________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૬૧
ગાથા–૧૧–૧૨ ]
અનેક ભેદવાળું છે. લબ્ધિ અને ભાવનાના ભેદથી શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. દેશ, સર્વ અને પરમના ભેદથી ( અર્થાત્ દેશાધિ, સર્વાવિધ અને ૫૨માધિ એવા ત્રણ ભેદોને લીધે) અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે. ઋન્નુમતિ અને વિપુલમતિના ભેદને લીધે મનઃપર્યયજ્ઞાન બે પ્રકારનું છે. ૫૨મભાવમાં સ્થિત
સમ્યગ્દષ્ટિને આ ચાર સભ્યજ્ઞાનો હોય છે. મિથ્યાદર્શન હોય ત્યાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ‘ કુમતિજ્ઞાન ’, ‘કુશ્રુતજ્ઞાન ’ અને ‘વિભંગજ્ઞાન ’–એવાં નામાંતરોને (અન્ય નામોને ) પામે છે.
'
અહીં (ઉપ૨ કહેલાં જ્ઞાનોને વિષે) સહજજ્ઞાન, શુદ્ધ અંત:તત્ત્વરૂપ પરમતત્ત્વમાં વ્યાપક હોવાથી, સ્વરૂપપ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ (સંપૂર્ણ પ્રત્યક્ષ ) છે. ‘ રુપિણ્વવષે: (અવધિજ્ઞાનનો વિષય-સંબંધ રૂપી દ્રવ્યોમાં છે)' એવું (આગમનું) વચન હોવાથી અવધિજ્ઞાન વિકલપ્રત્યક્ષ (એકદેશપ્રત્યક્ષ ) છે. તેના અનંતમા ભાગે વસ્તુના અંશનું ગ્રાહક (−જાણનારું) હોવાથી મન:પર્યયજ્ઞાન પણ વિકલપ્રત્યક્ષ છે. મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન બન્ને ૫૨માર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે.
વળી વિશેષ એ કે–ઉક્ત (ઉપર કહેલાં) જ્ઞાનોમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજ૫૨મતત્ત્વમાં સ્થિત એવું એક સહજજ્ઞાન જ છે; તેમ જ સહજજ્ઞાન (તેના) પારિણામિકભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમસ્વભાવ હોવાથી, સહજજ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.
આ સહચિદ્વિલાસરૂપે (૧) સદા સહજ ૫૨મ વીતરાગ સુખામૃત, (૨) અપ્રતિત નિરાવરણ ૫૨મ ચિત્શક્તિનું રૂપ, (૩) સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ પરમ ચારિત્ર, અને (૪) ત્રણે કાળે અવિચ્છિન્ન (અતૂટક) હોવાથી સદા નિકટ એવી ૫૨મ ચૈતન્યરૂપની શ્રદ્ધા-એ સ્વભાવ-અનંતચતુષ્ટયથી જે સનાથ (સહિત) છે એવા આત્માને-અનાથ મુક્તિસુંદરીના નાથને-ભાવવો (અર્થાત્ સહજજ્ઞાનવિલાસરૂપે સ્વભાવઅનંતચતુષ્ટયયુક્ત આત્માને ભાવવો-અનુભવવો ).
આમ સંસારરૂપી લતાનું મૂળ છેદવાને દાતરડારૂપ આ ‘ઉપન્યાસથી બ્રહ્મોપદેશ કર્યો. [હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છેઃ ]
(માલિની )
इति निगदितभेदज्ञानमासाद्य भव्यः परिहरतु समस्तं घोरसंसारमूलम् । सुकृतमसुकृतं वा दुःखमुच्चैः सुखं वा
तत उपरि समग्रं शाश्वतं शं प्रयाति ।। १८ ।।
૧. સુમતિજ્ઞાન ને સુશ્રુતજ્ઞાન સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. સુઅવધિજ્ઞાન કોઈ કોઈ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. મન:પર્યયજ્ઞાન કોઈ કોઈ મુનિવરોને-વિશિષ્ટ સંયમધોને-હોય છે.
સ્વરૂપે પ્રત્યક્ષ; સ્વરૂપ-અપેક્ષાએ પ્રત્યક્ષ; સ્વભાવે પ્રત્યક્ષ.
૨. સ્વરૂપપ્રત્યક્ષ ૩. ઉપન્યાસ = કથન; સૂચન; લખાણ; પ્રારંભિક કથન; પ્રસ્તાવના.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com