________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮)
[નિયમસાર પ્રવચન છે, એ બધાની દષ્ટિ છોડ અહા ! અમે પૈસાવાળા ને બંગલાવાળા છીએ એવી માન્યતા છોડી દે, કેમકે તું તો અંદર જ્ઞાનાનંદની લક્ષ્મી-ચૈતન્યલક્ષ્મીવાળો ભગવાન છો.
વળી, વિગ્રહ નામ શરીરની પણ ઉપક્ષા કર; કેમકે શરીર તારી ચીજ નથી. અહા! શરીર તો જડ માટીનું ઢીંગલ પ્રભુ! તું ચેતન એનો સ્વામી કેમ હોય? માટે તેના પ્રત્યેનું સ્વામીપણું-ધણીપણું છોડી દે એમ કહ્યું છે. અહા ! આ બહારના પૈસા-ધન, આબરૂ આદિ પરિગ્રહ દષ્ટિમાંથી છોડ ને શરીરથી પણ ઉપેક્ષિત-મધ્યસ્થ થઈ જા એમ કહે છે.
પ્રશ્ન- તો અમે સ્ત્રી-પુત્રાદિ ને બાગ-બંગલાદિને છોડીને સાધુ થઈ જઈએ તો બધો પરિગ્રહ છોડયો કહેવાય કે નહિ?
સમાધાન - ના, એમ નહીં. પરંતુ એ પરિગ્રહ મારો છે એવી મમતા, એવી મિથ્યા માન્યતા છોડવાની વાત છે. એ બધા બહારના પદાર્થો તો છૂટા જ પડયા છે; એ ક્યાં તારામાં આવી ગયા છે? પણ તને એમ છે કે આ શરીર, પૈસા, બંગલા, સ્ત્રી-પુત્રાદિ બધાં મારાં છે, તો એવી મિથ્યા માન્યતા અને એની મમતા છોડ એમ વાત છે. કેમકે એ મિથ્યા માન્યતા અને એ બધા પ્રત્યેનો તારો મમત્વભાવ જ સંસારલતાનું મૂળ છે ને એનાથી જ તે વેલ ફાલે-ફૂલે છે. સમજાણું કાંઈ....?
જુઓ, અહીં પરિગ્રહ અને વિઝ-એમ બે લીધા છે. તો, પરિગ્રહું એટલે પૈસા, મકાન, સુવર્ણ આદિ, અને વિગ્રહ એટલે શરીર. અહા ! ભગવાન! જ્યાં તું છો ત્યાં આ બાહ્ય ચીજો નથી, ને જ્યાં એ ચીજો છે ત્યાં તું નથી. અહા ! એ ચીજોથી તે અત્યંત ભિન્ન છો. તું એકલો છો. ને સદાય એકલો જ રહેવાનો છો ને પ્રભુ ? તો પછી એ બધાની મમતા છોડ ને ? અરે! પણ આત્મા આવો છે એવી વાત જગતમાં ચાલતી નથી ! લોકમાં તો “ આ કરું ને તે કરું-એવું બધું ચાલે છે. પણ ભાઈ, એ તો બધો મિથ્યાભાવ છે, સંસારનું મૂળ છે. કરવું એ તો મરવું છે બાપુ! સોગાનીજીએ કહ્યું છે કે-“શુભરાગ કરના સો મરના હૈ.' હવે આ માણસને ભારે આકરું લાગે, પણ ભાઈ ! આ જ વસ્તુસ્થિતિ છે, એ આવો જ મારગ છે.
પ્રશ્ન- “સમાજ સુધારો –આવો ઉપદેશ સારો લાગે.
સમાધાનઃ- કહ્યું ને કે તું સદાય એકલો છો. સમાજમાં ક્યાં તારો છે? અને એને કોણ સુધારે? એ તો મિથ્યાભાવરૂપ ઝેરનાં પીણાં બાપુ! અને એ તને સારાં લાગે છે? અહીં તો આ સ્પષ્ટ કહે છે કે પરિગ્રહનું ગ્રહણ છોડી દે. કેમકે પરિગ્રહથી કાંઈ લાભ નથી. આવી વાત છે!
પ્રશ્ન:- પણ પૈસા હોય તો દાન દેવાય ને ધર્મ ટકે?
સમાધાન:- અહીં તેની ના પાડે છે. કોના પૈસા? ને કોણ દાન દે? પૈસાના દાનની ક્રિયા થાય એ કાંઈ તારી ક્રિયા નથી, એ તો જડની છે, અને તેમાં થતો ભાવ પણ પુણ્યભાવ છે કે જે બંધનું-સંસારનું કારણ છે. ધર્મ તો અંતરની ક્રિયા છે બાપુ! ને એ અંતરની ક્રિયાથી ટકે છે, પુણ્યથી નહિ. સમજાણું કાંઈ..?
તો, કહે છે-“બુધ પુરુષે અવ્યગ્રતાથી (નિરાકુળતાથી) ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને (-આત્માને) ભાવવો
અહા! “બુધ પુરુષે..” અર્થાત્ હિત કરવાના કામી એવા વિચક્ષણ પુરુષે પરિગ્રહ અને શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને..અહાહા...! શરીર ને શરીરની ક્રિયા મારાં નથી, ને પરિગ્રહનો આ ઢગલો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com