________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૧-૧૨]
૧૭૩ સહજભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો-લાયક જીવનો પરમસ્વભાવ હોવાથી, મોક્ષાર્થીને-ધર્મી જીવને એના (સહજજ્ઞાન) સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. અરે ! વર્તમાન પ્રગટ પર્યાય પણ ઉપાદેય નથી. રાગાદિ તો ક્યાંય દૂર રહી ગયા. માર્ગ તો આ છે બાપુ! ને સતનું-વસ્તુનું સ્વરૂપ પણ આ જ છે કે પરમ પરિણામિકભાવમાં સ્થિત જે સહજ ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે તે જ ભવ્ય જીવને ઉપાદેય છે, તે જ અંગીકાર કરવાલાયક છે, અર્થાત્ તેમાં જ દષ્ટિ દેવાયોગ્ય છે; આ સિવાય બીજું કાંઈ ઉપાય નથી.
અહાપહેલાં જ્ઞાનના ભેદો વર્ણવ્યા. કારણસ્વભાવજ્ઞાન ત્રિકાળ સ્વરૂપ પ્રત્યક્ષ છે, કાર્યસ્વભાવજ્ઞાન-કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ છે, મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અવધિજ્ઞાન ને મન:પર્યયજ્ઞાન વિકલપ્રત્યક્ષ છે-આમ બધા ભેદો વર્ણવ્યા. પણ એમાં સાર શું? અર્થાત્ એ બધાને જાણીને એણે શું કરવું? કે જેથી આત્માની પરમસુખની પ્રાપ્તિરૂપ મુક્તિ થાય? તો, કહે છે
“આ સહજચિઢિલાસરૂપે-' અહાહા..! આ આત્મા છે તે સ્વાભાવિક જ્ઞાનના વિલાસરૂપે રહેલો છે. આ ત્રિકાળી ધ્રુવની વાત છે હોં. ‘આ’ શબ્દ છે તે “પ્રત્યક્ષપણું” બતાવે છે. તો, ભગવાન આત્મા સ્વાભાવિક ચિદ્' નામ જ્ઞાનના વિલાસરૂપે છે; અર્થાત્ તેમાં ત્રિકાળ સહજજ્ઞાનનો વિલાસ છે.
તો, કહે છે-“આ સહજચિહિલાસરૂપે (૧) સદા સહજ પરમ વીતરાગ સુખામૃત, (૨) અપ્રતિહત નિરાવરણ પરમચિન્શક્તિનું રૂપ, (૩) સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ પરમચારિત્ર, અને (૪) ત્રણે કાળે અવિચ્છિન્ન (અતૂટક) હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્યરૂપની શ્રદ્ધા-એ સ્વભાવ-અનંત ચતુષ્ટયથી જે સનાથ (સહિત) છે એવા આત્માને-અનાથ મુક્તિસુંદરીના નાથને-ભાવવો (અર્થાત સહજજ્ઞાનવિલાસરૂપે સ્વભાવ અનંત ચતુષ્ટયયુક્ત આત્માને ભાવવો-અનુભવવો.)'
૧. અહાહા....! કહે છે-આ સહજચિઢિલાસરૂપ આત્મા સદા પરમ વીતરાગ સુખામૃતસ્વરૂપ છે. ભગવાન આત્મા સદાય અંદર સ્વભાવથી જ વીતરાગ પરમાનંદની મૂર્તિ સ્વરૂપ છે. અહાહા..! સ્વભાવથી જ પરમ સુખામૃતસ્વરૂપ ભગવાન આત્મા છે. માટે, ત્યાં જ નજર નાખ; બીજે નજરું કરવાનું રહેવા દે, ને તારી નજરું ત્યાં જ નાખ. ભગવાન! તારે સુખ જોઈએ છે ને? તો નિત્યાનંદસ્વરૂપ તું પ્રભુ પરમસુખામૃતથી ભરેલો છો ત્યાં નજર નાખ.
૨. વળી, તે અપ્રતિત અર્થાત્ કદીય પાછું પડે નહિ, હીણું થાય નહિ એનું નિરાવરણ પરમ ચિન્શક્તિનું રૂપ છે. અહાહા...! આવો તું અંદર ભગવાન આત્મા છો. કેવો? અપ્રતિહત નિરાવરણ ચિન્શક્તિરૂપ એવો આત્મા અંદર સ્વભાવથી જ નિત્યાનંદ પ્રભુ છે. અહાહા..! અંદર સ્વાભાવિક ચિ7ક્તિનુંરૂપ એવું છે કે કદી પાછું પડે નહિ, હીણું થાય નહિ.
૩. તે સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ ચારિત્ર છે. અહાહા..! આ ભગવાન આત્મા સ્વભાવિક જ્ઞાનવિલાસરૂપે પરમ સુખામૃતસ્વરૂપ છે, ચિલ્શક્તિનું રૂપ છે, અને સદા અંતર્મુખ એવા સ્વસ્વરૂપમાં અવિચલ સ્થિતિરૂપ પરમ ચારિત્રમય છે. અહાહા..સ્વભાવથી જ અવિચળ ચારિત્રની શક્તિરૂપ ભગવાન આત્મા છે. ભાઈ, આ વર્તમાન ચારિત્રપર્યાય-કે જે પ્રગટ કરવી છે-તેની વાત નથી. આ તો અંદર આત્માનું સ્વરૂપ જ સદાય વીતરાગસ્વભાવરૂપ-ત્રિકાળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com