________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨
[નિયમસાર પ્રવચનો
છે, ત્રણકાળ-ત્રણલોક જેમાં પ્રત્યક્ષ જણાય એવું કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ છે. અહા! એવો જ ભગવાન આત્માની કાર્યરૂપ કેવળજ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. જુઓ, પહેલાં ત્રિકાળી સહજજ્ઞાનને સ્વરૂપપ્રત્યક્ષ કહ્યું, ને હવે અહીં વર્તમાન પ્રગટ કાર્યસ્વભાવજ્ઞાન એવા કેવળજ્ઞાનને સલપ્રત્યક્ષ કહ્યું છે. આ કારણ અને કાર્યની સંધિ છે. સહજજ્ઞાન ત્રિકાળી કારણસ્વભાવજ્ઞાન છે, ને કેવળજ્ઞાન વર્તમાન કાર્યસ્વભાવજ્ઞાન છે. અહા! આવી વાતુ!
‘ રુવિષ્યવધે: ( અવધિજ્ઞાનનો વિષય-સંબંધ રૂપી દ્રવ્યોમાં છે) એવું (આગમનું) વચન હોવાથી અવધિજ્ઞાન વિકલપ્રત્યક્ષ (એકદેશપ્રત્યક્ષ ) છે. તેના અનંતમા ભાગે વસ્તુના અંશનું ગ્રાહક (–જાણનારું ) હોવાથી મન:પર્યયજ્ઞાન પણ વિકલપ્રત્યક્ષ છે.’
જુઓ, શું કીધું? કે અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો છે. અહા! પુદ્દગલ દ્રવ્ય કે જે રૂપી તે અવધિજ્ઞાનનો વિષય છે, પણ અરૂપી દ્રવ્ય તેનો વિષય નથી. જુઓ, આ આગમનું વચન છે. અહા ! કેવળી ૫૨માત્માની વાણીમાં આવેલી આ વાત છે. તેથી કહે છે, અવધિજ્ઞાન વિકલપ્રત્યક્ષ છે. અપૂર્ણ છે ને ? તેથી વિકલપ્રત્યક્ષ છે.
વળી અવધિજ્ઞાનના અનંતમા ભાગે વસ્તુના અંશને જાણતું એવું પ્રત્યક્ષ મન:પર્યયજ્ઞાન પણ વિકલપ્રત્યક્ષ છે. અહા! જેમ વિલેન્દ્રિય એટલે ઈન્દ્રિયો પૂરી નથી-ઓછી છે, તેમ આ મન:પર્યયજ્ઞાન વિકલપ્રત્યક્ષ એટલે પૂરું નથી, પણ ઓછું-અધુરું ને અપૂર્ણ છે.
‘મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન બન્ને પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહા૨થી પ્રત્યક્ષ છે.' અહા! આ ઘડો છે–એમ જણાય છે ને? તેથી પરમાર્થે પરોક્ષ હોવા છતાં તે બન્ને જ્ઞાનને વ્યવહારથી પ્રત્યક્ષ કહેવામાં આવ્યાં છે. છતાં, અંદર નિશ્ચય સ્વસંવેદનમાં તો તે બન્ને પ્રત્યક્ષ જ છે. અહા! સ્વાનુભવમાં તેઓ પ્રત્યક્ષ છે, પણ એ બીજી વાત છે. હવે કહે છે
‘વળી વિશેષ એ કે–ઉક્ત (ઉ૫૨ કઠેલાં) જ્ઞાનોમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજ૫૨મતત્ત્વમાં સ્થિત એવું એક સહજજ્ઞાન જ છે;...'
અહા! આ બધા જ્ઞાનના ભેદો કહ્યા તેમાં મોક્ષનું સાક્ષાત્ મૂળ શું? તો કહે છે-નિજ૫૨મતત્ત્વમાં સ્થિત..., અહાહા...! ચૈતન્ય...ચૈતન્ય...ચૈતન્ય એવો એક પરમભાવ જેનો સ્વભાવ છે એવા ભગવાન આત્મામાં સ્થિત એવું એક સહજજ્ઞાન જ મોક્ષનું મૂળ કારણ છે. પહેલાં સ્વરૂપપ્રત્યક્ષ કહ્યું ને? અહાહા...! જે સ્વરૂપપ્રત્યક્ષ છે એવું નિજપરમતત્ત્વમાં સ્થિત સહજજ્ઞાન-સ્વાભાવિક જ્ઞાન જ મોક્ષનું મૂળ છે અર્થાત્ તે મૂળમાંથી મોક્ષ ફાટે છે, તેમાંથી મોક્ષ પ્રગટે છે. સમજાય છે કાંઈ ?
હવે કોઈને (અજ્ઞાનીને) એમ થાય કે ધર્મની આવી શું લુખી વાતો?
અરે ભાઈ! આ લુખી વાતો નથી; આ તો વીતરાગની વાણી! આમાં તો પરમ સુખી થવાની વાતો છે ને પ્રભુ! આ તો એકલું અમૃત છે. તને સંસારના રસની અધિકતા છે એટલે લુખી લાગે છે. જો ને આ શું કહે છે?
‘તેમ જ સહજજ્ઞાન (તેના ) પારિણામિકભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો ૫૨મસ્વભાવ હોવાથી, સહજજ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.’
અહાહા...! કહે છે આ સહજજ્ઞાન-મોક્ષના કારણરૂપ સ્વાભાવિક જ્ઞાન-તેના ત્રિકાળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com