________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૧
ગાથા–૧૧–૧૨ ]
મારી ચીજ નથી એમ શ્રદ્ધામાં ગુલાટ ખાઈને, કહે છે, એક ચૈતન્યમૂર્તિ આત્માને ભાવવો. અહાહા...! અંદર નિરાકુળ આનંદથી ભરપૂર ભરેલો ભગવાન આત્મા છે. આ શરીર ને પરિગ્રહ તો આકુળતાનાં સ્થાન છે, જ્યારે અંદર ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ સહજ નિરાકુળસ્વરૂપ છેઅવ્યગ્રતાથી ભરેલો છે. જુઓ, અંદર છે કે-‘ નિર્વ્યવ્ર ’=અવ્યગ્રતા-અનાકુળતા, ને ‘ પ્રાય ’=સહિત, પૂર્ણ ભરેલો. અહાહા...! આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અવ્યગ્રતા-અનાકુળતાથી ભરેલો ભગવાન છે. તેથી બુધ પુરુષે ચૈતન્યમાત્ર જેનું શરીર છે એવા ભગવાન અનાકુળસ્વરૂપ આત્માને ભાવવો અર્થાત્ તેમાં એકાગ્રતા કરવી એમ ઉપદેશ છે.
અહા! કહે છે-આત્મા જ્ઞાનશ૨ી૨ી છે; આ અંદર રહેલું સહજજ્ઞાન આત્માનું શરીર છે. આ બહારમાં શરીર છે એ તો ધૂળ-માટીનું જડ પિંડલું છે, અને અંદર જ્ઞાનનો પુંજ-જ્ઞાનની મૂર્તિ એ તારું શરીર છે. તો તેને ભાવવો, તેમાં એકાગ્ર થવું-એમ કહે છે; કેમકે તે કલ્યાણનું કારણ છે. ભાઈ! આ જ્ઞાનશ૨ી૨ી આત્માને છોડીને બીજી બધી વાતુ રખડવાની છે. અહા! અજ્ઞાનીને પાંચપચીસ કરોડની સંપત્તિ મળે ત્યાં તો તે ગાંડો-પાગલ થઈ જાય છે, પણ બાપુ! એ તો તારી રઝળવાની ચેષ્ટા છે.
પ્રશ્ન:- પણ પૈસા વિના કાંઈ ધર્મની પ્રભાવના થોડી થાય છે?
સમાધાનઃ- અરે ભાઈ, એ તો બધી બહારની ચીજ બાપુ! તે કાંઈ તારી કરી થતી નથી. તારાં કર્યા તો કાં વિકાર થાય ને કાં ધર્મ થાય-આ બે વાત છે. આ સિવાય ત્રીજું કાંઈ તારું કર્યું થતું નથી. હવે, વિકાર તો તેં અનંતવાર કર્યો છે. માટે, કહે છે-ભાઈ, એકવાર તું આ અનુકુળ ચૈતન્યશીરી આત્માની ભાવના કર. એનાથી ધર્મ ને ધર્મની પ્રભાવના થશે, ને તને અનુકુળ આનંદની પ્રાપ્તિ થશે. અહાહા...! અંદર નિર્મળાનંદનો નાથ ચૈતન્યશરીરી જ્ઞાનનો પુંજ પ્રભુ આત્મા છે, તો તેની ભાવના કર. તેમાં એકાગ્ર થઈ ત્યાં જ લીનતા ક૨, જેથી તું મુક્તિસુંદરીનો નાથ થઈ જઈશ. લ્યો, આ કલ્યાણનો પંથ છે, ને આ ધર્મની પ્રભાવના છે.
શ્લોક ૨૦: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
‘મોહને નિર્મૂળ કરવાથી..' અહાહા...! શું કીધું ? પરમાં પોતાપણાની માન્યતા ને રાગનો કણ પણ-શુભભાવ પણ-મારો છે, મને ભલો છે એવી માન્યતા તે મોહ છે, મિથ્યાત્વ છે; અને તેને નિર્મૂળ કરવો ( અર્થાત્ મૂળમાંથી ઉખાડી નષ્ટ કરવો એમ કહે છે.) ભાઈ, શુભભાવ છે તે આસ્રવતત્ત્વ છે, ને ભગવાન આત્મા જ્ઞાયકતત્ત્વ છે. તો બંનેને એક માનવા, વા ભગવાન શાયકને આસ્રવતત્ત્વરૂપ માનવો તે મિથ્યાત્વ છે, મોહ છે; અને તેનો મૂળમાંથી નાશ કરવો એમ કહે છે.
હવે કહે છે–‘પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત રાગનો વિલય કરવાથી અને દ્વેષરૂપી જળથી ભરેલા મનરૂપી ઘડાનો નાશ કરવાથી...’
જુઓ, પહેલાં શ્રદ્ધાનો દોષ દૂર કરીને હવે કહે છે-ચારિત્રનો દોષ જે શુભાશુભ રાગ છે અને અણગમારૂપ જે દ્વેષ છે તેને પણ દૂર કરવો-નાશ કરવો એમ કહે છે. અહા! ભગવાનની ભક્તિ, વંદના, દાન, વ્રતાદિનો જે ભાવ છે તે શુભરાગ છે, ને સ્ત્રી-પુત્રાદિ પ્રત્યે પ્રેમ છે તે અશુભ રાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com