________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૧૫૮
કેવળી વીતરાગ પરમેશ્વર દેવાધિદેવ તીર્થંકરદેવે કહ્યા છે.
આ
‘જિનેન્દ્રકથિત ’–ભગવાન જિનેન્દ્રદેવે કહેલા–એમ કેમ કહ્યું? કેમકે એ તો મુનિરાજે પહેલેથી જ કહ્યું છે કે-આ શાસ્ત્રની ટીકા કરનારા અમે મંદબુદ્ધિ તે કોણ ? ગણધરોથી ને પરંપરાના આચાર્યોથી ચાલી આવે છે. માટે, કહે છે, જે તે ૫રમાત્માએ વર્ણવ્યા છે.
ટીકા તો કેવળીના શાસનમાં આ બધા જ્ઞાનના ભેદો વર્ણવ્યા છે
તો, કહે છે–‘જિનેન્દ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદો જાણીને જે પુરુષ પરભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીઘ્ર ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે-ઊંડો ઊતરી જાય છે,...’
અહાહા...! આ ભેદોને જાણીને શું કરવું?
તો, કહે છે ૫૨ભાવને-વિકારભાવોને છોડવા. પરભાવનું લક્ષ છોડવું, ને નિજસ્વરૂપમાં સ્થિત થઈ શીઘ્ર ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જવું અહાહા...! પોતે અંદર ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપ છે તેમાં સ્થિત રહ્યો થકો અંદર પેસી જવું-ઊંડા ઊતરી જવું–લીન થઈ જવું. આવી વાત છે.
અહાહા...! એનું ફળ શું?
અહા! આ જ્ઞાનના ભેદોને જાણીને જે પરભાવને છોડે છે. પુણ્ય-પાપના ભાવને છોડે છે અર્થાત્ તેનું લક્ષ છોડે છે ને અંદર ચૈતન્યચમત્કારમાત્ર પોતે ભગવાનસ્વરૂપ છે તેમાં ઊંડો ઊતરી જાય છે, લીન થઈ જાય છે તે કેવળજ્ઞાનરૂપી મુક્તિ-લક્ષ્મીને પામે છે, મોક્ષ પામે છે. આ નિયમસાર એટલે મોક્ષમાર્ગ છે ને? તેથી તેનો સરવાળો-અંતિમ ફળ મુક્તિ બતાવે છે. આ નિયમસારનું–મોક્ષમાર્ગનું ફળ મોક્ષ બતાવે છે. સમજાણું કાંઈ... ?
પ્રશ્ન:- હા, પણ એને જાણ્યા વિના જ સીધો અંદર ઊતરી જાય તો શું વાંધો?
સમાધાનઃ- અરે ભાઈ! જાણ્યા વિના અંદર શેમાં ઊતરે ? ને કેવી રીતે ઊતરે ? અહા! અંદર દ્રવ્ય પોતે વસ્તુ શું છે? પર્યાય શું છે? અંદર જે ઊતરે છે તે શું છે? ને શેમાં ઊતરવું છે? આ બધાના ભાન વિના એ ઊતરે શેમાં ? આંધળી દોટ મૂકે એમાં તે અંદર વસ્તુમાં કેવી રીતે જાય ?
અહાહા...! અંદરમાં ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ વસ્તુ કારણસ્વભાવજ્ઞાનોપયોગ છે, તેની પૂર્ણ દશા તે કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ છે, તેની ચાર અપૂર્ણ દશા તે સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગ છે. અને ત્રણ અજ્ઞાનદશા તે મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ છે. તેવી રીતે દર્શનમાં, એક દર્શન સ્વભાવરૂપ છે અને બીજાં ત્રણ દર્શન વિભાવરૂપ છે. હવે આવું એને ભાન થયા વિના ક્યાંથી ખસવું-પાછા વળવું છે, ને ક્યાં જવુંવસવું છે એવો વિવેક એને ક્યાંથી સૂઝે? ન સૂઝે.
તેથી કહે છે-જિનેન્દ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ વિભાવને પરિહરી-વિભાવનું લક્ષ છોડી નિજ ચૈતન્યચમકારમાત્ર તત્ત્વમાં-અહાહા..! નિજ કારણભગવાનસ્વરૂપ જે પોતાનું તત્ત્વ છે તેમાં–જે પુરુષ પેસી જાય છે, શીઘ્ર અંદર ઊંડો ઊતરી જાય છે તે પુરુષ મુક્તિસુંદરીનો સ્વામી થઈ જાય છે. લ્યો, આવી વાત ! અંદર છે ને કે
— स भवति परमश्रीकामिनीकामरूपः '
અહાહા...! ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ એવું શુદ્ધ ચૈતન્યનું દળ પોતે છે તેની અંદર એટલે કે ઉ૫૨-ઉ૫૨ પર્યાયમાં ન રહેતાં અંદર ધ્રુવમાં ઊતરી જે પુરુષ ત્યાં લીન થઈ રહે છે ‘તે પુરુષ ૫૨મશ્રીરૂપી Please inform us of any errors on rajesh@AtmaDharma.com