________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૧-૧૨]
૧૬૫ છે, અને એવા આ જ્ઞાનને અનુસરીને કેવળજ્ઞાન થાય છે. અહા ! આવી આ ગજબ વાત છે!
તો, કહે છે-“આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું.'
કહે છે-આ પ્રમાણે કાર્યરૂપ શુદ્ધ જ્ઞાન એવું કેવળજ્ઞાન અને તેનું અંતરમાં કારણ ત્રિકાળ વિદ્યમાન છે એવું કારણરૂપ શુદ્ધ જ્ઞાન-એમ બેયનું સ્વરૂપ કહ્યું. અહો! દિગંબરના શાસ્ત્રોમાં તો શૈલી જ કોઈ ઓર-જુદી જાતની છે. ત્રિકાળી કારણસ્વભાવજ્ઞાન, કારણશુદ્ધજીવ, કારણપરમાત્મા, કારણસમયસાર વગેરેની વાત બીજે-શ્વેતાંબરમાંય ક્યાંય નથી.
અહાહા.વસ્તુ પોતે (–આત્મા) પદાર્થ અસ્તિ છે, હોવાવાળું તત્ત્વ છે, ને તેનામાં અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચારિત્ર-વીતરાગતા (આ ત્રિકાળી વીતરાગતા હોં) રહેલાં છે, અને
- ત્રિકાળી વસ્તુમાં રહેલું કારણ જ્ઞાન જાણવાને સમર્થ છેએમ દર્શાવીને કારણશુદ્ધજ્ઞાનનું સ્વરૂપ કહ્યું, અને તેને અનુસરીને અંતર-એકાગ્ર થતાં વર્તમાન પ્રગટતું જે કેવળજ્ઞાન તેને દ કાર્યશુદ્ધજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ દર્શાવ્યું.
“હવે આ (નીચે પ્રમાણે), શુદ્ધાશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને ભેદ કહેવામાં આવે છે. તેમાં પહેલાં મતિજ્ઞાનની વાત કરે છેઃ
ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી તથા અવગ્રહાદિ ભેદથી અથવા બહુ, બહુવિધ વગેરે ભેદથી મતિજ્ઞાન અનેક ભેદવાળું છે.”
શું કીધું? કે “ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી...' નીચે ફૂટનોટમાં જુઓ, વ્યાખ્યા છે કે મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છે. ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ.” જુઓ, આ વ્યાખ્યા પંચાસ્તિકાયમાં જયસેનાચાર્યની ટીકામાં (ગાથા ૪૧માં) છે, અને તેના ઉપરથી આ લીધું છે કે-ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ એ મતિજ્ઞાનના ત્રણ પ્રકાર છે. મતિજ્ઞાન પ્રગટ પર્યાય છે, ને આ મતિજ્ઞાનની પ્રગટ પર્યાયના ત્રણ ભેદ છે. હવે ઉપલબ્ધિની વ્યાખ્યા કરે છે:
ઉપલબ્ધિની વ્યાખ્યાઃ “મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણશક્તિ (પદાર્થને જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે.'
અહા! બીજા પદાર્થોને જાણવાની શક્તિ તે ઉપલબ્ધિ છે. ઉપલબ્ધિ કહો કે લબ્ધિ કહો–એક જ છે. અહા! તે પ્રગટ થયેલી લબ્ધિરૂપ દશા અંદરના ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે; સાંભળીને કે વાંચીને તે પ્રગટ થાય છે એમ નથી.
પ્રશ્નઃ શું સાંભળીને કે વાંચીને જ્ઞાન ન થાય?
સમાધાન: ના; તે જ્ઞાન વાંચીને કે સાંભળીને થાય છે એમ નથી પરંતુ અંદર ત્રિકાળી શક્તિરૂપ જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. અહા ! બીજા પદાર્થોને જાણવાની તાકાતવાળો મતિજ્ઞાનનો તે અંશ અંદરના ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે. આવી વાત છે ભાઈ !
હવે ભાવનાની વ્યાખ્યાઃ “જાણેલા પદાર્થ પ્રત્યે ફરીફરીને ચિંતન તે ભાવના છે.”
અહા ! વારંવાર ચિંતવનારૂપ ભાવને ભાવના કહે છે. તે પણ મતિજ્ઞાનની પ્રગટ વર્તમાન દશાનો અંશ-ભાગ છે; ને તેય અંદર શક્તિરૂપ જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. મતિજ્ઞાનના ત્રણ ભેદ-અંશ કહ્યા ને? એક લબ્ધિરૂપ, એક ભાવનારૂપ અને એક ઉપયોગરૂપ. તો, હવે ઉપયોગની વ્યાખ્યા કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com