________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮
[નિયમસાર પ્રવચન
ભવ મળે છે. અહા ! આ અંદર છે કે નહિ? મૂળ શ્લોકમાં જ છે. જુઓ, ‘પરિષ્ઠરતુ સમાં ઘોરસંસારભૂતમ્'—લ્યો, આ બીજી લીટીમાં છે. અરે ભગવાન! જે ભાવથી તને ભવ મળે તેને ભલો કેમ કહીએ ? કેમકે ભવ તો સંસાર છે, દુઃખરૂપ છે. અશુભભાવ ટાળવા માટે કદાચિત્ તે શુભભાવ હો, પણ તે છે તો ઘો. સંસારનું મૂળ.-આ અજ્ઞાનીને બહું આકરું લાગે હોં. શુભભાવ હોય તે બીજી વાત છે, ને તેને ભલો જાણવો-માનવો તે બીજી વાત છે,
અહા ! પાપભાવથી બચવા શુભભાવ હોય છે, પરંતુ એ છે સંસારનું કારણ; કેમકે એનાથી જન્મમરણનો અંત આવે એમ છે નહિ. અહા! જે ભાવથી ભવ મળે ને જન્મ-મરણની પરંપરા થયા કરે તે ભાવથી જન્મ-મરણનો અંત ક્યાંથી આવે? ભગવાન! દાન દેવાનો ભાવ થાય તે શુભવૃત્તિનું ઉત્થાન છે ને તેમાંથી પણ સંસાર ફળે છે. અહા! આત્માને અનુકુળ શાંતિ મળે એવું કાંઈ શુભવૃત્તિમાં છે જ નહિ. અહા ! અહીં કલશમાં ભાષા વાપરી છે એ તો જુઓઃ
કે સમસ્ત સુકૃત કે દુષ્કૃત ઘોર સંસારનું મૂળ છે–એક વાત; અને
તેને અત્યંત પરિહરો.-આમ બે વાત કરી છે.
ભાઈ, રાગ શુભ હો કે અશુભ હો, બંને કર્મચેતના છે અને બેય સંસારનું મૂળ છે. જ્યારે સુખદુ:ખની કલ્પના છે તે કર્મફળચેતના છે, ને એય સંસારનું મૂળ છે. સંસારને છેદનારી ને ભવનો અંત કરનારી તો એક જ્ઞાનચેતના જ છે.
અરે! ૮૪ના અવતારમાં-ભવસમુદ્રમાં પ્રભુ! તું ક્યાંય ઊંડો ઉતર્યો છો! અહા! તારા રખડવાના આરા ન આવે ને એમાં ને એમાં તું રખડયા કરે એ શું ઠીક છે? ના. તો કહે છે–ભગવાન ! તારો આત્મા સહજઅનંતચતુષ્ટયયુક્ત અંતરમાં ચૈતન્યમહાપ્રભુ છે. અહા! પુણ્ય-પાપ ને હરખ-શોકના પરિણામથી ભિન્ન તારા નિર્મળ સ્વભાવપરિણામ ઉત્પન્ન થાય એવી તારી ચીજ છે. અહો! પુણ્ય-પાપ ને તેના ફળરૂપે જે ભાવ થાય છે તેનાથી ભિન્ન તારી નિર્મળનિર્મળ પર્યાયને ઉત્પન્ન થવાનું તું સ્થાન છો. તો
ત્યાં જા, ત્યાં એકાગ્ર થા, ને તેમાં લીન થા. આ પુણ્ય-પાપમાં સંસારને છેદવાનું સામર્થ્ય નથી. કેમકે પુણ્ય-પાપથી નિર્મળપર્યાય ઉત્પન્ન થતી નથી. અહા! કર્મની ૧૪૮ પ્રકૃતિને ઝેર કહી છે ને પ્રભુ? સમયસારમાં કહ્યું છે કે ૧૪૮ કર્મપ્રકૃતિ ઝેર-વિષવૃક્ષનાં ફળ છે. તો, ત્યાં તીર્થંકરપ્રકૃતિનેય ઝેર કહીને પ્રભુ? ઓહો...! ગજબ વાત કરી છે! દિગંબર સંતોએ વાણી દ્વારા કેવળીનાં પેટ ખોલ્યા છે!
અહા ! ભગવાન આત્મા મુક્તિનું મૂળ છે. તો, ભગવાન આત્મામાં જ્ઞાનના જે પ્રકારો કહ્યા છે તેને યથાર્થ જાણીને, અર્થાત્ સર્વ ભેદોથી ભિન્ન એવા નિજ સહજ જ્ઞાનાનંદસ્વરૂપને પામીને અંતરમાં વળવા ને ઠરવા આ સમસ્ત શુભાશુભભાવ ને હરખ-શોકના ભાવને અત્યંત છોડી દે. સમસ્ત-શુભ-અશુભ કહ્યું છે હોં. શુભના કે અશુભના એક અંશને પણ રાખ કે રાખવાયોગ્ય છે એમ નહિ. આવી વાત હવે કોઈને (શુભના આગ્રહવાળાને) આકરી લાગે, પણ શું થાય? આ વસ્તુસ્થિતિ છે.
હવે કહે છે–‘તેનાથી ઉપ૨ (અર્થાત્ તેને ઓળંગીને જતાં), જીવ સમગ્ર (પરિપૂર્ણ) શાશ્વત સુખને પામે છે.'
લ્યો, આ શુભાશુભ રાગને ઓળંગી જતાં ભગવાન આત્મા શાશ્વત ને પરિપૂર્ણ આનંદ ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com