________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬
[નિયમસાર પ્રવચન
‘આ કાળું છે, આ પીળું છે ઇત્યાદિરૂપે પદાર્થગ્રહણનો વ્યાપાર (પદાર્થને જાણવાનો વ્યાપાર ) તે ઉપયોગ છે.' આવા ત્રણ પ્રકાર છે. શ્વેતાંબરમાં ક્યાંય આવા ત્રણ પ્રકારની વાત નથી. લબ્ધિ ને ઉપયોગની ત્યાં વાત કરી છે, પણ છેક સાધારણ. અરે! બહારનું તેમાં ઘણું છે, પુદ્દગલનો બધો ગ્રંથ છે, પણ અંતરની આખી વાત જ ત્યાં રહી ગઈ છે.
અહા! વસ્તુ નામ ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે, ત્રિકાળી ગુણ-શક્તિ છે, ને તેને અનુસરીને વર્તમાન મતિજ્ઞાનના પ્રકારો થાય છે. આ લબ્ધિ, ભાવના ને ઉપયોગ-એમ મતિજ્ઞાનના જે ત્રણ પ્રકાર થાય તે ત્રણેય ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે. (મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમ તો તેમાં નિમિત્રમાત્ર છે; તેને અનુસરીને મતિજ્ઞાન થાય છે એમ છે નહિ.) હવે કહે છે
‘તથા અવગ્રહાદિ ભેદથી...' અહા ! નીચે ફૂટનોટ જુઓ, કે–
‘મતિજ્ઞાન ચાર ભેદવાળું છે; અવગ્રહ, ઇહા (વિચારણા), અવાય (–નિર્ણય ) અને ધારણા. તો, અવગ્રહ એટલે શું?
કે જ્ઞાનમાં આ ચીજ છે એમ પહેલાં જાણવામાં આવે તેને અવગ્રહ કહે છે. અહા! આ શું છે?એમ જે જ્ઞાનમાં જાણવામાં આવે તે જાણવાનો પર્યાય, અંદર ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે, બહારના શેયને અનુસરીને નહિ. ‘ અવગ્રહ '–એ મતિજ્ઞાનનો એક અંશ-ભાગ છે. અવ = નિશ્ચયથી, ગ્રહ = જાણવું. બીજી ચીજ શું છે એમ અંદરમાં જાણવું તે અવગ્રહ છે, ને તે અંદર ત્રિકાળી જ્ઞાન શક્તિરૂપ છે તેને અનુસરીને થાય છે, શેયને અનુસરીને નહિ. આવી ભારે વાત ભાઈ !
અહા ! અહીં અસ્તિ સિદ્ધ કરવી છે ને? તો, કહે છે વસ્તુ-આત્મા અસ્તિ છે, સત્તા છે, તેમ જ તેના ગુણ પણ અસ્તિ, સત્તા છે. માટે તેની પર્યાયરૂપ સત્તા પણ તેને (દ્રવ્ય-ગુણને) અનુસરીને થયેલ છે. ખરેખર તો તેમાં (દ્રવ્યમાં) એ જ અંશના આવવાની વર્તમાન યોગ્યતા-લાયકાત હતી તેથી તે અંશ ત્યાં પ્રગટ આવ્યો છે. ઝીણી વાત છે ભાઈ !
અહા! અવગ્રહ એ મતિજ્ઞાન-પર્યાયનો એક ભેદ છે, ને તે અંતરમાં શક્તિરૂપ જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. અહા ! આ ભગવાન છે તે શું છે? આ શબ્દ છે તે શું છે?-એમ પહેલાં જે જાણ્યું તે અવગ્રહ છે, છતાં પરને લઈને તે જાણ્યું છે એમ નથી. અહા! ૫૨ને જાણ્યું તે પરને લઈને નથી, પરંતુ અંતર-જ્ઞાનને અનુસરીને થયેલ છે અને પોતાના જ્ઞાનની પર્યાયમાં તે જાણવું થયું છે. સમજાણું કાંઈ...?
હવે ‘ઈહા ( વિચારણા )' શું છે?
અહા ! મતિજ્ઞાનમાં વિચાર ચાલે તે ઈહા છે. આ વિચારણા પણ પ૨ પદાર્થને લઈને થાય એમ નથી; વિચારણા પણ અંતર-જ્ઞાનને અનુસરીને થાય છે. જો કે અહીં સમ્યજ્ઞાનની વાત ચાલે છે, છતાં અજ્ઞાન સંબંધી પણ વસ્તુ આમ જ છે. જ્ઞાન હો કે અજ્ઞાન,–બન્નેમાં આમ જ વસ્તુસ્થિતિ છે. શું? કે ઇહા-વિચારણાનો પર્યાય અંતરના જ્ઞાનભાવને અનુસરીને જ થાય છે.
અહા! ભગવાન આત્માના જ્ઞાનની-જ્ઞાનગુણની સત્તાની આ સીમા-મર્યાદા છે કે તે ત્રિકાળી દ્રવ્યમાં રહે, અને તેને અનુસરીને થવું એ તેની વર્તમાન પર્યાયની સીમા-મર્યાદા છે. મતલબ કે બધું Please inform us of any errors on rajesh@AtmaDharma.com