________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦]
૧૫૭ “ચેતન્યાનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે.'
અહા! આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન એવું વીતરાગી વિજ્ઞાન બાપુ! કહે છે-ચૈતન્યને અનુવિધાયી.. અહા ! સંસ્કૃત ટીકામાં “અનુવર્તી' શબ્દ છે, ને ગુજરાતી ટીકામાં, “અનુસરીને વર્તનારો' એમ અર્થ કર્યો છે; જ્યારે અહીં “અનુવિધાયી” શબ્દ લીધો છે. બધાનો એક જ અર્થ છે. પંચાસ્તિકાયમ (ગાથા ૪૦માં) અનુવિધાયી' શબ્દ આવ્યો છે.
ઉપયોગ બે પ્રકારનો છેઃ (૧) જ્ઞાનોપયોગ અને (૨) દર્શનોપયોગ.' એક જાણવાનો ને બીજો દેખવાનો એમ ઉપયોગ બે પ્રકારે છે. બધાને ભિન્ન-ભિન્નપણે જાણવું તે જ્ઞાનોપયોગ છે, ને અભિન્નસામાન્યપણે દેખવું તે દર્શનોપયોગ છે. દર્શનોપયોગમાં માત્ર સામાન્ય દેખવું છે, કે જેમાં વસ્તુને ભિન્નભિન્ન જાણવું થાય તે જ્ઞાનોપયોગ છે.
જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છે: (૧) સ્વભાવજ્ઞાનોપયોગ અને (૨) વિભાવજ્ઞાનોપયોગ. સ્વભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે: (૧) કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળજ્ઞાનોપયોગ) અને (૨) કારણસ્વભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ સહજજ્ઞાનોપયોગ).”—આપણે આ બધાની વ્યાખ્યા વિસ્તારથી ટીકામાં આવી ગઈ છે. સહજજ્ઞાનોપયોગ” ની નીચે ફૂટનોટમાં વ્યાખ્યા છે. જુઓ
સહજજ્ઞાનોપયોગ પરમ પરિણામિકભાવે સ્થિત છે તેમ જ ત્રણે કાળે ઉપાધિ રહિત છે; તેમાંથી (સર્વને જાણનારો) કેવળજ્ઞાનોપયોગ પ્રગટે છે. માટે સહજજ્ઞાનોપયોગ કારણ છે અને કેવળજ્ઞાનોપયોગ કાર્ય છે.”
જુઓ, આ કારણ ને કાર્યની વ્યાખ્યા આપણે ટીકામાં આવી હતી ને? તો, કહે છે-“આમ હોવાથી સહજજ્ઞાનોપયોગને કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે અને કેવળજ્ઞાનોપયોગને કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે.' લ્યો, આ બધું વ્યાખ્યાનમાં વિસ્તારથી આવી ગયું છે.
હવે કહે છે-“વિભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છેઃ (૧) સમ્યક વિભાવજ્ઞાનોપયોગ અને (૨) મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગ.) સમ્યક વિભાવજ્ઞાનોપયોગના ચાર ભેદો (સુમતિજ્ઞાનોપયોગ, સુશ્રુતજ્ઞાનોપયોગ, સુઅવધિજ્ઞાનોપયોગ અને મન:પર્યયજ્ઞાનોપયોગ) હવેની બે ગાથાઓમાં કહેશે.”
લ્યો, આ સમ્યજ્ઞાનના ચાર ભેદો-સુમતિ, સુશ્રુત, સુઅવધિ ને મન:પર્યયજ્ઞાન-પણ વિભાવજ્ઞાન છે. કેમ? કેમકે તે અપૂર્ણ-અધુરાં જ્ઞાન છે, ને તેમાં કર્મની-નિમિત્તની અપેક્ષા આવે છે. આ ચાર ભેદોનું કથન હવેની ગાથાઓમાં આવશે.
મિચ્યા વિભાવજ્ઞાનોપયોગના અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગના ત્રણ ભેદો છે: (૧) કુમતિજ્ઞાનોપયોગ, (૨) કુશ્રુતજ્ઞાનોપયોગ અને (૩) વિર્ભાગજ્ઞાનોપયોગ અર્થાત્ કુઅવધિજ્ઞાનોપયોગ.' આની ચર્ચા ટીકાની વ્યાખ્યા વેળાએ આવી ગઈ છે.
શ્લોક ૧૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ જિનેન્દ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદોને...” અહાહા...! જોયું? આ બધા જ્ઞાનના ભેદોકારણસ્વભાવજ્ઞાનોપયોગ અને કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ ઇત્યાદિ બધા જ્ઞાનના ભેદો-ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com