________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૧-૧૨]
૧૭પ ધણી-માલિક નથી; પણ પોતે જ પોતાનો નાથ છે. અહા! આવા મુક્તિસુંદરીના નાથને ભાવવોઅનુભવવો એમ કહે છે. મુક્તિસુંદરી એટલે સુંદર શુદ્ધસ્વરૂપની ચિસ્વરૂપ પરિણતિ. અહા ! તેનો આત્મા નાથ છે અને એવા આત્માને અનુભવવો એમ અહીં કહે છે. લ્યો, આ મારગ ને આ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર! અહા! અંદરમાં વસ્તુ-આત્મા સ્વભાવ અનંત ચતુષ્ટયમય ત્રિકાળ છે તેની એકાગ્રતા ને ભાવના કરવી એ મોક્ષમાર્ગ છે, ને એ ધર્મ છે. બાકી બધું થોથાં છે.
અહીં ત્રણ શબ્દો નાખ્યા છેઃ સનાથ, અનાથ, ને નાથ. ત્રિકાળ ધ્રુવ ધ્રુવ અવિચળ ચિઢિલાસરૂપ એવો ભગવાન આત્મા અંદરમાં ત્રિકાળ સહજજ્ઞાનાદિ અનંતસ્વભાવચતુષ્ટયથી સહિત હોવાથી સનાથ છે; ને તેના માથે કોઈ નાથ નથી માટે અનાથ છે; ને પોતે મુક્તિસુંદરીનો નાથ છે અહા ! આવો અંદરમાં નિજ ભગવાન આત્મા છે એને જાણીને અંતર-એકાગ્ર થવું, તેને અનુભવવો, તેમાં લીન રહેવું તે ધર્મ છે, મોક્ષનો માર્ગ છે; ને તેનું ફળ મુક્તિ છે કે જેનો પોતે જ નાથ છે. આવી અલૌકિક વાત છે.
પ્રશ્ન- પણ લોકો તો એને પૈસાવાળો, ને બંગલાવાળો ને બહોળા પરિવારવાળો-એમ કહે છે ને?
સમાધાન - ભાઈ, લોકો કહે છે એ-વાળો એટલે એવો આત્મા નથી. એ તો બધી પર ચીજ બાપા ! આત્માનો એનાથી શું સંબંધ છે? કાંઈ જ નહિ.
પ્રશ્ન- હા, પણ એ પુણ્યશાળી-પુષ્યવાળો તો છે ને?
સમાધાન:- અહા ! આત્મા પુણવાળો કે રાગવાળોય નથી. લોકો (–અજ્ઞાનીઓ) કહે છે એવો આત્મા કદીય નથી. અહા! ભગવાન ત્રિકાળી પ્રભુ એક સમયની પર્યાયવાળો પણ નથી ત્યાં એ બધાની તો શી વાત? અહા ! એ તો સહજ અનંતજ્ઞાન, અનંતસુખામૃત, અનંતચિન્શક્તિ ને ત્રિકાળ શ્રદ્ધાથી ભરપૂર ભરેલો ભગવાન છે. અહીં કહે છે–એવા નિજ આત્મસ્વરૂપને ભાવવું અનુભવવું, અર્થાત્ એમાં એકાગ્રતા ને રમણતા-લીનતા કરવી. અહીં “ભાવવો' એટલે વિકલ્પ કરવો એમ વાત નથી. પણ પ્રથમ તેને શ્રદ્ધામાં લઈને, ય બનાવીને પછી તેમાં રમવું-લીન થવું એમ વાત છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર છે ને આ મોક્ષમાર્ગ છે. હવે કહે છે
“આમ સંસારરૂપી લતાનું મૂળ છેદવાને દાતરડારૂપ આ ઉપન્યાસથી બ્રહ્મોપદેશ કર્યો.'
અહા! ચોરાસીના જન્મ-મરણના અવતાર જેમાંથી ફળે એવી સંસારરૂપી લતા-વેલ છે. અને આવા (ઉપર કહ્યા તેવા) નિજ સ્વરૂપથી ખસતાં ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિના જે વિભાવ પરિણામ તે આ વેલનું મૂળ છે. અહીં કહે છે-એ સંસારરૂપી વેલના મૂળને છેદવાના દાતરડારૂપ આ ઉપન્યાસથી-આ કથનથી–બ્રહ્મોપદેશ કર્યો. અહા ! આ ઉપન્યાસથી એટલે આ કથનથી, આ સૂચનથી, લખાણથી, પ્રારંભિક કથનથી, પ્રસ્તાવનાથી બ્રહ્મોપદેશ કર્યો. જુઓ, આ ઉપદેશ! અહાહા...જેનાથી સંસારની વેલ મૂળથી છેદાઈ જાય અને બ્રહ્મ નામ આનંદસ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય તે ઉપદેશ છે, બ્રહ્મોપદેશ છે. લ્યો, જ્ઞાનના ભેદો કહીને આ સરવાળો કીધો. શું? કે બ્રહ્મસ્વરૂપ અંદર ભગવાન આત્મા ત્રિકાળ વિદ્યમાન છે તેની એકાગ્રતા કર, ને તેમાં લીન થા. આ બ્રહ્મોપદેશ છે. અહા! ત્રિકાળી સહજજ્ઞાનાદિ શક્તિઓથી સનાથ ભગવાન આત્મા છે. એવો ભગવાન આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com