________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૧-૧૨]
૧૭૧ હોય, તો પણ તે કુશ્રુતજ્ઞાન છે. કેમકે ભગવાન આત્મા તેને હાથ (નજરમાં-દષ્ટિમાં) આવ્યો નથી. અહા ! ભગવાન આત્માના તળનાં તળિયાં અજ્ઞાનીએ તપાસ્યાં નથી. ઉપર-ઉપર એકલા રાગ ને પર્યાયને તપાસી–જોઈ છે, ને તેને જ પોતાનું સ્વરૂપ માન્યું છે. માટે વિપરીત શ્રદ્ધાવાળું હોવાથી તેના શ્રુતજ્ઞાનને કુશ્રુતજ્ઞાન કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ....?
અજ્ઞાનીના અધિજ્ઞાનને કુઅવધિજ્ઞાન અથવા વિગજ્ઞાન કહે છે. કોઈ મિથ્યાદષ્ટિને–તે અભવિ હોય તો પણ તેને-વિર્ભાગજ્ઞાન થાય છે, કે જેમાં સાત દ્વિપ ને સાત સમુદ્ર જણાય છે. પરંતુ એ બધું વિપરીત જ્ઞાન છે.
હવે સરવાળો કરે છે: “અહીં (ઉપર કહેલાં જ્ઞાનોને વિષે) સહજજ્ઞાન, શુદ્ધ અંત:તત્ત્વરૂપ પરમતત્ત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે.'
અહાહા..! સહજજ્ઞાન, અર્થાત્ ત્રિકાળી આત્મવસ્તુમાં સ્થિત સ્વાભાવિક જ્ઞાન શુદ્ધ અંત:તત્ત્વરૂપ પરમતત્વમાં વ્યાપક-વ્યાપેલું છે, અને તે (-સહજજ્ઞાન) પરમતત્ત્વમાં વ્યાપેલું હોવાથી, કહે છે, સ્વરૂપપ્રત્યક્ષ છે. અહાહા..! ત્રિકાળી ધ્રુવ..ધ્રુવ..ધ્રુવ એવું જે શુદ્ધ અંત:તત્ત્વરૂપ નિજ પરમતત્ત્વ છે તેમાં આ ત્રિકાળી સહજજ્ઞાન વ્યાપક છે અને તેથી, કહે છે, તે સ્વરૂપ પ્રત્યક્ષ છે. આ ત્રિકાળી જ્ઞાનની વાત છે હોં. અહા ! સ્વરૂપપ્રત્યક્ષની આવી વ્યાખ્યા અહીં આ નિયમસારમાં જ આવી છે હોં. અહો ! આ અલૌકિક ટીકા છે! આટલાં બધા શાસ્ત્રોમાંથી સ્વરૂપ પ્રત્યક્ષનું સ્વરૂપ અહીં જ છે.
અહા! નિયમસારનો અર્થ મોક્ષમાર્ગ છે ને? અને મોક્ષમાર્ગ પર્યાય છે. તો, એ (–મોક્ષમાર્ગની) પર્યાયનું કારણ અંદરમાં (દ્રવ્યમાં) છે એમ અહીં સિદ્ધ કરે છે. અહા ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે તે પર્યાય છે. તો, તે પર્યાય આવી ક્યાંથી ? કે અંદરના ત્રિકાળી સહુગુણમાંથી તે આવે છે. અહા ! સહુજશ્રદ્ધા ગુણમાંથી સમ્યગ્દર્શન, સહુજજ્ઞાન ગુણમાંથી સમ્યજ્ઞાન ને સહુજચારિત્ર ગુણમાંથી ચારિત્ર-વીતરાગતા આવે છે. લ્યો, અંદરમાં કારણ ત્રિકાળ વિદ્યમાન છે તેમાંથી કાર્ય આવે છે એમ કહે છે. આ તો ગજબ વાત છે બાપુ!
જુઓ, નીચે ફૂટનોટમાં “સ્વરૂપ પ્રત્યક્ષ” નો અર્થ લખ્યો છે કે“સ્વરૂપપ્રત્યક્ષ સ્વરૂપે પ્રત્યક્ષ સ્વરૂપ અપેક્ષાએ પ્રત્યક્ષ સ્વભાવે પ્રત્યક્ષ.”
-આ પ્રગટ પર્યાયની વાત નથી હોં. આ તો સ્વભાવે પ્રત્યક્ષ એવો ત્રિકાળી ગુણ અંદર પડ્યો છે એની વાત બાપુ! અહાહા...! સહુજજ્ઞાન-ત્રિકાળી સ્વાભાવિક જ્ઞાન કહે છે, સ્વભાવે પ્રત્યક્ષ છે, સ્વરૂપ અપેક્ષાએ પ્રત્યક્ષ છે.
અહા! આ સહજજ્ઞાન-સ્વાભાવિક જ્ઞાન, કેવળજ્ઞાનાદિથી ભિન્ન-જુદી ચીજ છે; કેમકે કેવળજ્ઞાનાદિ તો ઉત્પાદ-વ્યયરૂપ એવી પર્યાયો છે, જ્યારે આ તો ત્રિકાળી ધ્રુવ શક્તિ છે. તો, કહે છે, સહજજ્ઞાન સ્વરૂપે પ્રત્યક્ષ છે, અંદરમાં-વસ્તુમાં વ્યાપક હોવાથી સ્વરૂપપ્રત્યક્ષ છે. ઓહો...! આ તો અલૌકિક વાત!
હવે કહે છે-“કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ (સંપૂર્ણપ્રત્યક્ષ) છે.” અહા! વર્તમાન એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોકને પ્રત્યક્ષ જાણનારી પર્યાય સકલપ્રત્યક્ષ છે. અહા ! કેવળજ્ઞાન ત્રણ કાળ-ત્રણ લોકને જાણે છે એય વ્યવહારથી વાત છે હોં. પણ શું થાય? એ સિવાય સમજાવવું શી રીતે ? તો, કહે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com