________________
૧૫૬
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
પ્રશ્ન:- એ બધું (કુજ્ઞાન ) તો કાઢી નાખવા જેવું છે ને ?
ઉત્તર:- હા, પણ એ કાઢે છે ક્યાં? ઉલટાનું ઘૂંટે છે, દઢ કરે છે, ને વળી એનાથી જાણે કે હું હોશિયાર થઈ ગયો છું એમ માને છે. પણ એ બધું ધૂળધાણી ને વા-પાણી છે.
પ્રશ્ન:- પરંતુ મન એમાં લલચાઈ જાય છે.
ઉત્તર:- ધૂળમાંય લલચાવા જેવું એ નથી. જગતમાં આવું જ્ઞાન હોય છે પણ એથી શું? એનાથી ( એ કુશાનથી ) કાંઈ સામગ્રી થોડી આવે છે? એ તો પૂર્વના પુણ્યને લઈને આવે છે. કાંઈ આવું (અભ્યાસનું) જ્ઞાન થયું છે માટે તે આવે છે એમ નથી, અને બહારના અભ્યાસાદિથી એવું જ્ઞાન થયું છે એમેય નથી; એ તો અંદર શક્તિરૂપ છે તેને અનુસરીને થયું છે. આવી વાત છે.
અહા ! કહે છે–‘ કેવળ વિભાવરૂપ જ્ઞાનો...' એટલે શું? કે વિભાવરૂપ બીજાં મતિ-શ્રુતાદિ ચાર જ્ઞાન પણ છે, પરંતુ એ સભ્યજ્ઞાનરૂપ છે, જ્યારે ‘કેવળ ’ એટલે એકલા વિભાવરૂપ (વિપરીત) જ્ઞાનો તો આ ત્રણ છે–કુમતિ, કુશ્રુત, અને વિભંગ.
અહા ! કુમતિ એટલે શું? કે જે આત્માનું જ્ઞાન નથી, અર્થાત્ જેમાં આત્માનો સમ્યક્ આશ્રય નથી, પણ અવળાઈ-વિપરીતતા છે, ને માત્ર પરના લક્ષથી જે બુદ્ધિ ઉઘડી છે તે કુમતિ છે. જો કે તે છે પોતાનામાં ને પોતાથી, છતાં પણ તે કુમતિ છે. અહા! પચીસ-પચાસ લાખ પેદા કરે એવી કોઈને (– અજ્ઞાનીને ) બુદ્ધિ હોય, અને હું બુદ્ધિમાન છું એમ એ માને તો તે બુદ્ધિ તો છે, પણ કુબુદ્ધિ છે; અને તે કુબુદ્ધિ પણ, અહીં કહે છે, તેના જ્ઞાનને અનુસરીને અજ્ઞાનપણે થઈ છે. તેવી રીતે માત્ર બહા૨ની યાદશક્તિ બહુ હોય તે પણ કુમતિ કહેવાય છે; અને તે કુમતિનું જ્ઞાન ઘણું વાંચન ને ઘણા બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો માટે પ્રગટયું છે એમ નથી-એમ કહે છે.
તે કુમતિ સાધારણ જ્ઞાન છે, જ્યારે કુશ્રુત એ તર્કશાન છે. જેમાં વિપરીત-ઊંધા તર્કસહિત જ્ઞાન હોય તે કુશ્રુત છે. તે કુશ્રુત પણ અંદરના જ્ઞાનને અનુસરીને થનારું છે; બહા૨ના ઘણા ચોપડા ભણ્યો માટે તે થયું છે એમ નથી. આ T. C. S., L. L. B. ને M. A. ઇત્યાદિનાં જ્ઞાન ભલે અજ્ઞાન છે, છતાં એ બધી જ્ઞાનની પર્યાય અંદરને કારણે ઉઘડે છે. તેવી રીતે ધંધામાં તર્ક ઊઠે તે કુશ્રુત છે, પણ તે અંદર જ્ઞાન (શક્તિ) છે તેને અનુસરીને થાય છે, પ૨ને લઈને થાય છે એમ નથી.
વળી, અજ્ઞાનીને કોઈને એક વિશેષ વિકાસરૂપ વિભંગજ્ઞાન થાય છે. આ એવું જ્ઞાન છે કે અંદર સાત દ્વીપ ને સમુદ્ર સાક્ષાત્ દેખાય. આવું એક વિભંગાવધિ-કુઅવધિ જ્ઞાન થાય છે, અને તેય પોતાના જ્ઞાનને અનુસરીને થાય છે, પ૨ને લઈને નહિ. જુઓ, કેટલાક મિથ્યાદષ્ટિ હોવા છતાં તેઓને અંદર રાગની મંદતા ને એ જાતનો ક્ષયોપશમ-ઉઘાડ હોય છે કે જેથી તે અંદરમાં સાત દ્વીપ ને સમુદ્રને પણ ભાળે છે. છતાં તે કુશાન છે, સમ્યજ્ઞાન નથી, અને તે અંદર શક્તિ છે તેને અનુસરીને થાય છે, પરંતુ બહારમાં કર્મનો ક્ષયોપશમ થયો માટે વિભંગજ્ઞાન જ્ઞાન થયું છે કે તેને અનુસરીને થયું છે એમ નથી.
‘આ ઉપયોગના ભેદરૂપ જ્ઞાનના ભેદો, હવે કહેવામાં આવતાં બે સૂત્રો દ્વારા (૧૧ ને ૧૨ મી ગાથા દ્વારા ) જાણવા. ’–હવે એ આગળ કહેશે.
ગાથા ૧૦: ભાવાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com