________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
[નિયમસાર પ્રવચન વ્યાપતું હોવાથી ) અસહાય છે, તે કાર્યસ્વભાવજ્ઞાન છે.”
અહા! કાર્યસ્વભાવજ્ઞાનનો પર્યાય-કેવળજ્ઞાન પહેલાં એકને જાણે ને પછી બીજાને જાણે એવું છે નહિ. તે સમસ્ત વસ્તુઓમાં યુગપ-એકસાથે વ્યાપે છે અને તેથી તે અસહાય છે. આ અસહાયની વ્યાખ્યા કરી. શું? કે પહેલાં એકને જાણે ને પછી બીજાને જાણે એવું કેવળજ્ઞાન છે નહિ, માટે તે અસહાય છે.
અહા ! આમ જે કેવળ-શુદ્ધ છે, ક્રમ, ઇન્દ્રિય ને વ્યવધાન રહિત છે, અને જે અસહાય છે તે કાર્યસ્વભાવજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન છે. લ્યો, આવું અરિહંત પરમાત્માનું કેવળજ્ઞાન! તે પર્યાયરૂપ નવું પ્રગટ થયું ને? માટે તેને કાર્યસ્વભાવજ્ઞાન કહ્યું છે.
હવે કહે છે-“કારણજ્ઞાન પણ તેવું જ છે.'
અહાહા...! કાર્યનું કારણ જે અંદર ત્રિકાળી જ્ઞાન છે તે પણ એવું જ કેવળ-શુદ્ધ, નિરાવરણ અને અસહાય છે એમ કહે છે.
“શાથી?' તો, કહે છે –
નિજ પરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ અને સહજપરમચિન્શક્તિરૂપ નિજ કારણસમયસારનાં સ્વરૂપોને યુગપદ્ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે.”
નિજ પરમાત્મામાં રહેલાં...” જુઓ, પોતાનો આત્મા, કહે છે, પરમાત્મસ્વરૂપ જ છે. પરમાત્મા = પરમ+આત્મા = પરમસ્વરૂપ. અહાહા....! એવા ત્રિકાળી નિજ પરમસ્વરૂપ પરમાત્મામાં રહેલાં...શું? કે સહજદર્શન-સ્વાભાવિક ત્રિકાળી દર્શન, સહજચારિત્ર-સ્વભાવિક ત્રિકાળી ચારિત્ર, સહજસુખ-સ્વાભાવિક ત્રિકાળી સુખ, અને સહજપરમચિક્તિરૂપ અર્થાત્ સ્વાભાવિક પરમ જ્ઞાનશક્તિરૂપ નિજ કારણસમયસારનાં સ્વરૂપો... અહાહા ! તેને યુગપ૬ જાણવાને સમર્થ હોવાથી, કહે છે, આ કારણજ્ઞાન પણ તેવું જ છે. ઝીણી વાત છે પ્રભુ!
અહાહા...! ત્રિકાળી જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ને ચારિત્ર આદિરૂપ અંદર વસ્તુનું ત્રિકાળી સ્વરૂપ છે. અહાહા..! અંદર જે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા કારણસમયસારસ્વરૂપ બિરાજે છે તેના સ્વરૂપને એ અંતરનું જ્ઞાન (–કારણજ્ઞાન) એક સાથે-યુગપ૬ જાણવાને સમર્થ છે. આ શક્તિની વાત છે હોં. અહા ! કારણજ્ઞાન જો કે છે તો ધ્રુવ-ધ્રુવ ત્રિકાળ, છતાં તેનું સામર્થ્ય, તેની શક્તિ-તાકાત આવી છે એમ અહીં વાત છે. સૂક્ષ્મ વાત બાપા!
અહાહા..! વસ્તુનું સ્વરૂપ અંદર ધ્રુવ.ધ્રુવ..ધ્રુવ એવું ત્રિકાળ ઉત્પાદ-વ્યય વિનાનું છે, અર્થાત્ સહજદર્શન ઉત્પાદ-વ્યય વિનાનું છે, સહજચારિત્ર ઉત્પાદ-વ્યય વિનાનું છે, સહજસુખ ઉત્પાદ-વ્યય વિનાનું છે, અને સહજજ્ઞાન પણ ઉત્પાદ–વ્યય વિનાનું છે. અહા ! આવી ઉત્પાદ-વ્યયરહિત ત્રિકાળી શક્તિઓરૂપ જે વસ્તુ કારણસમયસારનું પૂર્ણ સ્વરૂપ છે તેને, કહે છે, અંદરનું કારણજ્ઞાન જાણવાને સમર્થ છે. લ્યો, આ નિજ વૈભવ! અહો! આવો અદ્ભુત ચમત્કારિક આત્માનો નિજ વૈભવ છે! આ નિજ વૈભવ બતાવીને એમ કહે છે કે ભગવાન! આ જે કાર્યરૂપ કેવળજ્ઞાન-લક્ષ્મી પ્રગટ થાય છે તે, આ જે નિજ કારણસમયસારમાં રહેલું જાણવાના સામર્થ્યરૂપ ત્રિકાળી પૂર્ણ જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. અહા ! નિજ સ્વરૂપમાં જે દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય ને જ્ઞાનાદિ સહજ ત્રિકાળી શક્તિઓ છે તેને, અહીં કહે છે, તેની સાથે રહેલું પૂર્ણ ત્રિકાળી સહજજ્ઞાન જાણવાને સમર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com