________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૧૭૪
ચારિત્રમય છે એમ વાત છે. ગજબ વાત છે!
૪. વળી, ત્રણે કાળે અવિચ્છિન્ન હોવાથી..., લ્યો, ત્રણ કાળમાં કદીય તૂટે નહિ એવું અંદર ચૈતન્યની ત્રિકાળી શ્રદ્ધાનનું સ્વરૂપ છે. અહા ! ત્રણે કાળ અતૂટ હોવાથી અંદરમાં સદાય નિકટ એવી પરમ ચૈતન્યની-કે જે સહજ વિલાસરૂપે રહેલ છે તેની-શ્રદ્ધા પણ અંદર ત્રિકાળ રહેલી છે એમ કહે છે. સમજાય છે કાંઈ... ? બહુ સૂક્ષ્મ બાપા! અહાહા...! એક સમયની વર્તમાન પર્યાયને બાદ કરીએ તો અંદર ભગવાન આત્માનું આવું સ્વરૂપ છે. હવે, આત્મા આવો છે, અર્થાત્ હું અંદર આવો છું એમ એણે કોઈ દિ' સાંભળ્યું નથી, પછી લક્ષમાં તો ક્યાંથી લે? એણે તો પામર તરીકે પોતાને-આત્માને માન્યો છે, ને પામર થઈને, બિચારો થઈને એ રહ્યો છે. શું થાય? (વસ્તુને ઓળખે નહિ તો શું થાય?)
અહીં કહે છે–અંદર ભગવાન આત્મા, સ્વભાવિક જ્ઞાનના વિલાસરૂપે રહેલો છે, મહા ૫૨મ વીતરાગ સુખામૃતનો દરિયો છે, અપ્રતિત ચિત્શક્તિનું રૂપ છે, ત્રિકાળ અવિચળ ચારિત્રમય છે અને ૫૨મ ચૈતન્યરૂપની સહજશ્રદ્ધા સહિત છે. આ ત્રિકાળી શ્રદ્ધાની વાત છે હોં. નવી શ્રદ્ધા પ્રગટે એ તો પર્યાય છે. તેની આ વાત નથી. અહીં તો, ૫૨મ ચૈતન્યરૂપની સહજશ્રદ્ધાથી તે અંદર સદાય ભરેલો જ છે એમ વાત છે.
પ્રશ્ન:- શું આવો આત્મા ? અમે તો આત્મા એકેન્દ્રિય, બે-ઈન્દ્રિય, આદિ સાંભળ્યો છે?
સમાધાનઃ- ભાઈ, (જેવો તેં સાંભળ્યો છે) એવો આત્મા એકેન્દ્રિય આદિ છે જ નહિ. ઈન્દ્રિય તો જડ-અચેતન છે; અને સદાય ચૈતન્યના વિલાસરૂપ એવો આત્મા તો અંદર જુદો જ છે. એ તો અહીં કહ્યો એવો સ્વભાવઅનંતચતુષ્ટયમય છે. લ્યો, એ જ અહીં કહે છેઃ
એ સ્વભાવઅનંતચતુષ્ટયમય જે સનાથ (સહિત ) છે એવા આત્માને-અનાથ મુક્તિસુંદરીના નાથને ભાવવો.’
અંદર ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ, ત્રિકાળ ધ્રુવ, અંતર્મુખ છે. તે સહજ અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખને અનંતવીર્ય-એમ સ્વભાવઅનંતચતુષ્ટયથી સનાથ એટલે સહિત છે. અનાદિથી આવા ચાર સ્વભાવથી આત્માનું સ્વરૂપ સદા સનાથ જ છે, સહિત જ છે. હવે આવો આત્મા એણે કદી સાંભળ્યો નહિ હોય ! ભાઈ, આ અવસર છે. (એમ કે હમણાં ન સમજ્યો તો પછીઅવસર નહિ હોય ).
અહા! આ શરીર, મન, વાણી ને ઈન્દ્રિય તો જડ-અચેતન છે; તેની અહીં વાત નથી. તેમ પુણ્યપાપના વિકલ્પો પણ આસ્રવ છે; તેય ભિન્ન છે, તેનીય અહીં વાત નથી. વળી તેવી રીતે એક સમયની વર્તમાન પ્રગટ દશાનીય અહીં વાત નથી. અહીં તો એ બધાયથી રહિત, ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ આત્મા કે જે સ્વભાવઅનંતચતુષ્ટયથી સનાથ-સહિત છે એવા સહચિદ્વિલાસરૂપ આત્માની વાત છે. અહાહા..! સહજઅનંતદર્શન, સહજઅનંતજ્ઞાન, સહજઅનંતસુખ અને સહજઅનંતવીર્યથી ભગવાન આત્મા સદાય સનાથ જ છે, સુરક્ષિત જ છે. અહા ! આવો ધ્રુવ, નિત્ય, અવિચળ, સહજઅનંતચતુષ્ટયમય ભગવાન આત્મા છે તેને-અનાથ મુક્તિસુંદરીના નાથને-કહે છે, ભાવવો-અનુભવવો લ્યો, આવો મારગ! સમજાય છે કાંઈ...!
અહા ! ભગવાન આત્મા અનાથ છે. એટલે શું? કે તેને માથે કોઈ નાથ નથી. તેના માથે કોઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com