________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૧૭૬
અનાથ છે, અર્થાત્ ભગવાન આત્માને માથે બીજો કોઈ નાથ નથી; બીજો કોઈ તેનો ધણી-માલિક નથી અહા! તેનો કોઈ કર્તા નથી, પરંતુ પોતે પોતાની પરમ પવિત્ર પરિણતિનો નાથ છે. અહા ! અહીં કહે છેઆવો (સનાથ, અનાથ ને નાથ) આત્મા અંદર છે તેને અંત૨માં એકાગ્ર થઈને ભાવવો. આ મુક્તિનો ઉપાય ને મોક્ષનો મારગ છે. આમ આખા શાસ્ત્રમાં જે કહેવું છે તે અહીં ટૂંકામાં કહ્યું. જેમ સમયસારમાં બાર ગાથા સુધી પીઠિકા છે, તેમ અહીં બાર ગાથા પૂરી થઈ એટલે આ શાસ્ત્રના સારરૂપ બ્રહ્મોપદેશ કર્યો.
અહા ! સંસારરૂપી વેલડીનું મૂળ મિથ્યાત્વ છે, કેમકે ચોરાસીના અવતારની પરંપરા મિથ્યાત્વથી થાય છે. અરે! ચોરાસીના અવતારની કેવી રઝળપટી! અંકનો રાજા થાય, રાજામાંથી નારકી થાય, નારકીમાંથી પશુ થાય, પશુમાંથી દેવ થાય અને દેવામાંથી વળી પાછો એકેન્દ્રિયાદિ તિર્યંચ થાય. આમ આવા અવતાર ધરી-ધરીને એ, અરેરે! અનંતવાર જન્મ્યો ને મર્યો છે. તો, આવી જે સંસારરૂપી વેલ ફળી-ફૂલી છે તેને છેદવાનો આ ઉપાય છે કે અંદર ચિદ્વિલાસરૂપ સહજઅનંતચતુષ્ટયમય એવો બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્મા છે તેની ભાવના કરવી. અહા! જેમ મિથ્યાત્વભાવ સંસારવેલનું મૂળ છે, તેમ ભગવાન આત્મા મુક્તિનું મૂળ છે. માટે, કહે છે, અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે બિરાજે છે તેની ભાવના કર, ને તેમાં એકાગ્ર થઈ લીન થા. બસ, આ જ ક૨વાયોગ્ય કાર્ય છે. સમજાણું કાંઈ ?
પ્રશ્ન:- પણ આમાં વ્રત-નિયમ પાળવાનું તો ન આવ્યું?
સમાધાનઃ- ભાઈ, એ બધું જ આમાં આવી ગયું; કેમકે અંતર્લીનતા થતાં જ્યાં રાગ જ છૂટી ગયો ત્યાં તેને અગ્રતાદિ કાંઈ રહેશે જ નહિ. (વ્રતાદિનો રાગ પણ ક્રમશઃ છૂટી જશે તો પછી અવ્રતાદિ કેમ રહેશે ?) સમજાણું કાંઈ... ?
શ્લોક ૧૮: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
અહો ! દિગંબર સંતોએ અમૃતનાં વેણલાં વાયા છે. લગ્નમાં ગીત ગાય છે ને કે−વેણલાં ભલાં વાયાં રે'; પણ એ તો બધાં પાપનાં વેણલાં બાપુ! એથી તો સંસાર ફળે. જ્યારે અહીં તો મોક્ષના મંડપ રોપવાનાં વેણલાં છે કે જેનાથી મોક્ષરૂપી વેલ ફાલે ને ફળે.
અહાહા...! ભગવાન આત્મા..., અહા ! એકવાર તેને દૃષ્ટિમાં તો લે પ્રભુ! અરે! એને આત્માની (–પોતાની ) કાંઈ પડી નથી! અહા! એણે જગતની કિંમતો કરી, પણ પોતાની તો કિંમત આંકી નહિ! અહા ! જે ચીજનું મૂલ્ય નથી એવી ચીજનાં એણે મૂલ્ય કર્યાં; પરંતુ અણમોલ અનુપમ પોતે આત્મા છે એની દરકારેય ન કરી; ને તેને મહા મોંઘી (દુર્લભ ) માની લીધી છે. અહીં કહે છે-ભગવાન આત્મા કે જે નિજ સતાના સ્વભાવમાં નિત્ય બિરાજમાન છે, ને જે સહજઅનંતજ્ઞાન ને સહજઅનંતઆનંદથી સનાથ પ્રભુ બિરાજે છે તેની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થા. એથી તને મુક્તિ ને ૫૨માનંદની પ્રાપ્તિ થશે. આ સિવાય બીજું બધું ધૂળધાણી છે.
તો, કહે છે-એ રીતે કહેવામાં આવેલા ભેદોના જ્ઞાનને પામીને ભવ્ય જીવ ઘોર સંસારના મૂળરૂપ સમસ્ત સુકૃત કે દુષ્કૃતને, સુખ કે દુ:ખને અત્યંત પરિહરો.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com