________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૧-૧૨].
૧૭૯ સુખને પામે છે, પરમાનંદ ને પરમસુખને પામે છે. ભાઈ, તારી આ પૈસામાં ને પરિવારમાં સુખની કલ્પના છે એ તો ક્ષણભંગુર છે, થોડા કાળની છે. એ ક્યાં સુખ છે? એ તો ભજનમાં આવે છે ને કે
“સગા રે સગાં તમે શું કહો? સગાં વળાવીને વળશેજી,
સગાં તો વન કેરાં લાકડાં, સાથે આવીને બળશેજી.” આ મારી સ્ત્રી, ને આ મારો પુત્ર-એમ તું માને છે, પણ ભાઈ, એ તો તને વળાવીને પાછાં વળશે. એ ક્યાં સગાં છે? ને એમાં ક્યાં સુખ છે? એ તો વનનાં લાકડાં દેહ સાથે બળશે; ને કોણ જાણે તું તો ક્યાંય ચાલ્યો ગયો હોઈશ. અહા ! જુઓને!
એક રે દિવસ એવો આવશે.” અહા! આવો એક દિ' આવશે કે નહીં? અને ત્યારે“કાઢો રે કાઢો એમ સહુ કહે, જાણે જભ્યો જ ન હોતો.
એક રે દિવસ એવો આવશે...” આત્મા ચાલ્યો ગયો, ને આ મડદું છે એ રહ્યું. અત્યારેય આ મડદું છે હોં. તો એને કાઢો જ કાઢો, નહીંતર એ ગંધ મારશે, હુવા બગાડશે. જુઓ આ દુનિયા ને આ સગાં !
પણ એ હતો ત્યારે તો ઘર સુધારું છું-એમ કહેતો” તો ને?
હવે સાંભળને! ઘર કોણ સુધારે? ને ઘરથી એને શું સંબંધ? જ સંબંધ હોય તો શું કામ ચાલ્યો જાય? બાપુ! એને ( આત્માને) સ્ત્રી-કુટુંબ આદિ ઘર સાથે કોઈ સંબંધ નથી. આ મારો પતિ, ને આ મારા પિતા, ને આ મારો પુત્ર એમ તું હરખાય પણ એ કોઈથી એને (નિજ આત્માને) સંબંધ નથી. એ તો બધું સંજોગમાં કલ્પનાથી માનેલું સુખ છે જે ક્ષણમાં નાશ પામી જાય છે. શરીરને આત્મા સમજનારા અજ્ઞાની જીવો સંજોગમાં સુખ માને છે, પણ એ સુખ સુખ નથી, કલ્પનામાત્ર જ છે, અને ક્ષણમાત્રમાં નષ્ટ થઈ જાય
છે.
તેથી અહીં કહે છે-શુભાશુભને અને હરખ-શોકના ભાવને ઓળંગીને, સંસારરૂપી વેલને છેદી, નિજ જ્ઞાનાનંદસ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન ને રમણતા દ્વારા તે શાશ્વત-સાદિ-અનંત અને પરિપૂર્ણ એવા સુખને પામશે. આવી વાત !
શ્લોક ૧૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન “પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમ જ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને..
અહા! ભાઈ, આ તારા ધૂળના ઢગલા-બંગલા, પૈસા, દાગીના ને ઝવેરાત ઇત્યાદિની, કહે છે, મમતા છોડ. “પરિગ્રહીઝ૬ –પરિગ્રહનો આગ્રહ એમ શબ્દ છે ને ? તો, આગ્રહુ એટલે ગ્રહણ-પકડ એમ અર્થ છે. મતલબ કે આ સોનાના લાટા, ને ઝવેરાતના-હીરા-માણેકના પટારા ને લાખોના બંગલા મારા છે એવી પકડ છોડ એમ કહે છે. કેમ? કેમકે એ ક્યાં તારા છે? એ તો જૂઠી પકડ છે, મમતા છે. બાકી એમાં તું નહિ અને એ તારામાં નહિ એ વસ્તુસ્થિતિ છે. માટે કહે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com