________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૧-૧૨]
૧૭૭ અહાહા...! શું કીધું? આવા જે જ્ઞાનના ભેદો-પ્રકારો કીધા તેને બરાબર જાણીને-સમજીને. અહા! આવો હું સદાય એક જ્ઞાનસ્વભાવ જ છું-એમ સર્વથી ભિન્ન થઈને-ભેદજ્ઞાન પામીને-ભવ્ય જીવ, ઘોર સંસારના મૂળરૂપ એવા સમસ્ત સુકૃત કે દુષ્કૃતને અત્યંત પરિહરો. જોયું? શું કીધું આ? કે સમસ્ત સુકૃત નામ શુભભાવ ને દુષ્કૃત નામ અશુભભાવ ઘોર સંસારનું મૂળ છે. અહા! હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, કામ-ભોગની વાસના, ક્રોધ, માન, માયા ને લોભ ઇત્યાદિ પાપભાવ તે દુષ્કત છે; ને દયા, દાન, વ્રત, ભક્તિ ને પૂજા ઇત્યાદિ પુણ્યભાવ તે સુકૃત છે. અહા ! એ બેય (સુકૃત ને દુષ્કૃત) ઘોર સંસારનું મૂળ છે. જુઓ, અહીં પુણ્યભાવને પણ ઘોર સંસારનું મૂળ કીધું છે. તે પરભાવ છે ને? તેથી ઘોર સંસારનું મૂળ છે.
અહાહા..! કહે છે ઘોર સંસારના મૂળરૂપ એવા સમસ્ત સુકૃત કે દુષ્કૃત અર્થાત્ શુભ કે અશુભ, તેમ જ સુખ કે દુઃખને અત્યંત પરિહરો. આ પૈસા, ઈન્દ્રિય આદિ સંજોગમાં સુખ છે, ને નરકાદિ સંજોગમાં દુ:ખ છે એવી કલ્પનાને અર્થાત્ એવા કલ્પનાયુક્ત સુખ-દુ:ખને, કહે છે, અત્યંત પરિહરો. જુઓ, કર્તાપણું ને ભોક્તાપણું-બેય લીધું છે. એમ કે શુભાશુભભાવનું કરવાપણું ને તેનું ભોગવવાપણું-આ સુખ-દુઃખનું ભોગવવાપણું-એમ બેયને અત્યંતપણે છોડ. આવી સ્પષ્ટ ખુલાસાથી વાત આવે એટલે અજ્ઞાનીને (શુભના એકાંત પક્ષવાળાને ) આકરી લાગે, ને પછી આ આચાર્યનું કથન નથી, મુનિનું છે એમ કહીને કાઢી નાખે. અરે પ્રભુ! તું શું કરે છે આ? એને મન એમ કે અમે આ પૂજા-ભક્તિ વગેરે સુકૃત કરીએ છીએ તે શું ઘોર સંસારનું મૂળ છે? હા, ભાઈ ! એ ઘોર સંસારનું મૂળ છે.
પ્રશ્ન- તો પુણ્ય પવિત્રતાનું કરનારું છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
સમાધાન- હા, આવે છે. ભાઈ, ત્યાં પુણ્ય, પાપને ઓછું કરે છે એ અપેક્ષાએ વ્યવહારથી કહ્યું છે કે પુણ્ય પવિત્ર છે. વળી નિશ્ચયથી પુણ્ય તો પવિત્રતાને કહે છે. (કેમકે પુણ્યનો અર્થ પવિત્રતા છે). આત્માના શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર એ પુણ્ય છે કે જે પવિત્ર છે.
અહા! ભગવાન આત્મા જ્ઞાનાનંદની મૂર્તિ પોતે અંદર પ્રભુ છે. તેમાં (પર્યાયમાં) આ શુભ ને અશુભભાવના વિકલ્પ ઊઠે તે ઝેર છે. એટલે કે અમૃતથી ઉલટા એવા એ શુભાશુભભાવો ઝેરનાં પીણાં છે પ્રભુ! તેથી જ મુનિરાજ અહીં કહે છે કે તે શુભભાવ ને અશુભભાવનું કરવાપણું છોડ; તથા તેમાં હરખ-શોક કે સુખ-દુઃખના ભોક્તાપણાની કલ્પના પણ છોડ, અત્યંત છોડ.
પ્રશ્ન:- પણ શુભભાવ કંઈક ઠીક છે માટે તેને તો અંશ છોડવો ને?
સમાધાન- ના; બેયને અત્યંત પરિહરો. અંદર (કળશમાં) એમ છે કે નહિ? ભાઈ, દાનમાં પૈસાનો રાગ ઘટાડે તો તેથી પુણ્ય થાય, અને તો પણ, અહીં કહે છે, તે ઘોર સંસારનું મૂળ છે. આકરી વાત બાપા ! પણ તે ભાવ વિકલ્પ-રાગ છે ને? ને રાગ છે તે આગ છે. છઠુંઢાળામાં આવે છે કે
રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈએ.” અરે ! શુભભાવમાં જ માણસો અટકયા છે. પરંતુ, ભાઈ ! શુભ કે અશુભ-બેય ભાવો ઘોર સંસારનું મૂળ છે. આ પરનાં દયા-દાનનો ભાવ, કે ભગવાનની ભક્તિ-પૂજાના ભાવ, બધા શુભરાગ છે ને તે ઘોર સંસારનું મૂળિયું છે એમ કહે છે કેમકે તેનાથી પુણ્ય બંધાય છે ને તે વડે સંસારનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com