફોડી, તેના (-આત્માના) અનુભવમાં લીન રહેવાથી, તે પવિત્ર, નિરુપધિ અર્થાત્ સર્વ પરિગ્રહની ઉપાધિથી રહિત, જેનાથી કાંઈ ઉત્તમ નથી એવી અનુત્તમ-સર્વશ્રેષ્ઠ અને નિત્ય પ્રકાશમાન એવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે અર્થાત્ પર્યાયમાં પ્રાપ્ત થાય છે. અહા ! મિથ્યાત્વ અને રાગ-દ્વેષનો નાશ કરવાથી, અંદર પરમ પવિત્ર નિત્ય પ્રકાશમાન ઝળહળતી ચૈતન્યજ્યોતિ બિરાજે છે તે પ્રગટ થાય છે, અર્થાત્ પર્યાયમાં પ્રાપ્ત થાય છે અર્થાત્ આત્માની પરમ પવિત્ર પૂર્ણદશાની ઉત્પત્તિ થાય છે. અહા ! મોહ–રાગ-દ્વેષનો વ્યય થતાં અંદર પૂર્ણ જ્ઞાનની-કેવળજ્ઞાનની દશા પ્રાપ્ત થાય છે. અહા ! અંદર ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ જ્ઞાનજ્યોતિસ્વરૂપ પોતે છે તેના આશ્રમમાં રહેતાં મોહ–રાગ-દ્વેષનો નાશ થઈ આ જ્ઞાન પ્રગટ થાય છે એમ આ વાત છે. સમજાય છે કાંઈ ?
તો, કહે છે-“ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું આ સલ્ફળ બંધ છે, જગતને મંગળરૂપ છે.'
અહા! શુભાશુભ રાગના વિકલ્પથી અંદર નિત્યાનંદ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ આત્મા ભિન્ન છે. તો, શુભાશુભથી ભેદ કરીને કરવાનું તો આ છે. બાકી બધું થોથાં છે. અરે! પહેલાં શ્રદ્ધાનમાં, અભિપ્રાયમાં તો ભિન્નતા કર; સમજણમાં તો લે કે હું ચૈતન્યજ્યોતિસ્વરૂપ (રાગથી) આવો ભિન્ન છું. અરે! એણે અનાદિથી મમતારૂપી વૃક્ષ વાવ્યું છે તો તેના ફળમાં ચોરાસીના અવતાર એને ફળ્યા છે, રઝળપટ્ટીનું દુઃખ ફળ્યું છે. પણ આવું ભેદજ્ઞાનરૂપી વૃક્ષ વાવે તો તેને આ સલ્ફળ (મુક્તિ) મળે કે જે વંધ છે. સલ્ફળ એટલે શું? કે સુંદર ફળ, સારું ફળ, ઉત્તમ ફળ, સાચું ફળ. અર્થાત્ પરમ આનંદ ને શાન્તિ તે સલ્ફળ છે ને તે વંધ છે, વંદનીય છે.
પ્રશ્ન- હવે સાધારણ માણસને આવી મોટી વાતુ?
સમાધાન - પ્રભુ! તું સાધારણ નથી હોં; તું તો અંદર ચૈતન્ય મહાપ્રભુ છો. તારા સ્વભાવથી પ્રત્યક્ષ થઈ શકે એવો તું સાક્ષાત્ આત્મા છો ને પ્રભુ ! તને કોઈ પરની જરૂર નથી એવો તું ભગવાન છો. અરે! પણ એને કેમ બેસે ? પાંગળો થઈને રહ્યો હોય તેને આ કેમ બેસે? પણ ભાઈ ! તારો કોઈ નાથ નથી એવો તુંઅનાથ છો, ને સ્વરૂપપ્રત્યક્ષ એવા સહજજ્ઞાનથી સનાથ છો. તો પછી તને કોની જરૂર છે? કોઈનીય નહિ. અહા ! આવા ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું આ સલ્ફળ, કહે છે, વંધ છે, ને જગતને મંગળરૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com