________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૧-૧૨]
૧૬૭ જ્ઞાન પોતાના જ કારણે થાય છે, પર શેયને કારણે નહિ. આ વસ્તુસ્થિતિ છે.
જો કે વ્યવહારથી ભાષા આવે ત્યારે એમ જ કહેવાય કે આ જીવ ભવિ છે કે અભવિ?–આમ જ્ઞાનમાં પહેલી પકડ થઈ તે અવગ્રહ છે. ત્યાં “ધવલા' માં એમ લીધું છે, જ્યારે “મોક્ષમાર્ગ પ્રકાશક' માં એમ આવે છે કે આ દક્ષિણી છે કે કાઠિયાવાડી માણસ? અહા ! આ જાતની પહેલાં પકડ થઈ તે અવગ્રહ છે. તો આ ભવ્ય છે કે અભવ્ય ? એવી જે વિચારધારા આવી છે તે ખરેખર તો અંતરના શક્તિરૂપ જ્ઞાનને અનુસરીને આવી છે, પણ બીજો જે ભવિ-અભવિ જીવ છે તેને અનુસરીને નહિ; કેમકે વસ્તુનું પૂરું અસ્તિત્વ જ સ્વયંસિદ્ધ છે, ને તેથી તેનું તે તે સમયનું વર્તમાન સત્ તેના ત્રિકાળને અનુસરીને જ થાય છે. ભલે તેમાં બીજી ચીજ નિમિત્ત હો, પણ એ નિમિત્તથી જ્ઞાન થયું છે, વા જ્ઞાય છે એમ નથી. લ્યો, આવું નિશ્ચયનું સ્વરૂપ અહીં સિદ્ધ કર્યું છે. સમજાય છે કાંઈ....?
પ્રશ્ન: પણ બીજા વ્યવહારના ગ્રંથોમાં તો એમ આવે છે કે એક કાર્યનાં બે કારણ હોય છે?
સમાધાનઃ હા, આવે છે; પણ બાપુ! એ તો બીજી ચીજનું જ્ઞાન કરાવવા માટે છે. બાકી વસ્તુસ્વરૂપ તો આ છે કે અંદર જે વિચારણા ચાલે છે તે કોઈ પરને કે ઈન્દ્રિયને કે મનને કે કર્મને કારણે ચાલે છે એમ નથી. બીજો કોઈ પદાર્થ લક્ષમાં આવ્યો માટે તેના કારણે અહીં વિચારણા ચાલે છે એમ નથી. એ તો ભાઈ, અંદર ભગવાન આત્માની જે જ્ઞાનગુણની અક્ષય-અમેય ખાણ છે તેને અનુસરીને વિચારણા ચાલે છે, અને આ વિચારણા મતિજ્ઞાનની એક “હા” નામની પર્યાય છે. આવી સૂક્ષ્મ વાત બાપા!
હવે “અવાય (-નિર્ણય)” એટલે શું?
કે આ ભવિ જ છે એવો નિર્ણય થવો તે અવાય છે. કેમકે તેનામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ દેખાય છે માટે એ ભવિ છે–આવો જ્ઞાનમાં નિશ્ચય-નિર્ણય થાય તે અવાય છે. અહીં ! આવો નિર્ણય પોતામાં રહેલા જ્ઞાનને કારણે થાય છે હોં, એ કાંઈ પરવસ્તુને કારણ કે પારને અનુસરીને થાય છે એમ નહિ. આવી મતિજ્ઞાનની કેટલી તાકાત! અહો ! સામો જીવ સમ્યગ્દષ્ટિ-જ્ઞાની છે, માટે ભવિ જ છે એવો નિર્ણય કરવાની મતિજ્ઞાનની અચિંત્ય તાકાત છે. અહો ! આવું મતિજ્ઞાન! છતાં, તે નિર્ણયનો પર્યાય સામા જીવને લઈને થાય છે એમ નથી. સામો જીવ છે તો આ નિર્ણય થયો છે. એમ નથી; પરંતુ અંદરમાં ત્રિકાળી સ્વભાવજ્ઞાન છે તેને અનુસરીને આ નિર્ણય થયો છે, અને થાય છે. જુઓ, આ ભગવાન આત્માના જ્ઞાનનો વૈભવ! આ તારા બાગ-બંગલા ને મોટર આદિ તો જડનો વૈભવ છે બાપુ! એમાં તારું શું છે? તારું તો એક જ્ઞાન છે, ને એ તારો સાચો વૈભવ ને સાચી શોભા છે. સમજાણું કાંઈ....?
અહા! પર પદાર્થના નિર્ણયના કાળમાં પણ, એ નિર્ણય પર પદાર્થનો નથી, કેમકે એ નિર્ણય તો પોતાના જ્ઞાનને અનુસરીને થયો છે, પણ એ નિમિત્તને અનુસરીને થયો નથી. અહા! પહેલાં પ્રથમનું જ્ઞાન-અવગ્રહ થાય, પછી ઈહા-વિચારણા થાય, ને પછી અવાય-નિર્ણય થાય છે. તો તે બધીય પર્યાયોનો પ્રવાહ અંદરના ત્રિકાળી જ્ઞાનગુણને અનુસરીને આવે છે, અર્થાત્ એ ધ્રુવ ખાણમાંથી–અંદરમાંથી-પ્રવાહ આવે છે, બહારમાંથી નહિ. પ્રશ્ન: શું વાંચવાથી એ પ્રવાહ ન આવે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com