________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦
[નિયમસાર પ્રવચન
ભેદ છે. આ બધા પર્યાયના ભેદો છે હોં. તેમાં વિપુલમતિ મન:પર્યયજ્ઞાન એ વિશેષ સ્પષ્ટ છે. તો એવા ભેદને લીધે મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું છે. આ મન:પર્યયજ્ઞાનનો પર્યાય પણ અંદરના ગુણને અનુસરીને પ્રગટ થાય છે. જ્યારે શરીરમાં ચિહ્નો હોય તેનાથી અવધિજ્ઞાન કે મન:પર્યયજ્ઞાન જાણે છે એ બધી વાતો વ્યવહા૨ની છે.
અહા! અહીં તો એમ વાત છે કે જ્ઞાન, જ્ઞાનથી જ જાણે છે. અર્થાત્ જ્ઞાનમાં પોતાથી જ જણાય છે. તેને ઈન્દ્રિયાદિની પણ જરૂર નથી. અહા! જીવના ગુણની વર્તમાન પર્યાય પોતાથી સ્વતંત્ર જ પ્રગટ થાય છે. અહા! આવું તે સ્વતંત્ર તત્ત્વ છે, માટે તેને ૫૨ના અવલંબનની કે આશ્રયની જરૂર નથી.
હવે કહે છે– પરમભાવમાં સ્થિત સમ્યગ્દષ્ટિને આ ચાર સભ્યજ્ઞાનો હોય છે.'
શું કીધું આ ? કે જે આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને મન:પર્યયજ્ઞાન-એમ ચાર સભ્યજ્ઞાનો છે તે ૫૨મભાવમાં સ્થિત..., અહાહા...! પોતાનો જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાનાનંદસ્વરૂપ પરમભાવ છે, ૫૨મસ્વભાવ છે તેમાં સ્થિત એવા સમ્યગ્દષ્ટિને હોય છે. અહાહા...! સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા ચૈતન્ય...ચૈતન્ય...ચૈતન્ય એવો પરમભાવસ્વરૂપ છે. અહા ! તેમાં જે સ્થિત છે, એટલે કે એક પરમભાવને જેને ગ્રહ્યો–પકડયો છે એવા સમ્યગ્દષ્ટિને.., લ્યો, આ સમ્યગ્દષ્ટિની વ્યાખ્યા! અહા! સમ્યગ્દષ્ટિ કોને કહીએ ? કે જે નિજ પરમભાવમાં સ્થિત છે તે સમ્યગ્દષ્ટિ છે; અને તેને આ ચાર સમ્યગ્રાનો-મતિ-શ્રુતઅવધિ અને મન:પર્યયજ્ઞાન-હોય છે.
નીચે ફૂટનોટમાં થોડો ખુલાસો છે તે જુઓઃ
‘સુમતિજ્ઞાન ને સુશ્રુતજ્ઞાન સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. સુઅવધિજ્ઞાન કોઈ કોઈ સમ્યગ્દષ્ટિઓને જ હોય છે, મન:પર્યયજ્ઞાન કોઈ કોઈ વિશિષ્ટસંયમધોને–હોય છે.’
જોયું ? સુમતિ-સુશ્રુતજ્ઞાન સર્વ સમ્યગ્દષ્ટિઓને હોય છે, પણ સુઅવધિજ્ઞાન કોઈ કોઈ સમ્યગ્દષ્ટિઓને જ હોય છે, સર્વ સમ્યગ્દષ્ટિઓને નહિ; તથા મન:પર્યયજ્ઞાન સંયમીઓમાં કોઈ વિશિષ્ટ સંયમધરોને જ હોય છે, પણ સર્વ મુનિવરોને નહિ. અહા ! આવા ભેદો પર્યાયમાં છે હોં; ત્રિકાળી સ્વરૂપમાં કોઈ ભેદો હોતા નથી, ત્રિકાળી સ્વરૂપ તો ધ્રુવ, અભેદ એકરૂપ છે. આવું સ્વરૂપ છે!
હવે આગળ કહે છે–‘મિથ્યાદર્શન હોય ત્યાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને વિભંગજ્ઞાન-એવાં નામાંતરોને (અન્ય નામોને ) પામે છે.’
અહા ! જોયું? જ્યાં મિથ્યાશ્રદ્ધા છે.., અહા ! મિથ્યાશ્રદ્ધા એટલે શું? કે આ રાગ મારો છે, મને તે ભલો છે, એનાથી ( શુભરાગથી ) મને ધર્મ થાય છે, રાગમાંથી ને પરમાંથી મને સુખ આવે છે તથા પર્યાયના અંશ જેટલો હું છું, પર્યાયસ્વરૂપ જ હું છું એવી એવી મિથ્યા-વિપરીત માન્યતા છે તે મિથ્યાશ્રદ્ધા છે; અને એવી જ્યાં મિથ્યાશ્રદ્ધા છે ત્યાં મતિજ્ઞાન છે તે કુમતિજ્ઞાન છે એમ કહે છે. ભાઈ, આ જે શેરબજારનું ને વકીલાતનું ને ડોકટરનું જ્ઞાન એ બધું કુમતિજ્ઞાન છે. તેમ છતાં તે કુમતિજ્ઞાનની પર્યાય જ્ઞાનને અનુસરીને થઈ છે હોં. અહા! એ તો શ્રદ્ધામાં ફેર (વિપરીતતા) છે માટે કુમતિજ્ઞાન છે, બાકી તે થઈ છે તો અંતરના ગુણને અનુસરીને. અહા! અંદર ત્રિકાળી ગુણ છે તેમાંથી એ સમયનો તે પ્રવાહ આવ્યો છે. અહા ! ગજબ વાત કરી છે!
મિથ્યાદષ્ટિ જીવનું જે શ્રુતજ્ઞાન છે. તે કુશ્રુતજ્ઞાન છે. ભલેને તે અગિયાર અંગ ને નવ પૂર્વ ભણ્યો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com