________________
૧૬૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
ગાથા-૧૧-૧૨
केवलमिंदियरहियं असहायं तं सहावणाणं ति । सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं । । ११ ।। सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपज्जं । अण्णाणं तिवियप्पं मदियाई भेददो चेव ।। १२ ।। અસહાય, ઈન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવિક જ્ઞાન છે; સુજ્ઞાન ને અજ્ઞાન-એમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય-ભેદ છે સુજ્ઞાનના;
કુમતિ, કુઅવધિ, કુશ્રુત-એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧૨.
અન્યવાર્થ:- [ વ્હેવલમ્] જે (જ્ઞાન ) કેવળ, [ફન્દ્રિયરહિતમ્ ] ઈન્દ્રિયરહિત અને [અસહાય ] અસહાય છે, [ તત્] તે [ સ્વભાવજ્ઞાનમ્ કૃતિ ] સ્વભાવજ્ઞાન છે; [ સંજ્ઞાનેતરવિજ્યે] સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ ભેદ પાડવામાં આવતાં, [વિમાવજ્ઞાન] વિભાવજ્ઞાન [દ્વિવિધ ભવેત્] બે પ્રકારનું છે.
[ સંજ્ઞાનં ] સમ્યજ્ઞાન [ ચતુર્મેવું] ચાર ભેદવાળું છેઃ [ મતિશ્રુતાવધય: તથા વ મન:પર્યયમ્] મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યય; [અજ્ઞાનં 7 yq] અને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન ) [ મત્યાવે: મેવત: ] મતિ આદિના ભેદથી [ત્રિવિરુપક્] ત્રણ ભેદવાળું છે.
ટીકા:- અહીં (આ ગાથાઓમાં) જ્ઞાનના ભેદ કહ્યા છે.
જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી *કેવળ છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમઇન્દ્રિય અને (દેશ-કાળાદિ) ‘વ્યવધાન રહિત છે, એક એક વસ્તુમાં નહિ વ્યાપતું હોવાથી ( –સમસ્ત વસ્તુઓમાં વ્યાપતું હોવાથી) અસહાય છે. તે કાર્યસ્વભાવજ્ઞાન છે. કારણજ્ઞાન પણ તેવું જ છે. શાથી? નિજ પરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ અને સહજપરમચિત્શક્તિરૂપ નિજ કારણસમયસારનાં સ્વરૂપોને યુગપદ્દ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું
હવે આ ( નીચે પ્રમાણે ), શુદ્ધાશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને ભેદ કહેવામાં આવે છેઃ ‘ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી તથા ૐઅવગ્રહાદિ ભેદથી અથવા *બહુ, બહુવિધ વગેરે ભેદથી મતિજ્ઞાન
* કેવળ= એકલું, નિર્ભેળ; શુદ્ધ
૧. વ્યવધાન= આડ; પડદો; અંતર; આંતરું; વિજ્ઞ.
૨. મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છેઃ ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણશક્તિ (-પદાર્થને જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે; જાણેલા પદાર્થ પ્રત્યે ફરીફરીને ચિંતન તે ભાવના છે; આ કાળું છે,' આ પીળું છે' ઇત્યાદિરૂપે અર્થગ્રહણવ્યાપાર (-પદાર્થને જાણવાનો વ્યાપાર ) તે
ઉપયોગ છે.
૩. મતિજ્ઞાન ચાર ભેદવાળું; અવગ્રહ, ઈહા (-વિચારણા ), અવાય (નિર્ણય ) અને ધારણા, [વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત ) જુઓ. ]
૪. મતિજ્ઞાન ચાર ભેદવાળું છે: બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિઃસૃત, નિઃસૃત, અનુક્ત, ઉક્ત, ધ્રુવ અને અધ્રુવ. [વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત ) જુઓ. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com