________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૧-૧૨]
૧૬૩ અજ્ઞાનપરિણતિને) નષ્ટ કરી છે અને જે નિત્ય અભિરામ (સદા સુંદર) છે, એવું સહજજ્ઞાન સંપૂર્ણ મોક્ષમાં જયવંત વર્તે છે. ૨૧.
(અનુપુમ ) सहजज्ञानसाम्राज्यसर्वस्वं शुद्धचिन्मयम्।
ममात्मानमयं ज्ञात्वा निर्विकल्पो भवाम्यहम्।।२२।। [શ્લોકાર્ચ- ] સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે એવો શુદ્ધચૈતન્યમય મારા આત્માને જાણીને, હું આ નિર્વિકલ્પ થાઉં. ૨૨.
ગાથા ૧૧-૧૨ઃ ટીકા ઉપરનું પ્રવચનઃ અહીં (આ ગાથાઓમાં) જ્ઞાનના ભેદ કહ્યા છે.” જુઓ, આ બે ગાથાઓમાં (૧૧-૧રમાં) જ્ઞાનના ભેદોનું કથન છે. તો, કહે છે
જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી કેવળ છે,...”
જુઓ, આ કેવળજ્ઞાનની વાત છે હોં. અહાહા..! આત્માના ત્રિકાળી જ્ઞાનભાવને અવલંબીનેઅનુસરીને ઉત્પન્ન થતું જે પૂર્ણ કેવળજ્ઞાન તે શુદ્ધ છે. અહા ! ભગવાનને પરમાત્મદશાની પ્રાપ્તિ-કાળે જે કેવળજ્ઞાન થાય છે તે કેવળજ્ઞાન, અંદર ચૈતન્યચમત્કારમાત્ર જે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપી આત્મા છે તેને અનુવર્તીને થાય છે અને તે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી, કહે છે, કેવળ છે અર્થાત્ એકલું, નિર્ભેળ, શુદ્ધ છે.
વળી, તે (-કેવળજ્ઞાન) આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમ, ઇન્દ્રિય અને દેશ-કાળાદિ) વ્યવધાન રહિત છે...'
જોયું? આ કાર્યસ્વભાવજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન આવરણ વિનાના સ્વરૂપવાળું છે, આવરણરહિત નિરાવરણ છે, અને તેથી ક્રમે ક્રમે જાણવું એવું તેને હોતું નથી, ઇન્દ્રિયનું તેને સાધન નથી, (ઇન્દ્રિયરહિત પ્રત્યક્ષ છે, ) તેમ જ દેશ-કાળાદિના વિઘ-અંતરાય વિનાનું છે. એટલે કે કોઈ દેશ-કાળનું તેને આંતરુંઆડ-પડદો કે અંતર નથી.
અહાહા...! પોતાની કેવળજ્ઞાન લક્ષ્મી... , લ્યો, આ લક્ષ્મી છે! અહા! જે અંદરમાં શક્તિરૂપે ભરી છે, કારણકેવળજ્ઞાનરૂપે (એકલા જ્ઞાનસ્વભાવે) ભરેલી છે, અહાહા...! તેમાં એકાગ્ર થતાં તેને અનુસરીને આ (કેવળજ્ઞાનલક્ષ્મી) કાર્યરૂપે પ્રગટ થાય છે; પરમાંથી–નિમિત્તમાંથી તે ન આવે; અને તે, પૂર્વની જ્ઞાનપર્યાય પ્રગટી હતી માટે તેના કાર્યરૂપે પ્રગટ થાય એમેય નથી. શું કીધું? ચાર જ્ઞાન પૂર્વે હોય તેના કાર્યરૂપે કેવળજ્ઞાન પ્રગટ થાય છે એમ નથી, પરંતુ ત્રિકાળી કારણજ્ઞાનની સ્વભાવરૂપ જે સત્તા છે તેમાં એકાગ્ર થતાં તેને અનુસરીને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહા! આ કેવળજ્ઞાન સર્વ-પ્રત્યક્ષ છે અને તે ક્રમ, ઇન્દ્રિય તેમ જ દેશ-કાળના વ્યવધાન-વિધ વિનાનું છે. અહો ! આવું કેવળજ્ઞાન તે નિજ સંપદા છે, નિજ ચૈતન્યલક્ષ્મી છે. આ લક્ષ્મી !! બાકી તો બધી ધૂળ છે. સમજાય છે કાંઈ...? વળી, જે (-કેવળજ્ઞાન) “એક એક વસ્તુમાં નહિ વ્યાપણું હોવાથી (-સમસ્ત વસ્તુઓમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com