________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
[ નિયમસાર પ્રવચન [શ્લોકાર્ચ- ] એ રીતે કહેવામાં આવેલા ભેદોના જ્ઞાનને પામીને ભવ્ય જીવ ઘોર સંસારના મૂળરૂપ સમસ્ત સુકૃત કે દુષ્કૃતને, સુખ કે દુઃખને અત્યંત પરિહરો. તેનાથી ઉપર (અર્થાત્ તેને ઓળંગી જતાં), જીવ સમગ્ર (પરિપૂર્ણ) શાશ્વત સુખને પામે છે. ૧૮.
(અનુષ્ટ્રમ) परिग्रहाग्रहं मुक्त्वा कृत्वोपेक्षां च विग्रहे।
निर्व्यग्रप्रायचिन्मात्रविग्रहं भावयेद् बुधः।।१९।। [ શ્લોકાર્ચ- ] પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમ જ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુધ પુરુષે અવ્યગ્રતાથી (નિરાકુળતાથી) ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને (-આત્માને) ભાવવો. ૧૯.
(શાર્દૂનવિક્રીડિત) शस्ताशस्तसमस्तरागविलयान्मोहस्य निर्मूलनाद् द्वेषाम्भः परिपूर्णमानसघटप्रध्वंसनात्पावनम्। ज्ञानज्योतिरनुत्तमं निरूपधि प्रव्यक्ति नित्योदितं
भेदज्ञानमहीजसत्फलमिदं वन्द्यं जगन्मंगलम्।।२०।। [શ્લોકાર્ચ- ] મોહને નિર્મૂળ કરવાથી, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત રાગનો વિલય કરવાથી અને વૈષરૂપી જળથી ભરેલા મનરૂપી ઘડાનો નાશ કરવાથી, પવિત્ર, અનુત્તમ, નિરૂપધિ અને નિત્ય-ઉદિત (સદા પ્રકાશમાન) એવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું આ સત્કળ વંઘ છે, જગતને મંગળરૂપ છે. ૨૦.
(મંવાદ્રમંતા ) मोक्षे मोक्षे जयति सहजज्ञानमानन्दतानं निर्व्याबाधं स्फुटितसहजावस्थमन्तर्मुखं च। लीनं स्वसिमन्सहजविलसचिच्चमत्कारमात्रे
स्वस्य ज्योतिःप्रतिहततमोवृत्ति नित्याभिरामम्।।२१।। [ શ્લોકાર્ચ- ] આનંદમાં જેનો ફેલાવે છે, જે અવ્યાબાધ (બાધા રહિત) છે, જેની સહજ અવસ્થા ખીલી નીકળી છે, જે અંતર્મુખ છે, જે પોતામાં-સહજ વિલસતા (ખેલતા, પરિણમતા) ચિત્રમત્કારમાત્રમાં-લીન છે, જેણે નિજ જ્યોતિથી તમોવૃત્તિને (-અંધકારદશાને,
૧. સુકૃત કે દુષ્કૃત = શુભ કે અશુભ ૨. અનુત્તમ = જેનાથી બીજાં કાંઈ ઉત્તમ નથી એવી; સર્વશ્રેષ્ઠ. ૩. નિરૂપધિ = ઉપધિ વિનાની; પરિગ્રહ રહિત; બાહ્ય સામગ્રી રહિત, ઉપાધિ રહિતછળકપટ રહિત-સરળ. ૪. સલ્ફળ = સુંદર ફળ; સારું ફળ; ઉત્તમ ફળ; સાચું ફળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com