________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
[નિયમસાર પ્રવચન
સમાધાનઃ અરે બાપુ! શાસ્ત્રમાં ક્યાં જ્ઞાન છે કે એમાંથી પ્રવાહ આવે ? એ તો જેમાં જ્ઞાન છે તેમાંથી તે આવે છે. અર્થાત્ દ્રવ્ય-સત્તા ને ગુણ-સત્તા ત્રિકાળ છે તેમાંથી વર્તમાન પર્યાય સત્તાનું હોવાપણું આવે છે. ત્રિકાળ છે એમાંથી જ્ઞાનનો પ્રવાહ વહે છે એમ વાત છે.
હવે ‘ધારણા ’ કોને કહીએ ?
કે નિર્ણય થયા પછી એને ધારી રાખનારું જ્ઞાન થાય છે તે ધારણા છે. તે ધારણામાંથી જ સ્મૃતિ આવે છે ને? જે પૂર્વભવનું જાતિસ્મરણ થાય છે તે, પૂર્વે ધારણા કરી હોય તેમાંથી આવે છે. તો, પૂર્વે જે ધારણા કરી હોય તે મતિજ્ઞાનનો એક ભેદ છે. તે ધારણા પણ પોતાના ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થતી હોય છે, ૫૨ ચીજને અનુસરીને નહિ. અહા! જે સ્વભાવ છે તેની શું વાત કરવી?
‘વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત) જુઓ.’
અહીં તો વિશેષ આ કહેવું છે કે જે જ્ઞાનગુણરૂપ ત્રિકાળ અસ્તિ છે તેને અનુસરીને મતિજ્ઞાનનો પર્યાયરૂપ અંશ પ્રગટ થાય છે. મતિજ્ઞાનના અવગ્રહાદિ બધા ભેદો અંદર જ્ઞાનગુણ ત્રિકાળ છે તેને અનુસરીને પ્રગટ થાય છે; પરંતુ આ સામે જ્ઞેય છે માટે આ જ્ઞાન થાય છે એમ નથી. ૫૨જ્ઞેય, મન, વચન, ઇન્દ્રિય કે કર્મ-એમ કોઈ પ૨ને અનુસરીને આ જ્ઞાનનું હોવાપણું નથી. ત્રિકાળ જ્ઞાનના હોવાપણામાંથી જ વર્તમાન જ્ઞાનના-મતિજ્ઞાનના પર્યાયોનો પ્રવાહ આવે છે. આ પ્રમાણે એ ચાર ભેદવાળું મતિજ્ઞાન કહ્યું.
જુઓ, પહેલાં મતિજ્ઞાનના ત્રણ ભેદ કહ્યાઃ ઉપલબ્ધિ, ભાવના ને ઉપયોગ. પછી ચાર ભેદ કહ્યાઃ અવગ્રહ, ઇહા, અવાય, ને ધારણા. અને હવે બહુ, બહુવિધ આદિ વિશેષ ભેદ કહે છે:
‘અથવા બહુ, બહુવિધ વગેરે ભેદથી મતિજ્ઞાન અનેક ભેદવાળું છે.’
નીચે ફૂટનોટમાં છે, જુઓઃ ‘મતિજ્ઞાન બાર ભેદવાળું છેઃ બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિઃસૃત, નિઃસૃત, અનુક્ત, ઉક્ત, ધ્રુવ અને અધ્રુવ.’
લ્યો, આ પ્રમાણે મતિજ્ઞાન બાર ભેદવાળું છે. ત્યાં ઘણાને જાણે તે ‘બહુ’ ને એકને જાણે તે ‘એક’ છે. ‘બહુવિધ ’ મતલબ કે બધા પ્રકારને જાણે. આ પણ પોતાની (જ્ઞાનને અનુસરીને થયેલી ) પર્યાય છે હોં. સામે ઝાઝેરા દ્રવ્ય છે માટે ઝાઝા દ્રવ્ય જણાય છે એમ નથી. ‘એકવિધ’ માં એક પ્રકારનું જ્ઞાન થાય. ‘ક્ષિપ્ર ’–એકદમ થાય, ને ‘ અક્ષિપ્ર ’– હળવે હળવે થાય. ‘ અનિઃસૃત ’અધુરું થાય, ને ‘નિઃસૃત ’–પૂર્ણ થાય. ‘અનુક્ત ’–કહ્યા વિનાનું થાય, અર્થાત્ કોઈ ચિહ્નથી નહિ પણ એમ ને એમ થાય. ‘ઉક્ત ’–કહ્યું હોય ને થાય. ‘ ધ્રુવ ’–થયેલું જ્ઞાન ટકે, અને ‘ અધ્રુવ’જ્ઞાન ન ટકે. આવા આમ મતિજ્ઞાનના બાર ભેદો છે. આ ભેદો પણ પોતાની જ્ઞાનપર્યાયના છે અને તે જ્ઞાનગુણને અનુસરીને થાય છે. હવે શ્રતુજ્ઞાનની વાત કરે છે: હવે બીજું શ્રુતજ્ઞાન: શ્રુતજ્ઞાન એટલે આ શાસ્ત્રજ્ઞાન એમ નહિ, પણ અંદરનું ભાવશ્રુતજ્ઞાન. મતિજ્ઞાનપૂર્વક અંદરમાં એક ઉત્તરતર્કણારૂપ જ્ઞાન થાય છે જે અરૂપી આત્માની શ્રુતજ્ઞાનપર્યાય છે. એટલે કે મતિજ્ઞાન પછી વિશેષ તર્ક ઊઠે તે શ્રુતજ્ઞાન છે. અહીં કહે છે–‘લબ્ધિ અને ભાવનાના ભેદથી શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે.’
અહા ! ઉઘાડરૂપ અને ભાવનારૂપ-એમ શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. મતિજ્ઞાનમાં પણ ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ એવા ભેદ હતા. પણ શ્રુતજ્ઞાનના તે (-લબ્ધિ ને ભાવના) જુદા છે. વળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com