________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા–૧૧–૧૨ ]
૧૬૯
પંચાસ્તિકાયમાં લબ્ધિ ને ભાવના સિવાય શ્રુતજ્ઞાનના ઉપયોગ (પ્રમાણ ) ને નય એવા બે ભેદ પણ કહ્યા
છે
પ્રશ્ન:- હવે આમાં કેટલું ધારવું? (યાદ રાખવું ? )
સમાધાનઃ- હવે ધારવું એમાં શું મોટી વાત છે? કેમકે જ્ઞાનને અનુસરીને ધારણા થવી એ તો તારો (–જ્ઞાનનો ) સ્વભાવ છે.
પંચાસ્તિકાયમાં શ્રુતજ્ઞાનના બે ભેદ કહ્યા છેઃ એક ઉપયોગરૂપ ને બીજો નયરૂપ. તેથી નયજ્ઞાન પણ શ્રુતજ્ઞાનનો એક ભેદ છે, ને આખું પ્રમાણજ્ઞાન પણ શ્રુતજ્ઞાનનો એક ભેદ છે. પરંતુ અહીં તો વિશેષ આ વાત છે કે-શ્રુતજ્ઞાનમાં જે આખું પ્રમાણજ્ઞાન થાય છે તે અંદરના જ્ઞાનગુણને અનુસરીને થાય છે; અને નયજ્ઞાન-શુદ્ધનયરૂપ જ્ઞાન કે વ્યવહારનયરૂપ જ્ઞાન-પણ શ્રુતજ્ઞાનનો એક ભેદ-ભાગ હોવાથી અંદરના જ્ઞાનગુણને અનુસરીને વર્તે છે. અર્થાત્ અહીં એમ કહેવું છે કે ૫૨ તરફનું જે જ્ઞાન છે તે પણ પોતામાંથી થયું છે, પણ બહારને-૫૨ને લઈને થયું નથી.-આમ અહીં તો પહેલેથી જ કહેતા આવ્યા છે કે સમયે સમયે જ્ઞાનના આઠ પ્રકારમાંથી જેનું પરિણમન છે તે પરિણમન, અંદરના ત્રિકાળી જ્ઞાનગુણને અનુસરીને તે તે પ્રકારે થયેલું છે. અહો! આ તો ગજબની વાત છે!
એ તો પહેલેથી જ કહી રહ્યા છે કે -ચૈતન્ય-અનુવર્તી પરિણામ: સ ઉપયો:' (ગાથા-૧૦). મતલબ કે પર્યાયમાં જે આ ઉપયોગરૂપ ને નયરૂપ જ્ઞાન છે અર્થાત્ પ્રમાણરૂપ એકદેશરૂપ જે જ્ઞાન છે શ્રુતજ્ઞાનનો ભાગ છે, અને તે શ્રુતજ્ઞાનનો પર્યાય, જ્ઞાનગુણને અનુસરીને થાય છે. વળી જે આ નયરૂપ જ્ઞાન છે તે પણ ઉપયોગરૂપ જ્ઞાન છે.
શું કીધું ?
કે નિશ્ચય આદિ નયો પણ ઉપયોગરૂપ જ્ઞાન છે, લબ્ધરૂપ નહિ. ઝીણી વાત ભાઈ! પણ વાત આવે ત્યારે તો બધી ઝીણીય આવે ને? તો કહે છે નયજ્ઞાન ને પ્રમાણજ્ઞાન-એ બન્ને ઉપયોગ છે. અને તે ઉપયોગરૂપ જ્ઞાન શ્રુતજ્ઞાન છે. વળી એ શ્રુતજ્ઞાનનો પર્યાય, ત્રિકાળી શક્તિરૂપ જ્ઞાનનો ભંડાર છે તેને અનુસરીને આવે છે.
-આમ લબ્ધિ અને ભાવનાના ભેદથી શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. અને પંચાસ્તિકાયમાં ઉપયોગ (પ્રમાણ ) ને નય એમ બે પ્રકાર બીજા વિશેષરૂપથી લીધા છે. આવી વાત !
હવે ત્રીજું અવધિજ્ઞાનઃ અંદરમાં અવધિજ્ઞાન થતાં મનના અવલંબન વિના ને રૂપી પદાર્થના અવલંબન વિના રૂપી પદાર્થ જણાય છે. તો, એ જ્ઞાનનો પર્યાય પણ અંદર જ્ઞાનગુણને અનુસરીને થાય છે. તે અવધિજ્ઞાનના ત્રણ ભેદ છે:
‘દેશ, સર્વ અને પરમના ભેદથી (અર્થાત્ દેશાવધિ, સર્વાધિ અને પરમાધિ એવા ત્રણ ભેદોને લીધે ) અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે.' અહા ! દેશાધિ એટલે થોડું, સર્વાધિ એટલે પૂરું અને પરમાધિ એટલે ઉત્કૃષ્ટ, સર્વથી વિશેષ. તો, ભગવાન આત્મામાં જે આ અવધિજ્ઞાનની લબ્ધિપર્યાય પ્રગટે છે તે પણ અંદરમાં રહેલા જ્ઞાનગુણને અનુસરીને પ્રગટે છે.
હવે, મનઃ પર્યયજ્ઞાનઃ આ જ્ઞાન કોઈ મુનિને જ હોય છે. તે બે પ્રકારનું છે. એ જ કહે છે: ‘ ઋજુમતિ અને વિપુલમતિના ભેદને લીધે મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું છે.’
સામા જીવના મનમાં રહેલા ભાવને, પદાર્થને જાણે એવો એક આત્માના જ્ઞાનપર્યાયનો આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com